MLA ભાઈ બહેનને જાહેરમાં લાત મારે અને બહેન રાખડી બાંધી માફ કરે -શું સરકારે માફ કરી દેવા જોઈએ?

નીતુ તેજવાણી

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, મુદિતા વિદ્રોહી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદની નરોડા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી ધોળા દિવસે ભર બજારમાં એક સ્ત્રીને આક્રમક રીતે લાતો વડે માર મારે છે એનો વીડિયો વાઇરલ થયો છે.

આ વીડિયોમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી એન.સી.પી.ના કુબેરનગર(અમદાવાદ)વોર્ડના વડા નેતા નીતુ તેજવાણીને ક્રૂરતાપૂર્વક મારતા દેખાય છે.

નીતુ તેજવાણી અને બહેનો તેમનાં વિસ્તારમાં પાણીની સમસ્યા મુદ્દે ધારાસભ્યની ઓફિસ સામે રવિવારે સવારે દેખાવો કરી રહ્યાં હતાં.

કુબેરનગર વિસ્તારમાં છેલ્લા આઠ દિવસ દરમિયાન 15થી 20 નાની ફેકટરીઓનું પાણીનું જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું.

આને લીધે ફેક્ટરીનું તો કામ અટકી જ રહ્યું હતું પણ એનો ભોગ તેમાં કામ કરનાર 50થી 60 મજૂરો બન્યાં હતાં, કેમ કે પીવાનાં પાણી માટે તેઓ આના પર જ આશ્રિત હતાં.

આટલી વિકરાળ ગરમીમાં જ્યારે સરકાર વધારે પ્રવાહી લેવાની સલાહ આપે છે, ત્યારે પાણીનું કનેક્શન કાપી દેવાતાં આ મજૂરો પર મોટી આફત આવી પડી હતી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ધારાસભ્યની પહેલાં એમનાં કૉર્પોરેટર ભાઈની મારપીટ

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

પાણીની પાઇપલાઇન કાપી નાખવાની ઘટના બની રહી હતી, ત્યારે નીતુ તેજવાણી સ્થાનિક કૉર્પોરેટર અને ભાજપના ધારાસભ્ય બલરામ થવાનીના ભાઈ કિશોર થાવાણી પાસે ગયાં.

એમણે ધારાસભ્યના ભાઈને વિનંતી કરી કે "આ બાબતે જે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય તે મેં ચાલુ કરાવી દીધી છે, તમે બે દિવસ માટે પાણી ન કાપશો."

જોકે, તેમણે નીતુ તેજવાણીની કોઈ વાત ન સાંભળી અને હાથથી પકડીને તેમને ધક્કો મારી દીધો.

આ ઘટના બની ત્યારે નીતુ તેજવાણીએ તેમના પતિને વિનંતી કરી કે એક કૉર્પોરેટર હોવા છતાં તેઓ મહિલા પર હાથ ઉપાડે છે તો એમનો વીડિયો ઉતારો.

નીતુ તેજવાણીના પતિએ વીડિયો ઉતારતા ધારાસભ્યના ભાઈ કિશોર થાવાણીએ એમની સાથે મારપીટ કરી.

નીતુ તેજવાણી કહે છે કે, "તેમણે મારા પતિ ઉપર પણ હાથ ઉપાડ્યો. આ બધી ઘટનાનો વીડિયો લેવાયો અને અમે માર ખાઈને પાછા આવી ગયા."

"આ વીડિયો અમે વાઇરલ કર્યો અને પોલીસમાં તેમની સામે ફરિયાદ નોંધાવવા ગયા, પરંતુ પોલીસ તરફથી તેમની સામે કોઈ પગલાં લેવાયા નહોતાં."

ત્યારબાદ વિસ્તારની કેટલીક રવિવારે નીતુ તેજવાણી પાસે આવી. એમણે ફરિયાદ કરી કે "દીદી, અમારે ત્યાં ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે."

"જેમનું પાણીનું જોડાણ કાપી દેવામાં આવ્યું હતું એ લોકો પણ એમની સાથે હતાં. એમણે પણ નીતુ તેજવાણીને ફરિયાદ કરી કે "અમે પાણી વગર કેવી રીતે રહીએ?"

લાઇન
લાઇન

ફરી ધારાસભ્યની ઓફિસ પર મારપીટ

બલરામ થાવાણીની તસવરી

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ત્યારબાદ નીતુ તેજવાણી અને બહેનો ધારાસભ્યની ઓફિસ પર રજૂઆત કરવા ગયાં.

નીતુ તેજવાણી કહે છે કે "મારે ધારાસભ્ય બલરામ થવાણીને કહેવું હતું કે તમારા ભાઈ કૉર્પોરેટર છે અને અમારી સમસ્યાઓને નથી સમજી રહ્યા. એટલું જ નહીં મારે, તેમને ફરિયાદ પણ કરવી હતી કે કિશોર થાવાણીએ મારી અને મારા પતિ ઉપર હાથ ઉપાડ્યો છે."

"મારે એમને એ પણ કહેવું હતું કે પાણીનો પ્રશ્ન ઉકેલવાનું કામ તમારું છે તેથી તમે તરત આ મુદ્દા તરફ ધ્યાન આપો."

જોકે, નીતુ તેજવાણી અને અન્ય બહેનો ધારાસભ્યની ઓફિસ પહોંચ્યાં ત્યારે ત્યાં ન તો બલરામ થાવાણી હતા કે ન તો એમના ભાઈ કિશોર થાવાણી. ઓફિસ પર કેટલાક લોકો હાજર હતા.

નીતુ તેજવાણી કહે છે કે, "મને જોતાં જ એ લોકોએ મને ગાળાગાળી કરવાનું ચાલુ કરી દીધું. એ લોકોએ મારી સામે ગંદા ઈશારા કરવાનું ચાલુ કર્યું."

"આ જોઈને મેં કહ્યું 'કિશોર થવાણી હાય હાય.' મારી સાથે આવેલી બધી સ્ત્રીઓએ પણ કીધું કિશોર થાવાણી હાય હાય."

જોકે, આ 'હાય, હાય' લાંબી ચાલે તે પહેલા જ ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી ગાડીમાં આવ્યા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

નીતુ તેજવાણી કહે છે કે "ગાડીમાંથી ઉતરતા વેંત તરત જ મીડિયાવાળા ઉભા હતા તેમનાં કૅમેરા નીચે ફેંકી દીધા અને પછી હું ઉભી હતી ત્યાં આવ્યાં. તેમણે મારા હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી લીધો અને મને ખૂબ જોરથી થપ્પડ મારી નીચે પાડી દીધી."

"નીચે પાડી દીધા પછી તેમણે મારા મોં પર જોરથી લાત મારી. મારા પેટ પર લાતો મારી અને પછી અંદરથી ડંડા કાઢી મને મારવા આવતા જ હતા ત્યાં મારા પતિએ દૂરથી જોયું કે મારી પત્ની માર ખાઈ રહી છે અને મને બચાવવા આવ્યા."

"મારા પતિએ બલરામ થાવાણીને પાછળથી પકડીને પૂછ્યું કે મારી પત્નીને કેમ મારો છો? તેવામાં આઠ દસ લોકોએ આવીને એમના ઉપર હુમલો કર્યો."

"એમને હૉકી અને ડંડા વડે ખુબ માર માર્યો. મારી સાથે જે બહેનો વિરોધ કરવા આવી હતી તેમને પણ થાવાણીના માણસોએ માર માર્યો."

નીતુ બેનની વાત સામે બલરામ થાવાણીએ મીડિયાને કહ્યું કે, "પહેલાં તેમની ઉપર ઓફિસમાં હુમલો થયો હતો અને તેથી 'સ્વ-બચાવ'માં તેમણે આ કૃત્ય કરવું પડ્યું છે."

"તેમને આગળ એમ જણાવ્યું કે મહિલાને અકસ્માતે ઈજા થઈ છે."

લાઇન
લાઇન

જોશમાં મિસ્ટેક થ ગઈ

નીતુ તેજવાણીનાં માથા પર હાથ મૂકતા બલરામ થાવાણી

ઇમેજ સ્રોત, ANI

જોકે, ઓફિસમાં હુમલો થયો છે કે પાણીની રજૂઆત કરવા આવેલી બહેનોને કારણે અવ્યવસ્થા ઉભી થઈ રહી છે એવી કોઈ જાણકારી એમણે પોલીસને આપી હોય એવાં કોઈ સમાચાર જોવાં મળ્યા નથી.

ધારાસભ્ય બલરામ થાવાણીએ મીડિયાને જણાવ્યું કે, "મારાથી આ અજાણ્યામાં અને જોશમાં થઈ ગયું છે. મને પાર્ટીએ પણ ઠપકો આપ્યો છે પણ આ મારાથી જોશમાં મિસ્ટેક થઈ છે. ત્યાં લેડીઝ છે કે જેન્ટ્સ એ મને દેખાયું નહીં."

અલબત્ત, તેમનાં કૉર્પોરેટર ભાઈ પાણીના જોડાણો કાપી આવ્યા છે અને બહેનો સાથે અગાઉ જીભાજોડી થઈ છે કે નીતુ તેજવાણીના કહેવા મુજબ તેમને અને તેમનાં પતિને માર માર્યો છે એ વાતથી કદાચ તેઓ સાવ અજાણ જ હશે.

કૉંગ્રેસ પાર્ટીએ ભાજપ પાસેથી માફી માંગવાની માગણી કરી. કૉંગ્રેસ પાર્ટીના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે કહ્યું છે કે, "વાઇરલ થયેલો આ વીડિયો ખુબ જ દુખદ છે અને તેની કડકમાં કડક શબ્દોમાં ટીકા થવી જોઈએ."

"પીડિતા બહેનને ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓથી રક્ષણ અપાવું જોઈએ. ભાજપે પોતે પોતાના ધારાસભ્ય સામે કડક પગલાં લેવા જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. મુખ્યમંત્રીએ નેતા તરીકે આ આખી ઘટના માટે માફી માંગવી જોઈએ."

નીતુ તેજવાણીએ બીબીસીના સંવાદદાતાને જણાવ્યું કે, "ભાજપના રાજમાં મહિલાઓની સુરક્ષા ક્યાં છે? તેમના પોતાના કાઉન્સિલર અને ધારાસભ્ય પોતે બહેનો પર આવી બેરહેમીથી હાથ ઉપાડે છે, ગંદી ગાળો આપે છે."

line

માફી અને રાખડી

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

છેવટે સમગ્ર મામલાને થાળે પાડવા માટે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ નીતુ તેજવાણી પાસે માફી માગી લીધી છે.

શરૂઆતમાં નીતુ તેજવાણીએ જણાવ્યું હતું કે તેઓ બલરામ થાવાણી અને તેમના ભાઈ કિશોર થાવાણીને માફ નહીં કરે તેમ છતાં તેમને બલરામ થવાણીની માફી સ્વીકારી લીધી અને એમને ભાઈમાની રાખડી બાંધી સમાધાન કરી લીધું છે.

ગુજરાતના અખબારોએ સમાજના દબાણને લીધે અથવા તો અમુક લાખમાં સમાધાન થયું હોવાનું જણાવ્યું.

બંધ બારણે થયેલી બેઠકમાં સમાધાન કેવી રીતે થયું એ તો કોણ કહી શકે એટલે સ્વાભાવિક જ એ બધી ધારણાઓ ગણાય.

પરંતુ આ ધારણાઓ સિવાય અંતિમ સત્ય એ કે એક સ્ત્રીએ એક નહીં પણ બે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હાથે સરાજાહેર માર ખાધો, ગાળો ખાધી, અપમાન વેઠ્યું અને આખરે શરણાગતિ સ્વીકારી પોતાના પર હુમલો કરનારને જ હાથે રાખડી બાંધી સમાધાન કર્યું.

જ્યારે મહિલાએ માર ખાધો ત્યારે ન તો સમાજ બચાવવા આવ્યો કે ન તો માર ખાધા પછી સરકાર કે તંત્ર તેની પડખે ન રહ્યાં.

સરકાર તો દૂર મહિલા પંચ નામની સંસ્થા પણ હરકતમાં હજી સુધી આવી નથી.

બલરામ થાવાણીને શો-કોઝ નોટિસ

ઇમેજ સ્રોત, BJP

આખી ઘટના બાબતે દેશભરમાં ફેલાયેલા રોષ જોઇને ભાજપના ગુજરાત યુનિટે બલરામ થાવાણીને શો-કોઝ નોટિસ મોકલી છે.

જ્યારે ધોળા દિવસે મહિલા સાથે મારપીટનો દર્શક આખો દેશ બન્યો હોય ત્યારે આ કારણદર્શક નોટિસનો અર્થ તો હવે ધારાસભ્ય જવાબ આપે ત્યારે જ સમજાઈ શકે.

આ દરમિયાન એન.સી.પી.ના નેતા જયંત બોસ્કીએ ધારાસભ્યને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવાની અને ભાજપમાંથી બરતરફ કરવાની માંગણી કરી છે.

બલરામ થાવાણી

ઇમેજ સ્રોત, ANI

ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે મુખ્યમંત્રી તરફથી હજી સુધી આ મુદ્દે એક શબ્દ પણ ઉચ્ચારવામાં આવ્યો નહીં અને મૌન સેવવામાં આવ્યું છે.

ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ અખા પ્રસંગને 'શરમજનક' ગણાવ્યો છે અને પાર્ટી તરફથી ઘટનાની નિંદા કરી છે.

એક તરફ સરકાર બેટી બચાવોની વાત કરે છે, 'યત્ર નાર્યસ્તુ પૂજયન્તે'ની સંસ્કૃતિની વાત કરે છે ને બીજી તરફ ચૂંટાયેલા જનપ્રતિનિધિ ગુજરાતની સંસ્કૃતિ, પંરપરા અને માન-સન્માન, નારીઅધિકાર કે માનવઅધિકાર બધાનું જાહેરમાં વસ્ત્રાહરણ કરે ત્યારે સવાલ થાય કે શું આપણી સંસ્કૃતિ છે?

કોઈ એક સત્તાધિકારી શકિતશાળી પુરૂષ કોઈ સ્ત્રીને રસ્તા વચ્ચે ફટકારતો હોય તો એની સામે કાયદેસર કાર્યવાહી કરવા પોલીસને ફરિયાદની રાહ જોવી પડે?

ધારો કે પોલીસ પાસે ફરિયાદ નથી તો સરકાર પોતે ફરિયાદી શું કામ ન બને?

પહેલાં માર મારો અને પછી રાખડી બેન બનાવીને રાખડી બંધાવો આ ગુજરાતની પંરપરા નથી, તો શું માફી અને રાખડી એ જ મહિલાઓની સુરક્ષા માટે પૂરતા થઈ રહેશે એ એ વિકટ સવાલ આજે જનમાનસને કોરી રહ્યો છે!

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખિકાના અંગત વિચાર છે, બીબીસીના નહીં.)

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો