યુક્રેન સંઘર્ષ : નેટો શું છે અને તેના પર રશિયાને ભરોસો કેમ નથી?
રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણને પગલે નેટો સમક્ષ તેના 73 વર્ષના ઈતિહાસનો સૌથી મોટો પડકાર સર્જાયો છે.
નેટો પ્રદેશની પૂર્વ સરહદે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે અને નેટોના ઘણા સભ્ય દેશોને ભય છે કે રશિયા હવે કદાચ તેમના પર આક્રમણ કરશે.

ઇમેજ સ્રોત, Getty Images
નેટો હાલ પૂર્વ યુરોપમાં વધારાના લશ્કરી દળોની વ્યવસ્થા કરી રહ્યું છે.
જોકે, બ્રિટન અને અમેરિકા કહી ચૂક્યાં છે કે યુક્રેન માટે લશ્કરી દળો મોકલવાની તેમની કોઈ યોજના નથી.

નેટો શું છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઈઝેશન એટલે કે નેટો અમેરિકા, કૅનેડા, બ્રિટન અને ફ્રાન્સ સહિતના 12 દેશો દ્વારા 1949માં રચવામાં આવેલું એક લશ્કરી સંગઠન છે.
આ સંગઠનના સભ્ય દેશો પૈકીના કોઈ પણ સભ્ય પર સશસ્ત્ર હુમલો કરવામાં આવે તેવા સંજોગોમાં એકમેકની મદદ કરવાના કરાર થયેલા છે.
આ સંગઠનની રચનાનો મૂળ હેતુ વિશ્વયુદ્ધ પછી રશિયાના યુરોપમાં વિસ્તરણના જોખમનો સામનો કરવાનો હતો.
નેટોની રચનાના જવાબમાં રશિયાએ 1955માં વોર્સો પેક્ટ નામના પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોના આગવા લશ્કરી સંગઠનની રચના કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1991માં સોવિયેટ સંઘના વિઘટન પછી વોર્સો પેક્ટ સંગઠનના સંખ્યાબંધ સભ્ય દેશો નાટોના સભ્ય બન્યા હતા. હાલ આ સંગઠનના 30 સભ્યો છે.

રશિયાને નેટો તથા યુક્રેન સામે હાલ શું વાંધો છે?

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેન ભૂતપૂર્વ સોવિયેટ પ્રજાસત્તાક છે અને તે રશિયા તથા યુરોપિયન યુનિયનની સરહદે આવેલું છે.
યુક્રેનમાં રશિયન મૂળના લોકોની મોટી વસતી છે અને રશિયા સાથે તેને ગાઢ સાંસ્કૃતિક તથા સામાજિક સંબંધ છે. ક્રેમલિન વ્યૂહાત્મક રીતે યુક્રેનને રશિયાનું બૅકયાર્ડ ગણે છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં કહ્યું પણ હતું કે યુક્રેન ખરેખર રશિયાનો હિસ્સો છે.
જોકે, યુક્રેન તાજેતરનાં વર્ષોમાં પશ્ચિમના દેશો ભણી વધારે ઢળવા લાગ્યું છે. યુરોપિયન યુનિયન અને નેટોમાં જોડાવાનું તેનું લક્ષ્ય છે, જે તેના બંધારણમાં નોંધાયેલું છે.
યુક્રેન હાલ નેટોનો "પાર્ટનર કન્ટ્રી" છે. તેનો અર્થ એ થાય કે યુક્રેનને ભવિષ્યમાં ક્યારેય નેટોમાં જોડાવાની પરવાનગી મળશે.
આવું ક્યારેય નહીં બને તેની ખાતરી રશિયા પશ્ચિમના દેશો પાસેથી ઇચ્છે છે.
અલબત્ત, યુક્રેનને નેટોમાં પ્રવેશતું રોકવાનો અમેરિકા અને તેના સાથી રાષ્ટ્રો ઈનકાર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પોતાની સલામતી બાબતે નિર્ણય કરવાનો એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે યુક્રેનને અધિકાર છે.

