ચીન સાથેની વેપારસંધિ પર માલદીવ ફેરવિચારણા કરશે : નાસિદ

સોલિહની તસવીર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, સોલિહના સાથી નાસિદનો ઝુકાવ ભારત તરફ
    • લેેખક, એન્બાર્સ ઍથિરાજન
    • પદ, બીબીસી ન્યૂઝ

માલદીવની નવી સરકારે ચીન સાથેની મુક્ત વેપારસંધિમાંથી ખસી જવા માટે વિચારણા હાથ ધરી છે. સત્તારૂઢ ગઠબંધનનું માનવું છે કે આ સંધિ 'એકતરફી' છે.

માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નાસિદે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે "વેપારસંધિ એકદમ એકતરફી છે.....(આયાત-નિકાસના) આંકડાઓમાં ભારે તફાવ છે."

નાસિદે ઉમેર્યું હતું કે વેપારસંધિને સંસદ દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે.

સાથી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા, તેના ગણતરીના દિવસોમાં નાસિદનું આ નિવેદન અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

line

ભારત, ચીન અને માલદીવનો ત્રિકોણ

સોલિહ તથા વડા પ્રધાન મોદીની તસવીર

ઇમેજ સ્રોત, AFP PHOTO/PIB

ઇમેજ કૅપ્શન, સોલિહની શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા

'બેલ્ટ ઍન્ડ રોડ' યોજનાને આગળ ધપાવવા માટે ચીને માલદીવ સહિત હિંદ મહાસાગરના અનેક નાના રાષ્ટ્રોમાં પૉર્ટ તથા હાઈવેમાં અબજો ડૉલરનું રોકાણ વધાર્યું છે.

નિદનું કહેવું છે કે ચીનની કંપનીઓને 50 થી 100 વર્ષના પટ્ટા પર અનેક ટાપુ આપી દેવાયા છે.

યામીનનો ઝુકાવ ચીન તરફ હતો તો નાસિદનો ઝુકાવ ભારત તરફ છે.

શનિવારે માલે ખાતે સોલિહની શપથવિધિમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.

સોલિહ આવતા મહિને પ્રથમ વિદેશયાત્રા પર ભારત આવે તેવી શક્યતા છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ચીનનું મૌન

યામીનની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, યામીનનો ઝુકાવ ચીન તરફ વધુ હતો

નાસિદના તાજેતરના નિવેદન અંગે ચીન દ્વારા તત્કાળ કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.

લગભગ એક અઠવાડિયા પહેલાં નાસિદે ટિપ્પણી કરી હતી કે ચીન દ્વારા પાથરવામાં આવેલી 'દેવાની જાળ'માં માલદીવ ફસાઈ જાય તેવી આશંકા છે.

એ સમયે ચીનની માલે ખાતેની ઍમ્બેસીએ નિવેદન બહાર પાડીના નાસિદની ટિપ્પણીને નકારી હતી.

ઉલ્લેખનીય છે કે સોલિહના પૂરોગામી અબ્દુલ્લા યામીને ચીન સાથેની નિકટતા વધારી હતી અને ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ચીનની યાત્રા દરમિયાન તેની સાથે મુક્ત વેપારસંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો