એ બૅલે ડાન્સર જે હિટલરના નાઝીઓની જાસૂસી કરતાં હતાં
તાજેતરમાં જોસેફિન બેકરની યાદમાં પેરિસમાં એક સન્માનસમારોહ યોજાયો હતો. તેમની સ્મૃતિમાં તકતી લગાવવામાં આવી.
આ બધું એ જ જગ્યાએ થયું, જ્યાં ફ્રેન્ચ સંસ્કૃતિની ગૌરવશાળી મહાન પરંપરાઓને સાચવવામાં આવી છે. તેમાં વોલ્ટેરથી લઈને વિક્ટર હ્યુગો અને મેરી ક્યુરીથી લઈને યુન જેક્સ રૂસોનો સમાવેશ થાય છે.
અત્યાર સુધી આ સન્માન બેકર પહેલાં માત્ર પાંચ મહિલાઓને જ મળ્યું છે. વળી, આ સન્માન કોઈ અશ્વેત મહિલાને આપવામાં આવ્યું હોય, એવું તો પહેલીવાર બન્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
બેકર મૂળ અમેરિકન હતાં. વિશ્વ હજુ પણ તેમને તેમના ઉત્તેજક અને આકર્ષક નૃત્યપ્રદર્શનને યાદ કરે છે. નૃત્યમાં તેઓ વ્યવહારિક રીતે નગ્ન દેખાતાં હતાં. છતાં તેમનું નામ ફ્રાન્સના સૌથી આદરપાત્ર અને શ્રેષ્ઠ નાયકોમાં એક કેવી રીતે સમાવેશ પામ્યું?
બેકરનું પૂરું અને સાચું નામ ફ્રેડા જોસેફાઈન મેકડૉનાલ્ડ હતું. આજે પણ, તેમનું નામ 20મી સદીના પૂર્વાર્ધના સૌથી પ્રખ્યાત કલ્ચરલ આઇકોન પૈકીનું એક છે.
જોકે બેકર માત્ર નૃત્યાંગના ન હતાં. તેઓ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાયિકા તરીકે સામે આવ્યાં હતાં અને તે પછી તેમના વ્યક્તિત્વનું નાગરિકઅધિકાર કાર્યકર્તાનું બીજું સ્વરૂપ દુનિયાએ જોયું.
તેમના સમગ્ર જીવન દરમિયાન, બેકરે વિવિધ પડકારોનો સામનો કર્યો અને તેને પડકારોને મહાત પણ આપી.
સાંસ્કૃતિક પડકારથી લઈને વંશીય ભેદભાવના પડકાર સુધી... તેમણે દરેક અવરોધનો નિષ્ઠાપૂર્વક સામનો કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગરીબીથી માંડી સેલિબ્રિટી સુધીની સફર

