વિજ્ઞાનીઓને લોહીમાં મળી આવ્યા પ્લાસ્ટિકના કણ

નદી, તળાવ, સાગર અને વનમાં પ્લાસ્ટિકપ્રદૂષણે પગપેસારો કરી લીધો છે. પ્લાસ્ટિકનું વિઘટન થતાં વર્ષો લાગી જાય છે, એટલે તેને પર્યાવરણ માટે મોટો પડકાર માનવામાં આવે છે. પરંતુ હવે આ પ્લાસ્ટિકપ્રદૂષણે માનવ લોહીમાં પણ પ્રવેશ કરી લીધો છે. નૅધરલૅન્ડ્સમાં સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે.

રક્તમાં પ્લાસ્ટિક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રક્તમાં પ્લાસ્ટિક

ઍન્વાયરમૅન્ટ ઇન્ટરનેશનલમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, તપાસગણના 77 ટકા નમૂનામાં માઇક્રૉપ્લાસ્ટિકના કણ મળી આવ્યા હતા. વિજ્ઞાનીઓએ આ શોધ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેની શું અસર હોઈ શકે છે, તે અંગે વિસ્તૃત અભ્યાસ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે, છતાં સંશોધકોને આશંકા છે કે જો આવી જ રીતે પ્લાસ્ટિક લોહીમાં ભળતું રહેશે તો તે રક્તપરિભ્રમણમાં અવરોધ ઊભો કરી શકે છે.

line

રક્તમાં કણની તપાસ

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

આ સંશોધનામાં વૈજ્ઞાનિકોએ 22 લોકોના લોહીના નમૂનાની ઝીણવટપૂવર્ક તપાસ કરી હતી, જેમાંથી 17 લોકોના લોહીમાં માઇક્રોપ્લાસ્ટિકના કણ મળી આવ્યા હતા. વૈજ્ઞાનિક માપદંડ પ્રમાણે, પાંચ નેનોમિટર કણને માઇક્રૉપ્લાસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. અડધા ભાગના નમૂનામાં પીઈટી પ્લાસ્ટિક એટલે કે પૉલિઇથિલિન ટેરિપ્લૅથ્લેટ મળી આવ્યું હતું. જેનો ઉપયોગ સામાન્ય રીતે પેયપદાર્થોની બૉટલમાંથી મળી આવે છે. જ્યારે 36 ટકા લોહીના નમૂનામાં પૉલિસ્ટ્રીન મળી આવ્યું હતું. જેનો ઉપયોગ ખાદ્યપદાર્થોના પૅકેજિંગમાં તથા 23 ટકા નમૂનામાં પૉલિઇથિલિન મળી આવ્યું હતું, જેનો ઉપયોગ પૅકેજિંગમાં થાય છે. અન્ય ઉત્પાદનોના પૅકેજિંગમાં કરવામાં આવે છે. અગાઉ માનવના શરીર, મગજ, ભ્રૂણમાં પ્લાસ્ટિક મળી આવ્યું છે. તે બાળક તથા વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને પણ માઠી અસર પહોંચાડે છે. પરંતુ લોહીમાંથી પ્લાસ્ટિક મળવાની આ પ્રથમ ઘટના છે. લોહીમાં મળી આવેલું આ પ્લાસ્ટિક માણસના સ્વાસ્થ્ય પર કેટલી અને કેવી અસર કરે છે તે અંગે હજી કોઈ માહિતી સામે આવી નથી. છતાં તે ચેતવણીરૂપ ચોક્કસ છે. વિજ્ઞાનીઓના મતે ખુલ્લા વાતાવરણની સરખામણીમાં બંધ બારણામાં માઇક્રૉપ્લાસ્ટિક વધુ માઠી અસર કરે છે, આથી જ તેઓ ઘરમાં ભોજનને ઢાંકી રાખવાની ભલામણ કરે છે.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો