RBI FSR : આ રીતે સરકારી બૅન્કોમાં 'અચ્છે દિન'ની મંદી હજી લાંબી ચાલશે

નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દર વર્ષે જૂન અને ડિસેમ્બર મહિનામાં ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ (FSR) બહાર પાડે છે. દેશના અર્થતંત્રનું આ બૅરોમિટર છે એમ કહીએ તો ચાલે.

હમણાં જ જાહેર થયેલ આ અહેવાલ મુજબ બૅન્કિંગ સૅક્ટરનાં શંકાસ્પદ લેણાં આવનાર નવ મહિનામાં વધવાની સંભાવના છે.

છેલ્લી ઉપલબ્ધ વિગતો મુજબ આપણી બૅન્કોનું એનપીએ (નૉન પર્ફૉમિંગ ઍસેટ્સ) અત્યારે 9.3 ટકા છે.

બૅન્કોના આવા શંકાસ્પદ લેણાં વધવાના કારણમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના મત મુજબ મહદઅંશે અત્યારે ચાલી રહેલી મંદીને પરિણામે ધીમો અને નીચો ક્રૅડિટ ગ્રોથ અને નિર્ધારિત લક્ષ્યાંકમાં આ કારણથી થતો ઘટાડો (Slippages) જવાબદાર છે.

કેટલાંક મધ્યમકદનાં એકમો દ્વારા તેમની શાખ માટેની લાયકાત પ્રસ્થાપિત કરવા માટે ક્યાંક થોડાં વધારે બતાવેલા ક્રૅડિટ રેટિંગનો આશરો લેવામાં આવ્યો છે એવું જણાવ્યું છે.

રિઝર્વ બૅન્કના આ અહેવાલમાં એક રસપ્રદ કારણ એવું પણ કાઢવામાં આવ્યું છે કે મોટા મોટા કૉર્પોરેટગૃહો પાસે ચિક્કાર પૈસો છે અને એ કારણથી તેઓ લોન લેવા તૈયાર નથી.

આમ થવાને પરિણામે બૅન્કો દ્વારા આપવામાં આવતી લોનના વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે અને સપ્ટેમ્બર 2019ના રોજ પૂરા થયેલા વર્ષમાં આ વૃદ્ધિદર 8.7 ટકાનો રહેવા પામ્યો છે.

'નાણા બૅન્કમાં થોડા વધુ સલામત બન્યા'

એટીએમ

જોકે, આજ વૃદ્ધિદર ખાનગી બૅન્કોના કિસ્સામાં 16.5 ટકા રહેવા પામ્યો છે જે ખાનગી અને જાહેર ક્ષેત્રની બૅન્કો વચ્ચેની સરખામણી અને ખાનગી બૅન્કો પોતાની વૃદ્ધિ માટે કેવો આક્રમક અભિગમ અપનાવે છે તેની ચાડી ખાય છે.

બીજી એક ધ્યાન ખેંચે તેવી બાબત ભારતીય બૅન્કોનો ક્રૅડિટ એડિક્વેસી રેશિયો વધીને સપ્ટેમ્બર 2019માં 15.1 ટકા થયો તે છે.

આ ઘટના જાહેર ક્ષેત્રની બૅન્કોનું રિ-કૅપિટલાઇઝેશન કરવામાં આવ્યું હોવાનું પરિણામ છે.

આજ રીતે PCR એટલે કે પ્રોવિઝનલ કવરેજ રેશિયો જે બૅન્કો દ્વારા તેમના લેણાં સામે રાખવામાં આવે છે તે 2018ના સપ્ટેમ્બરમાં 60.5 ટકા હતો તે વધીને સપ્ટેમ્બર 2019માં 61.5 ટકા થયો છે.

આ જાહેર ક્ષેત્રની બૅન્કોની Resilience(રેજીલિયન્સ) એટલે કે સ્થિતિસ્થાપકતા વધી છે તેમ દર્શાવે છે. આને કારણે થાપણદારનાં નાણા બૅન્કમાં થોડા વધુ સલામત બન્યા છે.

સપ્ટેમ્બર 2020માં સીવિયર સ્ટ્રેસ એટલે કે અત્યંત ખરાબ સ્થિતિમાં હોય તેવી લોન બધી બૅન્કોની થઈને ગ્રોસ નેશનલ એનપીએના 5 ટકા થશે.

આજ આંકડો જાહેર ક્ષેત્રની બૅન્કો માટે 13.5 ટકા, ખાનગી ક્ષેત્રની બૅન્કો માટે 5.4 ટકા અને વિદેશી બૅન્કો માટે 4.2 ટકા રહેશે એવું ભારતીય રિઝર્વ બેંક દ્વારા સપ્ટેમ્બર 2020 માટે અંદાજિત કરવામાં આવ્યું છે.

line

એનપીએ વધવાનું કારણ શું?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આનો અર્થ એવો થાય કે મહદઅંશે રાજકીય હસ્તક્ષેપ અથવા રાજકીય કારણોસર જાહેર ક્ષેત્રની બૅન્કોને એવી લોન આપવા માટે મજબૂર થવું પડે છે કે જેમાં નાણા પરત આવવાની શક્યતાઓ ઘણી ઓછી હોય.

બીજું કારણ કદાચ જાહેર ક્ષેત્રની બૅન્કોની કાર્યક્ષમતા (efficiency) ઓછી હોવાનું અને ત્યારબાદના કારણોમાં પ્રમાણમાં સ્ટાફનું ભારણ વધારે હોવાનું અને આ માનવબળની ઉત્પાદકતા ખાનગી કે વિદેશી બૅન્કના સ્ટાફની સરખામણીમાં ઓછી હોય તેમ બની શકે.