ઇમેજ સ્રોત, Getty Images
બેકરનો જન્મ 3 જૂન, 1906ના રોજ સેન્ટ લુઇસ, મિસૌરીમાં થયો હતો. તેમનું બાળપણ મુશ્કેલીઓમાં પસાર થયું.
તેમના પિતા ડ્રમ વગાડતા હતા. બેકર સાવ નાનાં હતાં ત્યારે તેમના પિતાએ તેમનો પરિવાર છોડી દીધો હતો. પછી તેમનાં માતા (જેઓ અર્ધ અશ્વેત હતાં) તેમનાં બાળકોને ઉછેરવા માટે લૉન્ડ્રીનું કામ કરવા લાગ્યાં.
પરિવારના સંજોગો એવા હતા કે નાનાં બેકરને આઠ વર્ષની ઉંમરથી કામમાં જોતરાવું પડ્યું. એ વરસોમાં તેમણે ઘણું સહન કર્યું. 14 વર્ષની વયે તેમને પરણાવી દેવામાં આવ્યાં હતાં અને બે વાર તેમના છૂટાછેડા થયા હતા.
તેમના નામ સાથે જોડાયેલ અટક 'બેકર' અટક તેમને તેમના બીજા પતિ પાસેથી મળી.
કિશોરાવસ્થામાં, તેમની સ્થિતિ એટલી દયનીય હતી કે તેમને ફૂટપાથ પર રહેવાની ફરજ પડી હતી. ભૂખ સંતોષવા માટે તે કચરામાં ફેંકવામાં આવેલા ખોરાક પર તેઓ નિર્ભર હતાં.
એકવાર જોસેફીને કહ્યું હતું કે તેઓ સેન્ટ લુઇસની ફૂટપાથ પર હતી અને જોરદાર ઠંડી પડતી હતી. તેની પાસે ઠંડીથી પોતાની જાતને બચાવવા માટે કોઈ સાધન ન હતું, એટલે તેમણે નાચવાનું શરૂ કર્યું.
પરંતુ તેમની પાસે અનોખી અને જાદુઈ પ્રતિભા હતી. જેના સહારે તેઓ પહેલાં વોડેવિલ (એક પ્રકારની નાટ્ય શૈલી) ગ્રૂપમાં જોડાઈ અને પછી એક ડાન્સ ગ્રૂપનો ભાગ બની ગઈ. આ ડાન્સ ગ્રૂપનું નામ હતું - ધ ડિક્સી સ્ટેપર્સ. આ ડાન્સ ગ્રૂપને કારણે, તેમને વર્ષ 1919 માં ન્યુયૉર્ક જવાની પ્રેરણા મળી.
ત્યારબાદ તેમના જીવનમાં એક વળાંક આવ્યો. તેમની મુલાકાત નવી પ્રતિભાને તક આપતાં માણસ સાથે થઈ અને તેઓ એક મૅગેઝિન શો માટે કલાકારોની શોધમાં હતા. પેરિસમાં અશ્વેત સાથે કરવામાં આવતો આ પહેલો શો હતો.
દર મહિને હજાર ડૉલરના કરાર સાથે, બેકર ફ્રાન્સ ગયાં, જ્યાં તેમનું જીવન હંમેશ માટે બદલાઈ ગયું.

'ધ બનાના ડાન્સ'

ઇમેજ સ્રોત, Getty Images
તે એપ્રિલ 1926નો એક દિવસ હતો, જ્યારે બેકરે પ્રખ્યાત ફોલિસ બર્જેરમાં પરફોર્મ કર્યું હતું. તેઓ સમયે તે માત્ર 19 વર્ષનાં હતાં.
ત્યાં તેમના અનોખા શોએ લોકોને ચોંકાવી દીધા હતા.
બેકરે માત્ર મોતી પહેર્યાં હતાં.
બ્રા અને તેના પર ચળકતા પથ્થરો લગાવેલું કેળામાંથી બનેલું સ્કર્ટ. પોતાના ડાન્સથી તેમણે લોકોના હોશ ઉડાવી દીધા હતા.
આ ડાન્સ પરફોર્મન્સના ઑપનિંગ શોમાં, બેકરને તે રાત્રે 12 સ્ટેન્ડિંગ ઓવેશન (ઊભા થઈને અભિવાદન) મળ્યાં હતાં.
"બનાના ડાન્સ"એ તેમને રાતોરાત સેલિબ્રિટી બનાવી દીધાં.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે થિયેટરમાં માત્ર અભિનય અને નૃત્યની સાથે ચાર ફિલ્મો પણ કરી.
તેઓ "મરમેઇડ ઑફ ધ ટ્રોપિક્સ" (1927), ઝુઝૌ (1934), પ્રિન્સેસ ટેમ ટેમ (1935) અને ફોસ એલર્ટ (1940) માં જોવા મળ્યાં હતાં. તે સમયે અશ્વેત કલાકાર માટે ફિલ્મોમાં આવવું એ કોઈ સાધારણ વાત નહોતી.
કૅલિફોર્નિયા યુનિવર્સિટીમાં આફ્રિકન અને આફ્રિકન-અમેરિકન સ્ટડીઝના સંશોધન કેન્દ્રના નિર્દેશક અને જીવનચરિત્રકાર બેનેટા જુલ્સ રોસેટે બીબીસીને કહ્યું, "જો તે અમેરિકામાં રહેતી હોત, તો અશ્વેત મહિલા તરીકે જે કંઈ હાંસલ કર્યું તે કદાચ પ્રાપ્ત ન કરી શકી હોત."
રોઝેટના મતે, બેકરમાં સૌથી ખાસ વાત એ હતી કે તેમણે પોતાના માટે કંઈ અશક્ય છે એવું ક્યારેય વિચાર્યું ન હતું.

બેકર બહાદુર હતાં

ઇમેજ સ્રોત, Getty Images
બેકર સ્ટેજ પર અથવા તેમના પ્રદર્શન દરમિયાન નીડર અને બહાદુર તો હતાં, તેમના જીવનમાં પણ એટલાં જ બહાદુર હતાં.
ઘણા લોકો તેમને ફૅશન આઇકોન તરીકે યાદ કરે છે પરંતુ ઘણા લોકો તેમને અન્ય કારણોસર પણ યાદ કરે છે. જ્યારે તેઓ તેમના પાલતું સાથે ફ્રાન્સની રાજધાની પેરિસની ખુલ્લી બજારોમાંથી તે નીકળ્યાં હતાં, ત્યારે સૌની નજર તેમના પર અટકી જતી હતી. તેઓ તેમના પાલતું ચિત્તાને સાથે લઈને નીકળતાં હતાં.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાસૂસી

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ, ત્યારે બેકરે પોતાની મોંઘી વેશભૂષા છોડી દીધી અને યુનિફૉર્મ ધારણ કરી લીધો.
લાંબા સંઘર્ષ દરમિયાન, જોસેફીને ફ્રેન્ચ ઍરફોર્સની મહિલા સહાયકમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે સેવા આપી હતી.
તેઓ નીડર તો હતાં જ. તેથી તેમણે તેમની ખ્યાતિનો લાભ ઉઠાવ્યો અને જાસૂસી પણ કરી.
તેમનાં સંપર્કો અને નિમંત્રણોનો લાભ લઈને તેમણે દુશ્મન સેનાની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી.
તેમના યોગદાન બદલ તેમને ચાર્લ્સ ડી ગૌલે દ્વારા લીજન ઑફ ઓનર અને મેડલ ઓફ રેઝિસ્ટન્સ એનાયત કરવામાં આવ્યા હતા.

નાગરિક અધિકારો માટે અવાજ ઉઠાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
બેકરે નાગરિકઅધિકારો માટે પણ કામ કર્યું.
તત્કાલિન એટર્ની જનરલ રોબર્ટ કેનેડીની મદદથી 1963માં અમેરિકા પાછાં ફર્યા બાદ જોસેફીને નાગરિકઅધિકાર ચળવળના નેતા માર્ટિન લ્યુથર કિંગ સાથે વૉશિંગ્ટનની પ્રખ્યાત કૂચમાં પણ ભાગ લીધો હતો.
સેનાના ગણવેશમાં લોકોને સંબોધનારાં તેઓ એકમાત્ર મહિલા હતાં.

અંતિમ સમય

ઇમેજ સ્રોત, Getty Images
એ સમયમાં વિશ્વનાં સૌથી ધનિક અશ્વેત મહિલા બેકર, તેમના જીવનનાં છેલ્લાં વર્ષોમાં નાદાર થઈ ગયાં હતાં.
વર્ષ 1975માં સ્ટ્રોકના કારણે તેમનું અવસાન થયું હતું. તેમના અંતિમસંસ્કાર દરમિયાન તેમને સૈન્યસન્માન સાથે વિદાય આપવામાં આવી હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












