નોકરી ગુમાવ્યા બાદ પણ ઉપાડી શકાશે EPF

વીડિયો કૅપ્શન, નવા નિયમો પ્રમાણે નોકરી ગુમાવ્યા બાદ આ પ્રકારે ઈપીએફનો લાભ મેળવી શકાશે.

ઍમ્પ્લૉયી પ્રૉવિડન્ટ ફંડ એટલે કે ઈપીએફની મદદથી કર્મચારી ભવિષ્ય નિધિની અંદર ભવિષ્ય માટે નાણું એકઠું કરવામાં આવે છે.

હાલમાં જ ઈપીએફ સાથે જોડાયેલા અમુક નિયમો બદલાયા છે, પણ આ ઈપીએફ છે શું? અને તેના નિયમો શું છે? આ નિયમો જાણીને તમને શું ફાયદો થશે?

line

શું છે ઈપીએફઓ?

કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા એટલે કે ઈપીએફઓની સ્થાપના 15 નવેમ્બર 1951માં કરવામાં આવી હતી.

જ્યાં 20થી વધારે કર્મચારી કામ કરતા હોય એ બધા જ કાર્યાલયો અને કંપનીઓએ કર્મચારી ભવિષ્ય નિધિ કાર્યાલયમાં રજિસ્ટર કરાવું પડે છે.

line

કઈ રીતે પૈસા જમા થાય છે?

જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કંપનીમાં નોકરીની શરૂઆત કરે, તો તેમના બેઝિક પગારમાંથી 12 ટકા કાપવામાં આવે છે અને એટલું જ યોગદાન કંપની પણ આપે છે.

વ્યક્તિના પગારની 12 ટકા રકમ ઈપીએફમાં જમા થઈ જાય છે.

જ્યારે કંપની તરફથી કરવામાં આવેલા યોગદાનનો માત્ર 3.67 ટકા હિસ્સો જ ઈપીએફમાં જમા થાય છે અને અન્ય 8.33 ટકા હિસ્સો કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસમાં જમા થાય છે.

line

શું 12% થી પણ વધારે કપાત કરાવી શકાય?

કર્મચારી પોતાના બેઝિક પગારમાંથી 12 ટકાથી વધારે રકમની કપાત પણ કરાવી શકે છે. જેને વૉલન્ટરી પ્રૉવિડન્ટ ફંડ કહેવાય છે.

આના ઉપર પણ ટૅક્સની છૂટ આપવામાં આવે છે, પણ ઍમ્પ્લૉયર બેઝિક પગારના માત્ર 12% યોગદાન જ આપે છે.

line

ઈપીએફ ઉપર કેટલું વ્યાજ મળે?

કર્મચારીઓને ઈપીએફની રકમ ઉપર વ્યાજ મળે છે. જેની ફાળવણી સરકાર અને કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ કરે છે. ચાલુ વર્ષે 8.55%નો દર રાખવામાં આવ્યો છે.

શું નૉમિનેશનનો વિકલ્પ છે?

હા, તમે તમારા ઈપીએફ માટે પણ નૉમિનેશનનો વિકલ્પ પસંદ કરી શકો છો. કર્મચારીનું મૃત્યુ થાય તે સ્થિતિમાં નૉમિનીને પીએફના બધાં જ રૂપિયા આપવામાં આવે છે. પોતાના ઈપીએફના ખાતામાં નૉમિનીને બદલી પણ શકાય છે.

line

શું પેન્શન પણ મળે છે?

પીએફમાં ઍમ્પ્લૉયરનું યોગદાન 12 ટકા જ હોય છે, આનો એક હિસ્સો એટલે કે 8.33 ટકા કર્મચારી પેન્શન સ્કીમમાં જાય છે. પેન્શન 58 વર્ષની ઉંમર પછી જ મળે છે.

નોકરીમાં સળંગ 10 વર્ષ પૂર્ણ કરવા જરૂરી છે.

ઓછામાં ઓછું પેન્શન 1,000 રૂપિયા, જ્યારે વધુમાં વધુ પેન્શન 3,250 રૂપિયા છે.

ઈપીએફ ખાતાધારકને આજીવન પેન્શન આપવામાં આવે છે તથા ખાતાધારકના મૃત્યુ બાદ તેમના પર નિર્ભર વ્યક્તિને પણ પેન્શન આપવામાં આવે છે.

line

એડવાન્સમાં પીએફના પૈસા ઉપાડી શકાય?

ચાલુ નોકરીએ ઈપીએફની રકમ ઉપાડવાની પરવાનગી નથી હોતી. હા, પણ એવા અમુક પ્રસંગ છે જેના માટે તમે ઈપીએફની થોડી રકમ ઉપાડી શકો છો, જોકે આવા સંજોગોમાં પણ સંપૂર્ણ રકમ ઉપાડી શકાતી નથી.

પોતાની કે કુટુંબીજનો (પતિ અથવા પત્ની, બાળકો અથવા ખાતાધારક પર નિર્ભર વ્યક્તિ)ની સારવાર માટે પગાર કરતા છ ગણી રકમ ઉપાડી શકાય છે.

પોતાના અથવા કુટુંબના કેટલાંક સભ્યોના લગ્નપ્રસંગ કે પછી શિક્ષણ માટે કુલ જમા રકમના 50 ટકા તમે ઉપાડી શકશો.

હોમલૉનની ચૂકવણી માટે પગાર કરતાં 36 ગણી અથવા તેનાથી ઓછી રકમ ઉપાડવાની પરવાનગી છે.

ઘરના સમારકામ માટે પગાર કરતા 12 ગણી રકમ તમે ઉપાડી શકો છો.પણ હા, આ સુવિધા માત્ર એકવાર જ મળે છે.

પ્લૉટ કે પછી મકાન ખરીદવા માટે પણ તમે પોતાના ઈપીએફ ખાતામાંથી રૂપિયા ઉપાડી શકો છો.

line

ઈપીએફમાંથી માટે રૂપિયા કાપવાની ના પાડી શકાય?

તમને નવાઇ લાગશે, પણ આનો જવાબ છે, હા.

જો તમારો પગાર મહિને 15000 રૂપિયાથી વધારે છે તો તમે પીએફમાં રોકાણ કરવાની ના પણ પાડી શકો છો, પણ આના માટે નોકરીમાં જોડાવ તે પહેલાં પીએફ ફંડમાંથી બહાર રહેવાનો વિકલ્પ પસંદ કરવો પડશે.

જો તમે આવું કરશો તો આના માટે તમારે ફોર્મ 11 ભરવું પડશે, પણ જો તમે એકવાર ઈપીએફનો ભાગ બની ગયા, તો પછી તમે આમાંથી બહાર નીકળી નહીં શકો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો