શું? ડોનાલ્ડ ટ્રમ્પને બ્રિટનના શાહી પરિવારના લગ્ન વિષે ખબર નથી!

ઇમેજ સ્રોત, EPA
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે બ્રિટનના શાહી પરિવારમાં યોજાનારા પ્રિન્સ હેરી અને મેગન માર્કલનાં શાહી લગ્ન વિષે કોઈ ખ્યાલ નથી, કારણ કે તેમને લગ્નમાં હાજર રહેવા માટે કોઈ આમંત્રણ નથી મળ્યું.
પૂછવામાં આવ્યું કે શું તેમને 19મેના લગ્ન માટે આમંત્રણ મળ્યું છે? તો જવાબમાં યુએસ પ્રમુખે કહ્યું, "મને ખબર નથી અથવા એ બાબતે હું અજાણ છું".
અમેરિકન અભિનેત્રી મેગન માર્કલ અમેરિકાના 2016 ની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટનના સમર્થક હતા.
મેગને ટ્રમ્પને "વિભાજનકારી" અને "વાંધાજનક" તરીકે સંબોધેલા છે.
આઇટીવી પર પિયર્સ મોર્ગનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પએ કહ્યું, "પ્રિન્સ હેરી અને મીસ માર્કલે 'એક સુંદર દંપતિ' તરીકે દેખાય છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ વિન્ડસર કૅસલ ખાતે લગ્નમાં હાજર રહેવા ઈચ્છે છે તો પ્રેસિડેન્ટે કહ્યું, "હું ઈચ્છું છું કે તેઓ ખુશ રહે, હું ખરેખર ઈચ્છું છું કે તેઓ ખુશ રહે."
"તેઓ (બંન્ને) એક સુંદર દંપતિ તરીકે દેખાય છે."
તમને આ પણ વાંચવું ગમશે
પ્રિન્સ હેરી અને મિસ માર્કલ વિન્ડસર કેસલ ખાતે આવેલા સેન્ટ જ્યોર્જ ચેપલમાં લગ્નગ્રંથિથી જોડાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે લગભગ 800 લોકો ધરાવે છે, જે વેસ્ટમિન્સસ્ટર એબીમાં ડ્યુક અને ડચીસ ઓફ કેમ્બ્રિજના લગ્ન કરતાં વધુ ઘનિષ્ઠ સેટિંગ બનાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












