કર્ણાટકની હૉસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 12 દર્દીઓનાં મૃત્યુ, તપાસનો આદેશ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બેંગલુરુથી, બીબીસી હિન્દી માટે
કર્ણાટકના ચામારાજાનગર જિલ્લાની એક હૉસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે ઓછામાં ઓછા 12 કોરોના સંક્રમિત દર્દીઓનાં મૃત્યુ થયાં છે અને સરકારે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે.
ચામારાજાનગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના ડૉક્ટરના તમામ પ્રયાસો છતાં દર્દીઓના ઓક્સિજન લેવલ સમાન્ય કરવામાં સફળતા ન મળી, અને તેમનાં મૃત્યુ થઈ ગયાં.
મેડિકલ કૉલેજના ડીન ડૉક્ટર જી. એમ. સંજીવે બીબીસીને જણાવ્યું કે "રાત્રે 12થી 2 વાગ્યા વચ્ચે ઓક્સિજનનું પ્રૅશર ઓછું થવા લાગ્યું."
"122 દર્દીઓમાંથી 12 એવા હતા કે જે કોઈને કોઈ અન્ય ગંભીર બીમારીઓથી પીડિત હતા."
"અમે પ્રૅશર વધારવા માટેના અનેક પ્રયાસો કર્યા પણ આજ સવાર સુધીની સ્થિતિ પ્રમાણે અમે 12 દર્દીઓને બચાવી નથી શક્યા."
ડૉક્ટર સંજીવે જણાવ્યું કે ઓક્સિજનનું પ્રૅશર ઘટી ગયું અટલે ઓક્સિજનનો સપ્લાય રોકાઈ ગયો હતો.
તેમણે કહ્યું, "દર 15 મિનિટે અમને 10 ઓક્સિજન સિલિન્ડરની જરૂર હોય છે, પણ અમને ઓક્સિજન મળવામાં વિલંબ થયો અને રાત્રે 12 વાગ્યાથી બે વાગ્યા વચ્ચે ઓક્સિજન લેવલ ઘટી ગયું."
"ઓક્સિજન પહોંચવામાં વિલંબ લૉજિસ્ટિકના કારણે થયો, અમને ઓક્સિજન મૈસુરસ્થિત પ્લાન્ટમાંથી મળે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમને કુલ 200 સિલિન્ડર મળ્યા છે, 50 સિલિન્ડર હજી સ્ટૉકમાં છે અને કેટલાક નવા સિલિન્ડર આવવાના છે."
આ તમામ દર્દી વૅન્ટિલેટર પર હતા.
આ સિવાય અન્ય 11 દર્દીઓ પણ હતા, જેમનાં હૉસ્પિટલમાં મૃત્યુ થઈ ગયાં હતાં.
જોકે આ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર નહોતા અને તેમનાં મૃત્યુનાં કારણ અલગ હોવાનું હૉસ્પિટલ જણાવે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












