ગુજરાત ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના ચૂંટણી પ્રચાર દરમિયાન રવિવારે ભાજપના નેતાઓનાં ભાષણમાં 'પાકિસ્તાન'ની એન્ટ્રી થઈ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સીમા પારથી મદદ લઈ રહ્યા છે.
એમણે બનાસકાંઠાનાં પાલનપુરની એક સભામાં કહ્યું કે પાકિસ્તાની સેનાના પૂર્વ ડાયરેક્ટર જનરલ સરદાર અરશદ રફીક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માંગે છે.
તમને આ પણ વાંચવું ગમશે

ઇમેજ સ્રોત, AFP
આ પહેલો બનાવ નથી જ્યારે ચૂંટણી પ્રચારમાં ભાજપે પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હોય.
આ પહેલાં પણ ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનું નામ ઉછાળી ચૂક્યા છે.
આવો જાણીએ ક્યારે ક્યારે ભાજપના નેતાઓએ પાકિસ્તાનના નામનો ઉપયોગ કર્યો છે.


ઇમેજ સ્રોત, Getty Images
- 19 એપ્રિલ 2014ના ભાજપના નેતા ગિરિરાજ સિંહે ઝારખંડમાં ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા વાળાને પાકિસ્તાન જવું પડશે. એમણે કહ્યું હતું, "જે લોકો મોદીનો વિરોધ કરે છે એમનું સ્થાન પાકિસ્તાનમાં છે ભારતમાં નહીં."
- 29 ઓક્ટોબર 2015ના દિવસે બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે અમિત શાહે કહ્યું હતું, "બિહારમાં ભાજપ હાર્યું તો ફટાકડા પાકિસ્તાનમાં ફૂટશે. શું તમે ઇચ્છો છો પાકિસ્તાન ફટાડકા ફોડે?"
- 4 ફેબ્રુઆરી 2017ના મેરઠમાં ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકારે પાકિસ્તાનમાં ઘૂસીને પાઈ પાઇનો હિસાબ ચૂકતે કર્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
- ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો તો 6 ફેબ્રુઆરી 2017ના રોજ હરિદ્વારમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે કાશ્મિર ભારતનું અભિન્ન અંગ છે. ચર્ચા એ ન થવી જોઇએ કે પાકિસ્તાનનો પણ ભારતમાં વિલય થવો જોઈએ કે નહી?
- 24 ફેબ્રુઆરી 2017ના ગોંડામાં એક સભામાં વડાપ્રધાન મોદીએ કાનપુર રેલવે દુર્ઘટના માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું.
- 27 નવેમ્બર 2017ના ગુજરાતના કચ્છમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, "પાકિસ્તાનની એક કોર્ટે પાકિસ્તાની આતંકવાદીને છોડી દીધો એની ઉજવણી કોંગ્રેસ કરી રહી છે. મને એ વાતનું આશ્ચર્ય થયું કે જે આ એ જ કોંગ્રેસ છે જે આપણી સેનાની સર્જિકલ સ્ટ્રાઇક પર વિશ્વાસ નહોતી કરતી અને જેણે ચીની રાજદૂતને ગળે લગાવ્યો હતો."
- 10 ડિસેમ્બર 2017ના બનાસકાંઠાના પાલનપુરમાં વડાપ્રધાને કહ્યું હતું, "એક તરફ પાકિસ્તાની સેનાના પૂર્વ ડીજી ગુજરાતની ચૂંટણીમાં દખલ કરે છે, બીજી તરફ પાકિસ્તાનના લોકો મણીશંકર ઐયરના ઘરે બેઠક કરે છે. આ બેઠક પછી કોંગ્રેસના નેતા ગુજરાતના લોકો અને ગુજરાતનું અપમાન કરે છે. એમના પર શકે કેમ ના થાય? "
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર












