Surat Fire : સુરતના ટ્યૂશન ક્લાસમાં ભીષણ આગ, 20 લોકોનાં મૃત્યુ

બંધના એલાનના પગલે શનિવારે સુરતના ટ્યુશન ક્લાસિસ બંધ રહેશે, રાજ્યભરમાં ફાયર-સેફ્ટી મામલે તવાઈ.

લાઇવ કવરેજ

  1. ક્લાસમાં ફાયર-સેફ્ટીનાં સાધનો નહોતાં

    સુરતના ચીફ ફાયર ઑફિસર બસંત પરીકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આગ લાગી ત્યાં ગેરકાયેદસર ક્લાસ ચાલતા હતા.

    તેમણે એવું પણ જણાવ્યું હતું કે ત્યાં ફાયર-સેફ્ટીનાં કોઈ જ સાધનો ન હોવાથી આ ઘટના સર્જાઈ ગઈ હતી

  2. મૃત્યુઆંક 18 થયો

    આ ઘટનામાં 18 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સ્મીમેર હૉસ્પિટલના CMO જયેશ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

    જયેશ પટેલે જણાવ્યું હતું કે આગમાં દાઝી જવાથી 16નાં મૃત્યુ થયાં છે, જ્યારે 2નાં મૃત્યુ ઇમારત પરથી કૂદીને પડવાથી થયાં છે. મૃતકો પૈકી 3 પુરુષ અને 15 મહિલાઓ હોવાનું જાણવા મળે છે.

  3. સરથાણા આગનાં દૃશ્યો

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  4. હાર્દિક પટેલે મદદની અપીલ કરી

    ઘટના અંગે કૉંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું.

    હાર્દિક પટેલે અન્ય એક ટ્વીટમાં સુરતના કૉંગ્રેસના કાર્યકરો તથા સામાજિક સંગઠનના લોકોને ઘાયલ તથા તેમના પરિવારજનોની મદદ કરવા અપીલ કરી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. શાહે ભાજપના કાર્યકરોને મદદ કરવા નિર્દેશ આપ્યો

    ભાજપના અધ્યક્ષ અમિત શાહે ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો છે અને મૃતકોને અંજલિ અર્પી છે.

    આ ઉપરાંત ટ્વીટ દ્વારા અમિત શાહે સુરત ભાજપના કાર્યકર્તાઓને પીડિતોની મદદ કરવા અપીલ પણ કરી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  6. વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યું

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઘટનાની તપાસ કરવાના આદેશ આપ્યા છે.

    મુખ્ય મંત્રીએ મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  7. સ્પાર્કલ હૉસ્પિટલમાં ત્રણનાં મૃત્યુ

    સ્પાર્કલ હૉસ્પિટલનાં અધિકારી વિશ્વા દવેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્પાર્કલ હૉસ્પિટલમાં આઠ પીડિતોને લવાયા હતા, જેમાંથી ત્રણનાં મૃત્યુ થયાં છે.

    ફાયર

    ઇમેજ સ્રોત, gstv

  8. નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરીને વેદના પ્રગટ કરી છે. તેમણે ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રને કામગીરીમાં મદદ કરવા કહ્યું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. ફાયર બ્રિગેડની 18 ગાડીઓ કામે લાગી

    આગને ઓલવવા માટે 18થી 19 ફાયરબ્રિગેડની ગાડી કામે લાગી હતી. સુરત ફાયર વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે, ફાયરના 19 બંબાને કામે લગાડવામાં આવ્યા છે.

    આ સિવાય બે હાઇડ્રૉલિક પ્લૅટફૉર્મની મદદથી બચાવ અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    અધિકારીના જણાવ્યા પ્રમાણે, તક્ષશિલા કૉમ્પ્લેક્સના ત્રીજો અને ચોથો માળ આગની ઝપેટમાં આવ્યા હતા.

    આગ જોવા માટે ઊભા રહી ગયેલા વાહનચાલકોને કારણે રાહત અને બચાવ કામગીરી સાથે સંકળાયેલાં વાહનોની અવરજવરમાં અવરોધ ઊભો થયો હતો. સુરતમાં આગની ઘટનામાં ઈજા પામેલા ઋષિત વેકરિયાની પી. પી. સવાણી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

    આગની તસવીર

    ઇમેજ સ્રોત, gstv

  10. ચાર વાગ્યા આજુબાજુ આગ લાગી

    સુરતના તક્ષશિલા કૉમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આગને ઓલવવા માટે 18થી 19 ફાયરબ્રિગેડની ગાડી કામે લાગી હતી..