રફાલ સોદો: રાહુલે પૂછ્યું સરકાર જવાબ ક્યારે આપશે, કાયદા મંત્રીએ જવાબ આપ્યો

ઇમેજ સ્રોત, Reuters
ભારતમાં રાજકીય વિવાદનું કારણ બનેલા રફાલ વિમાનોના સોદાના સંદર્ભમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિના નિવેદન બાદ વિવાદ વધુ વકર્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા પ્રશ્ન ઉઠાવ્યો છે કે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિના નિવેદન અંગે સરકાર ચૂપ કેમ છે?
રાહુલ ગાંધીના નિવેદનના જવાબમાં કેન્દ્રિય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવ્યો છે.
ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદને ટાંકીને ફ્રેન્ચ મીડિયાએ લખ્યું છે કે રફાલ વિમાન બનાવવા માટેના આ 58 હજાર કરોડ રૂપિયાના કરાર માટે ભારત સરકારે જ રિલાયન્સ ડિફેંસનું નામ સૂચવ્યું હતું અને ફ્રાન્સ પાસે આ બાબતે અન્ય કોઈ વિકલ્પ નહોતો.
ફ્રાંસ્વા ઓલાંદને ટાંકીને કરવામાં આવેલો આ દાવો ભારત સરકારના નિવેદનથી બિલકુલ ઉલટો છે.
ભારત સરકારે કહ્યું હતું કે, ફ્રેન્ચ કંપની દસો એવિએશને પોતે જ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેંસની પસંદગી કરી હતી.

આ રિપોર્ટની તપાસ કરી રહ્યા છીએઃ રક્ષા મંત્રાલય

ઇમેજ સ્રોત, Getty Images
આ દાવા પર પ્રતિક્રિયા આપતા રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "ભૂતપૂર્વ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના સંબંધે આ રિપોર્ટની તપાસ થઈ રહી છે, જેમાં તેમણે એમ કહ્યું કે ભારત સરકારે રફાલ કરાર એક ખાસ કંપની સાથે કરવાનું દબાણ કર્યું હતું. અમે ફરીથી કહીએ છીએ કે ભારત સરકાર કે ફ્રાન્સની સરકારનો આ વ્યાપારિક કરારમાં કોઈ જ ભૂમિકા નથી."
શું તમે આ વાંચ્યું?
રફાલ વિમાન બનાવનારી ફ્રાન્સની કંપની દસો એવિએશને આ કરારને પૂર્ણ કરવા માટે રિલાયન્સ ડિફેંસને પોતાના ભાગીદાર તરીકે પસંદ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોંગ્રેસનો આરોપ છે કે કેંદ્ર સરકારે અનિલ અંબાણીની કંપનીને ફાયદો પહોંચાડવા માટે સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને બદલે અનિલ અંબાણીને આ કૉન્ટ્રેક્ટ અપાવ્યો હતો. સરકાર આ આરોપોને નકારતી રહી છે.

શું કહ્યું ફ્રાન્સની સરકારે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ફ્રાંસ વચ્ચે રફાલ યુદ્ધ વિમાનના સોદા મામલે ફ્રાંસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના કથિત નિવેદનને પગલે હવે ફ્રાંસના વિદેશ મંત્રાલયે પણ નિવેદન જાહેર કર્યું છે.
આ નિવેદનમાં કહેવાયું છે કે, ફ્રાંસની સરકાર 'ભારતીય પાર્ટનરની પંસદગીમાં કોઈ પણ રીતે સામેલ નથી.'
નિવેદનમાં જણાવ્યા અનુસાર, "ફ્રાંસની સરકાર કોઈ પણ રીતે ભારતીય ઔદ્યોગિક પાર્ટનરોની પસંદગીમાં સામેલ નથી. આ પસંદગી ફ્રાંસની કંપનીઓએ કરવાની છે."
"ભારતની આ પ્રકારની કરાર સંબંધિત પ્રક્રિયા અનુસાર ફ્રાંસની કંપનીઓ પાસે તેમને યોગ્ય લાગે તે કંપની સાથે ડીલ કરવાની પૂરી સ્વતંત્રતા છે."
"એવા પ્રોજેક્ટ જે ભારતની કંપનીઓ સાથે મળીને પૂર્ણ કરવાના હોય તેને ભારત સરકાર સમક્ષ સંમતિ માટે રજૂ કરે."