રશિયાને બીજી કઈ ચિંતા છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
વ્લાદિમીર પુતિન દાવો કરી રહ્યા છે કે પશ્ચિમના દેશો રશિયા પર અતિક્રમણ કરવા માટે નેટોનો ઉપયોગ કરી રહ્યા છે. નેટો પૂર્વ યુરોપમાંની તેની લશ્કરી પ્રવૃત્તિઓ પર પૂર્ણવિરામ મૂકે એવું પુતિન ઇચ્છે છે.
નેટો પૂર્વમાં ક્યારેય વિસ્તરણ કરશે નહીં, તેવી અમેરિકાએ 1990માં આપેલી ખાતરીનું વાઈટ હાઉસ ઉલ્લંઘન કરી રહ્યું હોવાની દલીલ પુતિન લાંબા સમયથી કરતા રહ્યા છે. બીજી બાજુ અમેરિકા કહે છે કે તેણે આવું કોઈ વચન આપ્યું જ ન હતું.
નેટોના જણાવ્યા મુજબ, તેના જૂજ સભ્ય દેશો રશિયાની સરહદ નજીક આવેલા છે અને નેટો તો રક્ષણાત્મક સંગઠન છે.

નેટો, રશિયા અને યુક્રેન

ઇમેજ સ્રોત, ANADOLU VIA GETTY
યુક્રેને તેના રશિયા તરફી રાષ્ટ્રપતિને 2014માં પદભ્રષ્ટ કર્યાના થોડા સમય પછી જ રશિયાએ યુક્રેનના દક્ષિણી ક્રિમિયન દ્વીપકલ્પનું પોતાની સાથે જોડાણ કર્યું હતું. રશિયાએ પૂર્વ યુક્રેનનો મોટો હિસ્સો કબજે કરી ચૂકેલા રશિયાતરફી અલગતાવાદીઓને પણ ટેકો આપ્યો હતો.
એ વખતે નેટોએ દરમિયાનગીરી કરી ન હતી, પરંતુ પૂર્વ યુરોપના સંખ્યાબંધ દેશોમાં સૌપ્રથમ વાર લશ્કરી દળો ગોઠવીને નેટોએ પરિસ્થિતિનો પ્રતિભાવ આપ્યો હતો. આમ કરવાનો હેતુ રશિયાને નેટોના પ્રદેશમાં ઘૂસણખોરી કરતું અટકાવવાનો હતો.
નેટો પાસે એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા અને પોલૅન્ડમાં ચાર બહુરાષ્ટ્રીય બટાલિયનના કદનું સૈન્ય છે, જ્યારે રોમાનિયામાં એક બહુરાષ્ટ્રીય બ્રિગેડ છે.
રશિયાના કોઈ પણ વિમાનને નેટોના સભ્ય દેશોની હવાઈ સીમામાં પ્રવેશતું અટકાવવા બાલ્ટિક સ્ટેટ્સ અને પૂર્વ યુરોપમાં હવાઈ તકેદારીનો પણ નેટોએ વિસ્તાર કર્યો છે.
આ દળોને દૂર કરવામાં આવે એવું રશિયા ઈચ્છે છે.

વર્તમાન કટોકટીમાં નેટોની ભૂમિકા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
નેટોની પૂર્વ સરહદે સલામતી મજબૂત બનાવવા માટે અમેરિકાએ લગભગ 3,000 સૈનિકો પોલૅન્ડ અને રોમાનિયા મોકલ્યા છે. એ ઉપરાંત વધુ 8,500 સૈનિકો જરૂર પડ્યે લડાઈમાં ઝુકાવવા તૈયાર છે. (જોકે,
યુક્રેનમાં પોતાના સૈનિકો મોકલવાની તેની કોઈ યોજના નથી.)
અમેરિકાએ જવેલિન ઍન્ટી-ટેન્ક મિસાઈલ્સ અને સ્ટીન્ગર ઍન્ટી-ઍરક્રાફ્ટ મિસાઈલ્સ સહિતનાં 20 કરોડ ડૉલરની કિંમતના શસ્ત્રો પણ મોકલ્યાં છે તેમજ અમેરિકામાં ઉત્પાદિત શસ્ત્રો યુક્રેનને પૂરાં પાડવાની છૂટ નેટો દેશોને આપી છે.
બ્રિટને યુક્રેનને શૉર્ટ રેન્જની 2,000 એન્ટી-ટેન્ક મિસાઈલ્સ મોકલી છે, પોલૅન્ડમાં વધુ 350 સૈનિકો મોકલ્યા છે અને વધારાના 900 સૈનિકો સાથે એસ્ટોનિયામાં પોતાની ક્ષમતા બમણી કરી છે.
બ્રિટને વધુ આરએએફ જેટ્સ દક્ષિણ યુરોપમાં મોકલ્યાં છે અને નેટોનાં અન્ય યુદ્ધજહાજોની સાથે ઈસ્ટર્ન મેડેટરેનિયન સમુદ્રમાં પેટ્રોલિંગ માટે રૉયલ નૅવીનું એક જહાજ મોકલ્યું છે.
યુક્રેનમાં રશિયાના આક્રમણને કારણે કોઈ માનવીય કટોકટી સર્જાય તો તેવા સંજોગોમાં મદદ માટે ખડે પગે રહેવાનો આદેશ બ્રિટને વધુ 1,000 સૈનિકોને આપ્યો છે.
ડેન્માર્ક, સ્પેન, ફ્રાન્સ અને નૅધરલેન્ડ્ઝે પણ પૂર્વ યુરોપ અને ઈસ્ટર્ન મેડેટરેનિયનમાં ફાઈટર જેટ્સ તથા યુદ્ધજહાજો મોકલ્યાં છે.
નેટોએ હજ્જારો વૉરપ્લેન્સ તથા યુદ્ધજહાજોને ઍલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે અને રશિયા તથા યુક્રેનની સીમા પર પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે.
નેટો આશરે 40,000 સૈનિકો ધરાવતા પોતાના રિસ્પોન્સ ફોર્સને એક્ટિવેટ કરી શકે છે અને પોલૅન્ડ તથા બાલ્ટિક રિપબ્લિક્સની માફક રોમાનિયા, બલ્ગેરિયા, હંગેરી તેમજ સ્લોવેકિયામાં વધારાનાં બેટલગ્રૂપ્સ બનાવી શકે છે.

ભારત નેટોમાં છે ખરું?
ભારતે નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઈઝેશન (નેટો)માં સામેલ થવું જોઈએ તેવા કોઈ પણ સૂચનને સામાન્ય રીતે દિલ્હીમાં ઠંડો પ્રતિસાદ આપવામાં આવે છે.
યુ.એસ. અને યુરોપ વચ્ચે યુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલા લશ્કરી જોડાણ, નેટો સાથે ભારત નિયમિત પરામર્શની કલ્પના પણ હાલમાં તો ઘણી દૂરની વાત છે.
તે યુરોપિયન દેશોનું લશ્કરી જોડાણ છે અને ભૌગોલિક સ્થિતિ અનુસાર વ્યૂહાત્મક શક્તિ વધારવા માટે સભ્યો ઉમેરવામાં આવ્યા છે.
ભારત તેની ભૌગોલિક સ્થિતિ અને રાજદ્વારી કારણસર નેટોનું સભ્ય નથી. વાસ્તવમાં કોઈ એશિયાઈ દેશ નેટોમાં સભ્ય નથી.
શીતયુદ્ધ દરમિયાન, બિન-જોડાણની નીતિને લઈને ભારત નેટોથી દૂર રહ્યુ હતું, પરંતુ 1989-91 દરમિયાન શીતયુદ્ધનો અંત આવ્યો તે પછીથી નેટોએ ઘણા તટસ્થ અને બિન-જોડાણવાદી દેશોને જોડી રહ્યું છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












