જાપાનમાં મહિલા કર્મચારીઓ પર ચશ્માં પહેરવા પર પ્રતિબંધ કેમ મુકાયો?

જાપાની ગુડિય

ઇમેજ સ્રોત, Getty Images

જાપાનમાં મહિલાઓ માટે કામના સ્થળે ચશ્માં પહેરીને જવું એ એક ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ચશ્માં કાઢી નાખવા ફરજ પાડી છે.

કેટલાક સ્થાનિક સમાચારો અનુસાર કેટલીક કંપનીઓએ વિવિધ કારણોસર મહિલા કર્મચારીનાં ચશ્માં પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

અમુક રીટેલ ચેન દ્વારા એવું કારણ આપવામાં આવ્યું છે કે ચશ્માં પહેરીને કામ કરતા કર્મચારીઓ ગ્રાહકો પર ઠંડી છાપ ઊભી કરે છે.

તેનાથી જાપાનના સોશિયલ મીડિયા પર કામના સ્થળે મહિલાઓના પહેરવેશ અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

નિપ્પોન ટીવી નેટવર્ક અને બિઝનેસ ઇનસાઇડરે આ મુદ્દા પર પ્રકાશ પાડ્યો હતો.

તેમણે દર્શાવ્યું કે કઈ રીતે વિવિધ કંપનીઓ મહિલાઓને ચશ્માં પહેરવા પર પ્રતિબંધ મૂકી રહી છે.

એ સ્પષ્ટ નહોતું કે આ પ્રકારના પ્રતિબંધો જે-તે કંપનીની પૉલિસી આધારિત હતા કે પછી સમાજના પ્રવાહોને આધીન હતા.

જાપાનમાં સોશિયલ મીડિયા પર "glasses are forbidden" હેશટેગ ટ્રેન્ડ થયો હતો. શુક્રવારે આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.

યુમી ઇશિકાવા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુમી ઇશિકાવા

ક્યોટો યૂનિવર્સિટી ઑફ ફૉરેન સ્ટડીઝમાં સમાજશાસ્ત્રનાં અધ્યાપિકા કુમિકો નેમોતોએ કહ્યું, "જાપાનના લોકો જૂનવાણી પૉલિસી પર ચર્ચા કરી રહ્યા હતા."

"મહિલાઓએ ચશ્માં કેમ નહીં પહેરવાનાં એ બાબતમાં કોઈ તર્ક નથી. આ જાતિની વાત છે."

"આ ભેદભાવ ભર્યું વલણ છે. આ જાપાનની જૂની પરંપરાગત વિચારધારાનું ઉદાહરણ છે."

તેઓ આગળ કહે છે, "આ મુદ્દાને મહિલાઓ કેવી રીતે કામ કરે છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. કંપનીઓ માટે મહિલાઓનો દેખાવ મહત્ત્વનો છે. તેમનું સુંદર દેખાવું અગત્યનું છે."

તાજેતરમાં જ જાપાનમાં મહિલાઓને ઊંચી એડીવાળાં સૅન્ડલ પહેરવા બાબતે પર એક વિવાદ થયો હતો.

અભિનેતા અને લેખિકા યુમિ ઇશિકાવાને કામના સ્થળે હાઈ હિલ પહેરવાની ફરજ પાડવામાં આવ્યા બાદ તેમણે જાપાનમાં ડ્રેસ કૉડનો અંત લાવવા માટે એક પિટિશન શરૂ કરી હતી.

સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ટેકો આપ્યો હતો.

લોકોએ #KuToo સાથે પિટિશનના ટેકામાં ટ્વીટ કર્યાં હતાં. જાતીય શોષણ વિરુદ્ધ જે રીતે #MeToo ઝુંબેશ ચાલી હતી તે સંદર્ભે આ ઝુંબેશ ચાલુ થઈ હતી.

પ્રોફેસર નેમોતો કહે છે કે મહિલાઓનું તેમના દેખાવના આધારે મૂલ્યાંકન થાય છે, આ કંપનીઓની પૉલિસી આ જ વિચારધારા દર્શાવે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો