ગુજરાતના તાપમાનમાં આગામી દિવસોમાં ફેરફાર થવાની શક્યતા છે?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પ્રકારનું ઉષ્ણકટિબંધીય વંટોળ છે, જે ભૂમધ્ય સમુદ્રમાં સર્જાય છે. આ પ્રકારના ઉષ્કટિબંધીય વંટોળ વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શિયાળામાં પણ ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે છે.
મોટા ભાગનાં વંટોળ વાતાવરણના નીચલા સ્તરમાં ભેજનું વહન કરે છે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવાં ઉષ્ણકટિબંધીય વંટોળ વાતાવરણના ઊપલા સ્તરમાં ભેજનું વહન કરે છે.
ભારતના કિસ્સામાં જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયના પહાડોનો સામનો કરે છે, ત્યારે ઊપલા સ્તરમાં રહેલા ભેજને કારણે વરસાદ પડે છે. આ કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જો વધારે મજબૂત હોય તો તેની અસર ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી વર્તાય છે.
હવે આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેવી અસર થશે? આ વીડિયોમાં સમજીએ.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : અવધ જાની

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