વડા પ્રધાને ભારત સાથે દગો કર્યો : રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, @INC
ઓલાંદને ટાંકીને કરવામાં આવેલો આ દાવો ભારતના રાજકારણમાં વિવાદોને વધારી શકે છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કર્યો છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "બંધ દરવાજા પાછળ વાતચીત કરીને વડા પ્રધાને પોતે રફાલ કરારને બદલ્યો. ફ્રાંસ્વા ઓલાંદનો આભાર. હવે અમે જાણીએ છીએ કે, ખુદ મોદીએ અબજો ડૉલર્સનો આ સોદો દેવાળિયા અનિલ અંબાણીને અપાવ્યો. વડા પ્રધાને ભારત સાથે દગો કર્યો છે. તેમણે આપણા સૈનિકોના લોહીનું અપમાન કર્યું છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ આ વિશે એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું, "કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સંસદમાં વડા પ્રધાન મોદીને તેમની સાથે નજર મિલાવીને સાચું બોલવાનું કહ્યું હતું. પરંતુ વડા પ્રધાને એમ નથી કર્યું. વડા પ્રધાન મોદીએ નજર બીજે ક્યાંક ફેરવી લીધી. એ અસત્યની પાછળ સંતાઈ ગયા. તેમણે પોતે જ જુઠ્ઠું ન બોલ્યું, પરંતુ રક્ષા મંત્રી, નાણાં મંત્રી અને કાયદા મંત્રી પાસે પણ જુઠ્ઠું બોલાવ્યું. વડા પ્રધાને પોતાના પરમ સ્નેહી મિત્રને આ સોદો અપાવ્યો, આ વાત હવે ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ પણ જાહેર કરી દીધી છે. હવે સત્ય સામે આવી ગયું છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચોકીદાર જ ગુનેગાર છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ફ્રેન્ચ મીડિયા અનુસાર ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે એક ઇન્ટરવ્યૂમાં ક્યું, "અમારી પાસે એમાં કંઈ જ કહેવાનો અધિકાર નહોતો. ભારત સરકારે આ કંપનીનું નામ મૂક્યું અને દસોએ અંબાણીની કંપની સાથે વાતચીત કરી. અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. અમે એને જ ભાગીદાર બનાવ્યા, જે અમને ભારત સરકાર તરફથી આપવામાં આવ્યું હતું."
વડા પ્રધાને નરેન્દ્ર મોદીએ 10 એપ્રિલ 2015 ના દિવસે તત્કાલીન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વ ઓલાંદ સાથે બેઠક કર્યા બાદ 36 રફાલ યુદ્ધ વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી.

રાહુલના આક્ષેપ અંગે સરકારનો જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને કહ્યું, "ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું છે કે રફાલ સોદામાં અંબાણીની કંપનીને પસંદ કરવા પાછળ એમની કોઈ ભૂમિકા નહોતી."
"એટલે તેઓ કહી રહ્યા છે કે અનિલ અંબાણીને હજારો કરોડ રૂપિયાનો કૉન્ટ્રાક્ટ નરેન્દ્ર મોદીના કહેવા પર આપ્યો હતો. એટલે કે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ભારતના વડા પ્રધાનને ચોર કહી રહ્યા છે."

જોકે રાહુલ ગાંધીના નિવેદન બાદ કેન્દ્રિય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પણપ્રેસ કૉન્ફર્ન્સ યોજી હતી. તેમણે રાહુલ ગાંધી 'અસમર્થ નેતા' કહ્યા હતા.
તેમણે કહ્યું, "આજ સુધી આવી ટિપ્પણી વડા પ્રધાન વિરુદ્ધ કોઈએ કરી નથી. તેમના(રાહુલ ગાંધી)માં કોઈ આવડત નથી માત્ર પરિવારના કારણે ત્યાં બેઠા છે."
રાહુલ ગાંધી પર પ્રતિઆક્ષેપ કરતાં કહ્યું, "એક એવી વ્યક્તિ જે ભ્રષ્ટાચાર, જમીનની લૂંટ જેવા મામલે નેશનલ હેરાલ્ડ કેસમાં પોતાના માતા સાથે ચાર્જશીટેડ, તેમની પાસે અપેક્ષા રાખવી વ્યર્થ છે."
"જે પોતાના બનેવીના સરકારી જમીન લૂંટવાના મામલા અંગે ચૂપ રહે છે, જેના આખા પરિવારે બોફોર્સમાં લાંચ લઈને ભ્રષ્ટાચારની હદ વટાવી હતી, એમની પાસે શું આશા રાખી શકાય?"

શું કહે છે રાજકીય નેતાઓ?
ડાબેરી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું, “આ મોટા સમાચાર છે. ઓલાંદના નિવેદને મોદી સરકારના એ જુઠ્ઠાણાંને ખુલ્લું પાડી દીધું છે કે રિલાયન્સ ડિફેંસની પસંદગી દસોએ કરી હતી. રફાલ કૌભાંડ સ્વતંત્ર ભારતનું નોટબંધી પછીનું બીજું સૌથી મોટું કૌભાંડ છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કર્યું, “મોદીજીએ માત્ર એક ઉદ્યોગ ગૃહની તરફેણ કરવા જે રીતે તેમની સમગ્ર કેબિનેટથી તથ્યો છૂપાવીને રફાલ સોદા વિશે ઉપજાવી કાઢેલી વાર્તાઓ ઘડી એ શરમજનક છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
તામિલનાડુમાં મુખ્ય વિરોધ પક્ષ દ્રવિડ મુન્નેત્ર કઝગમ (ડીએમકે)ના પ્રમુખ એમ કે સ્ટાલિને ટ્વીટ કરીને કહ્યું, “પીએમ મોદીએ પારદર્શી, ભ્રષ્ટાચારમુક્ત સરકારનું વચન આપ્યું હતું, પરંતુ ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદનો ઇન્ટરવ્યૂ દર્શાવે છે કે રફાલનો સોદો શંકાસ્પદ છે. વડા પ્રધાન ભારતના લોકોને જવાબ આપવા બંધાયેલા છે. સત્ય શોધવા માટે આ સોદાની પૂર્ણ રીતે તપાસ કરવાના આદેશ આપવા જોઈએ.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
કોંગેસ પક્ષના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું, “ફ્રાન્સની સરકારના યુરોપ અને વિદેશ બાબતોના મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન વાંચો. જેમાં કહેવામાં આવ્યું છે કે, દસોના ભાગીદાર તરીકે રિલાયન્સની પસંદગીમાં ફ્રાન્સની સરકારની કોઈ જ ભૂમિકા નથી. હવે બધી આંગળીઓ નરેન્દ્ર મોદી તરફ ચીંધાઈ રહી છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો