હવે વાંચી લો પુસ્તક માત્ર ૧૫ મિનિટમાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, -----
- પદ, બીબીસી ટેક્નોલોજી
જેમ આજકાલ શોર્ટ ફિલ્મ્સનું ચલણ છે, તેમ હવે શોર્ટ વાંચન પણ જોર પકડી રહ્યું છે. સ્માર્ટફોન્સ પર બે એપ્લિકેશન્સ બ્લિન્કીસ્ટ અને લેકટોરામાસ ટૂંકા વાંચન માટે ધૂમ મચાવી રહી છે. આ એપ્સથી વાચક માત્ર ૧૫ મિનિટમાં કોઈપણ પુસ્તકનું સંક્ષિપ્ત વાંચન કરી શકે છે, તેવું એપ્સ વિકસાવનારાં કહે છે.
બ્લિન્કીસ્ટના સહ સંસ્થાપક નિકાલાસ જેનસેનએ બીબીસીને કહ્યું, “જ્યારે અમે કૉલેજ પૂરી કરીને કરવાનું શરૂ કર્યું. ત્યારે અમારી મુશ્કેલી એ હતી કે અમારી પાસે વાંચવા અને સતત શીખતાં રહેવા માટે પૂરતો સમય ન રહેતો. અમને સમજાયું કે અમે અને અમારી આસપાસનાં લોકો સ્માર્ટફોન્સ પર વધુ અને વધુ સમય વાંચન કરતા હતાં. તેથી અમે વિચાર્યું કે અમે સેલ ફોન પર પુસ્તકોનું વાંચન કેવી રીતે આપી શકીએ.”
આ રીતે બ્લિન્કીસ્ટનો જન્મ થયો. આ એક મફત મોબાઇલ એપ્લિકેશન છે.આ રીતે બ્લિન્કીસ્ટ ૧૮ જુદા જુદા સાર ધરાવતાં બે હજારથી વધું પુસ્તકોની સૂચિ આપે છે. પુસ્તકનો આ સાર તમે ૧૫ મિનિટમાં વાંચી શકો છો.

ઇમેજ સ્રોત, BLINKLIST
આ એપ્લિકેશન 2012 માં બર્લિન, જર્મનીમાં બનાવવામાં આવી હતી. હાલ વિશ્વમાં આ એપનો એક મિલિયનથી (દસ લાખથી) વધુ લોકો ઉપયોગ કરે છે.
જેનસેને કહ્યું, “કેટલાંક પુસ્તકોનો સારાંશ આપવો ખૂબ મુશ્કેલ છે. અમારા પ્રોગ્રામમાં એ ફિટ નથી થતું.” પરંતુ આ એપ દ્વારા તમે એક પેજને ફાળવેલા બ્લિન્ક્સની શ્રેણીમાં પુસ્તકો “વાંચી” શકાય છે. આ ઉપરાંત ચુકવણી આધારિત સાઉન્ડ વર્ઝન્સ પણ ઉપલબ્ધ છે. જે કાર ચલાવતી વખતે અથવા બસમાં મૂસાફરી કરતી વખતે સાંભળી શકાય છે. બ્લિન્કીસ્ટ પર બધા બિન-સાહિત્યનાં પુસ્તકો છે અને તે અંગ્રેજી અને જર્મન એમ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે.
લેકટોરામાસ એ સ્પેનિશ ભાષામાં ઉપલબ્ધ એપ છે. તે જુલાઈ ૨૦૧૬માં બિયુનો એરીસ ખાતે બનાવવામાં આવી હતી. આ મોબાઈલ એપ પણ વાંચકોને અંદાજે ૧૫ મિનિટમાં નૉન-ફિકશન પુસ્તકો વાંચવા અથવા સાંભળવાની સુવિધા આપે છે.
કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર રામીરો ફર્નાન્ડીઝે કયું, “કોઈપણ વ્યકિત જેને વ્યાવસાયિક કારણોસર ચોક્કસ મુદ્દા વિશે કંઈક વાંચવાની જરૂર છે, અને તેની પાસે સમય નથી, તો તે અમારા સંભવિત પ્રેક્ષકગણનો એક ભાગ છે.”

ઇમેજ સ્રોત, JEFFREY COOLIDGE/GETTY IMAGES
ફર્નાન્ડીઝે એમ પણ જણાવ્યું કે આ સાધન એવા લોકો માટે ઉપયોગી છે, જે સંપૂર્ણ પુસ્તક વાંચવા કે નહીં તે મુદ્દે સ્પષ્ટ નથી હોતા. આ ઉપરાંત વ્યવસાયિક ક્ષેત્રના લોકો પણ અમારા સંભવિત ગ્રાહકો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કંપનીના સહ-સ્થાપક એફેડિગો જોલોડેન્કોને કહ્યું, “લેકટોરામાસ તે ઉદ્યોગસાહસિકો માટે એક ખૂબ જ રસપ્રદ સેવા છે. ખાસ કરીને આ એ ઉદ્યોગસાહસિકો માટે છે જે ઈચ્છે છે કે તેમના કર્મચારીઓ શનિ-રવીની રજાઓમાં ચોક્કસ પ્રકારના પુસ્તકો વાંચે. અમારી એપ આ પરિસ્થિતિ માટેનો ઉત્તમ ઉકેલ છે.”
લેકટોરામાસ પર ઇતિહાસ, અર્થતંત્ર, જીવનચરિત્રો, સ્વાસ્થ્ય અને સ્વાવલંબનના વિષયો પરના અઢળક પુસ્તકો ઉપલબ્ધ છે.
લેકટોરામાસના ડેટાબેઝમાં હાલમાં ૧૦૦થી વધુ શીર્ષકો છે. તે દર મહિને ૨૫ નવા શીર્ષકો ઉમેરવાનાં લક્ષ્ય સાથે કામ કરે છે. તે વિશ્વના તમામ સ્પેનિશ બોલનારા વાંચકોને આ સેવા દ્વારા આવરી લેવા માંગે છે.
ટીકાકારો
પુસ્તકોના સંક્ષિપ્તિકરણનો આ વિચાર ભલે સ્માર્ટફોન્સ પર વેગ પકડી રહ્યો હોય, પરંતુ આ પુસ્તકોનું સારાંશ ૧૫ મિનિટમાં પીરસવા ના ખ્યાલમાં ઘણી ખામીઓ સમાયેલી છે.
સૌપ્રથમ તો સારાંશ કે સંક્ષિપ્ત વાંચન સમગ્ર પુસ્તકની જગ્યા લઇ શકતું નથી.

ઇમેજ સ્રોત, Getty Images
વધુમાં, ઘણા લોકો ચિંતિત છે કે આ પ્રકારની સેવાથી ઓછા બુદ્ધિશાળી અને આળસુ લોકોનો સમાજમાં ફેલાવો વધશે, જે ટેક્નોલોજી આધારિત હશે. આ સ્વસ્થ સમાજ માટેની નિશાની નથી.
અંગ્રેજી અખબાર ધી ગાર્ડિયનની કોલમમાં પત્રકાર ડિયાન શિપ્લીને પૂછયું હતું કે, “શું આપણે વાત કરીએ છીએ કે વાંચીએ છીએ?” પ્રારંભિક “ડર” પછી તેને સમજાયું કે, આ પ્રકારનાં એપ્લિકેશન્સ સારો વિચાર હોઈ શકે, છતાં “નવલકથાઓ”ને આવી એપ્સના પ્લેટફોર્મ પર લઇ આવવી શક્ય નથી.
અમેરિકન પત્રકાર એટલાન્ટિક ઓલ્ગા ખઝાને લખે છે, બ્લિંકલિસ્ટનાં દરેક વિભાગમાં મૂકવામાં આવતાં “છેલ્લાં સદેશા” “ખૂબ અસ્પષ્ટ અને બહુ ટૂંકા હોય છે.”
પરંતુ બ્લિંકિસ્ટ સહ સ્થાપક હોલ્ગર સીઇમ કહે છે, "અમે સંપૂર્ણ પુસ્તકોના વાંચનને નષ્ટ નથી કરી રહ્યા." તેઓ વધુમાં સમજાવે છે કે, “અમે લોકોને વધુને વધુ પુસ્તકો સાથે મેળાપ કરાવીએ છીએ, જે સામાન્ય રીતે તેઓ શોધતા નથી.”