જાહેર ક્ષેત્રની બૅન્કોના શંકાસ્પદ લેણાં વધારવામાં કયું પરિબળ કેટલું અસરકારક છે તેનો વિગતવાર અભ્યાસ કરીએ તો જ સમજણ પડે.

રાષ્ટ્રીયકૃત બૅન્કો પાસેથી નેશનલાઈઝેશન વખતે જે અપેક્ષા હતી અને ત્યારબાદ રાજકીય હેતુપૂર્તિ માટે કેટલીક ચોક્કસ કામગીરીઓ અને મુદ્રા લોન જેવા પ્રોજેક્ટ હાથ ધરવા માટે તેમજ સામાજિક જવાબદારીના ભાગરૂપે અગ્રિમતા ધરાવતા ક્ષેત્રોમાં ધિરાણ કરવા માટે જે ફરજ પાડવામાં આવે છે તેવી વાત પણ છે.

આને ધ્યાને લઇને જાહેર ક્ષેત્રની બેંકો ખાનગી અને વિદેશી બેંકોની સરખામણીમાં નબળી કાર્યદક્ષતા અને મૅનેજમૅન્ટ ધરાવે છે એવું ન કહીએ તો પણ રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાના અહેવાલમાં જે હકીકતો છે તે કોઈને પણ આવું તારણ કાઢવા માટે પ્રેરે તે સ્વાભાવિક છે.

આ બધાં કારણોને લઈને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં બધી જ બૅન્કો ભેગી કરતાં ઊભી થતી ગ્રોસ નૉન પર્ફૉમિંગ ઍસેટ્સની ટકાવારી, જે સપ્ટેમ્બર 2019 માં 9.3 ટકા હતી તે વધીને સપ્ટેમ્બર 2020માં 9.9 ટકા થવાની શક્યતા છે.

line

અન્ય પરિબળો

બે હજાર રૂપિયાની નોટ

ઇમેજ સ્રોત, PTI

અન્ય પરિબળોની સાથોસાથ બૅન્કો દ્વારા આપવામાં આવી રહેલ નાણાંકીય સહાયનો વિકાસ દર ઘટતો હોવાનું પણ કારણ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના FSR (ફિસકલ સ્ટેબિલિટી રિપોર્ટ)માં નોંધવામાં આવ્યું છે.

આ પ્રમાણે જાહેર ક્ષેત્રની બૅન્કોના કુલ GNPA (ગ્રોસ નૉન પર્ફૉમિંગ ઍસેટ્સ) સપ્ટેમ્બર 2019ના 12.7 ટકાની સામે સપ્ટેમ્બર 2020માં 13.2 ટકા થશે.

આજ સમયગાળા દરમિયાન ખાનગી બૅન્કોના ગ્રોસ એનપીએ 3.9 ટકાથી વધીને 4.2 ટકા અને વિદેશી બૅન્કોના કિસ્સામાં 2.9 ટકાથી વધીને 3.1 ટકા થશે.

શકાસ્પદ લેણાં સામે રિઝર્વ બૅન્કની સૂચના મુજબ દરેક બૅન્ક પોતાનો નફો દર્શાવતા પહેલાં એમાંથી જોગવાઈ કરે છે.

ગ્રોસ એનપીએમાંથી આ જોગવાઈઓને બાદ કરીએ તો NNPA એટલે કે નેટ નૉન પર્ફૉમિંગ ઍસેટ્સ બાકી રહે જેની ટકાવારી ચાલુ સાલે બૅન્કો દ્વારા વધારાની જોગવાઈઓ કરવાને કારણે સપ્ટેમ્બર 2019માં માત્ર 3.7 ટકા રહેવા પામી હતી. ખાસ કરીને ખેતી અને સેવાકીય ક્ષેત્રના ધિરાણોના કિસ્સામાં તેમની સામે તારણમાં મૂકવામાં આવતી અસ્ક્યામતો હલકી ગુણવત્તાની હોવાને કારણે કૃષિ અને સહકાર ક્ષેત્રની ગ્રોસ એનપીએની ટકાવારી અગાઉના વર્ષના 8 ટકાથી વધીને 10.1 ટકા થઈ.

મોટા ધિરાણો ઘટ્યા

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

મોટા ધિરાણોનાં કિસ્સામાં ૧૦૦ કરોડથી ૫૦૦૦ કરોડ સુધીના ધિરાણની અગાઉ ટકાવારી 53 ટકા હતી જે ઘટીને 51.8 ટકા થવા પામી છે.

આમ મોટું ધિરાણ લેનારાઓનો અગાઉ બેન્કના ગ્રોસ એનપીએમાં 82.2 ટકા ફાળો હતો એ ઘટીને 79.3 ટકા થયો.

રિપોર્ટમાં આપેલ હકીકતો એવો નિર્દેશ કરે છે કે 100 મોટા ધિરાણ લેનારાઓને બૅન્કો દ્વારા આપવામાં આવેલ ધિરાણ, કુલ ધિરાણમાંથી 16.4 ટકા હતું અને તે સામે ગ્રોસ એનપીએ પણ 16.3 ટકા હતું.

રિઝર્વ બૅન્ક દ્વારા સપ્ટેમ્બર 2019 સુધીના છ માસિક ગાળા માટે જે વિગતો ફાયનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ થકી બહાર આવી છે તે મુજબ દેશની બૅન્કો ખાસ કરીને જાહેર ક્ષેત્રની બૅન્કો દ્વારા આપવામાં આવેલ ધિરાણમાં હજુ પણ ખરાબ ધિરાણ(Bad Loans)ની ટકાવારીમાં વધારો થશે અને એટલે બૅન્કો માટે આવનાર સમય પણ અચ્છે દિન નહીં હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો