ગુજરાતમાં 'દારૂબંધી અને દારૂના વેચાણ' પર કૉંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોર શું બોલ્યાં?
ગુજરાત રાજ્યમાં હાલ દારૂબંધી અને દારૂનો મુદ્દો સતત ચર્ચામાં છે. કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જ્યારે પોલીસ સ્ટેશન બહાર રજૂઆત કરી ત્યાર બાદ થરાદમાં ગેનીબહેને 'દારૂ ડ્રગ્સના વેચાણ'ની વિરુદ્ધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું.
ગેનીબહેનનો સરકાર પર આરોપ છે કે દારૂબંધી મુદ્દે સરકારનું ઉદાસીન વલણ જોવા મળે છે. અનેક રજૂઆત છતાં બુટલેગરો સામે કાર્યવાહી નથી કરવામાં આવતી.
તેમણે દાવો કર્યો કે બનાસકાંઠાના યુવાનોએ દારૂના વેચાણ સામે રેડ કરી હતી તો બુટલેગરો સામે કાર્યવાહી કરવાની જગ્યાએ રેડ કરનારા યુવાનો પર કેસ કરવામાં આવ્યા.
તેમણે એવો પણ દાવો કર્યો કે હર્ષ સંઘવી મંત્રી બન્યા ત્યારથી આ અંગે છુટ્ટોદોર આપવામાં આવ્યો છે. ભાજપની જ સરકારમાં જ્યારે પ્રદીપસિંહ જાડેજા ગૃહરાજ્યમંત્રી હતા ત્યારે આ અંગે કડકાઈ હતી. આ સિવાય તેમણે શું કહ્યું?
બીબીસી ગુજરાતીએ તેમની સાથે ખાસ વાતચીત કરી. જુઓ વીડિયો.
વીડિયો : શ્યામ બક્ષી
ઍડિટ : દિતિ વાજપેયી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



