ટ્રમ્પનાં બહેને કહ્યું- 'મારા ભાઈ જુઠ્ઠા અને દગાબાજ છે'

ઇમેજ સ્રોત, Getty Images
એક ગુપ્ત રેકૉર્ડિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેનાં મોટા બહેન અને પૂર્વ ફેડરલ જજ મૅરિએન ટ્રમ્પ બૅરીએ પોતાના ભાઈને 'જુઠ્ઠા' કહ્યા છે. આમાં તેઓ કહી રહ્યાં છે કે તેમના ભાઈમાં 'કોઈ સિદ્ધાંતવાદી નથી'.
ટ્રમ્પનાં બહેનની આ ટિપ્પણી તેમનાં ભત્રીજી મૅરી ટ્રમ્પે રેકર્ડ કરી હતી. મૅરી ટ્રમ્પું પુસ્તક ગત મહિને પ્રકાશિત થયું હતું જેમાં તેમણે ટ્રમ્પની આકરી ટીકા કરી હતી.
આ રેકૉર્ડિંગમાં ટ્રમ્પનાં બહેન મૅરિએન એમ કહી રહ્યાં હતાં કે 'તેમના બકવાસ ટ્વીટ અને જુઠ્ઠાણાંથી ઈશ્વર જ બચાવે. આ દગાબાજી અને ક્રૂરતા છે. '
મૅરી ટ્રમ્પે કહ્યું કે તેમણે પોતાનાં આંટીનું ગુપ્ત રીતે રેકૉર્ડિંગ એટલે કર્યું જેથી કોઈ પણ કાયદાકીય દાવપેચથી બચી શકાય.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ રેકૉર્ડિંગ પર નિવેદન આપ્યું હતું, જે વ્હાઇટ હાઉસે જાહેર કર્યું હતું. આમાં કહેવામાં આવ્યું છે કે 'દરરોજ કંઈક નવું આવે છે, જેની પરવા કોણ કરે.'
આ રેકૉર્ડિંગને સૌથી પહેલાં વૉશિંગ્ટન પોસ્ટ અને પછી એસોસિએટેડ પ્રેસે પણ પ્રકાશિત કર્યું હતું.

'તેમણે પરીક્ષા માટે પૈસા આપ્યા હતા'

ઇમેજ સ્રોત, Getty Images
આ ગુપ્ત રેકર્ડિંગમાં બૅરી ટ્રમ્પ પ્રશાસનની માઇગ્રેશન નીતિની ટીકા કરવામાં આવી હતી.
આ નીતિ હેઠળ બાળકોને સરહદ પર પ્રવાસી અટકાયત કેન્દ્રોમાં રાખવામાં આવતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનાં ભત્રીજી મૅરી ટ્રમ્પે પોતાની આત્મકથા 'ટૂ મચ ઍન્ડ નેવર ઇનફ હાઉ માઇ ફૅમિલી ક્રિએટેડ ધી વર્લ્ડ્ઝ મોસ્ટ ડેંજરસ મૅન'માં અનેક ચોંકાવનારી વાતો લખી હતી.
જેમકે તેમના કાકા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સ્થળે એસએટીની પરીક્ષા આપવા માટે પોતાના મિત્રને પૈસા આપ્યા હતા.
રેકૉર્ડિંગમાં બૅરી આ તરફ ઇશારો કરી રહ્યાં છે અને તેઓ તે મિત્રનું નામ જાણતાં હોવાનો દાવો પણ કરે છે.
બૅરી પોતાનાં ભાઈ ડોનાલ્ડનું સમર્થન કરે છે અને પહેલાં પણ કહી ચૂક્યાં છે કે તેઓ બંને બહુ નજીક રહ્યાં છે.
તેમણે એક વખત કહ્યું હતું કે જ્યારે તેઓ એક ઑપરેશન માટે હૉસ્પિટલમાં દાખલ હતાં ત્યારે તેમના ભાઈ દરરોજ તેમને મળવા આવતા હતા.

સ્ટૉર્મી ડેનિયલને કાયદાકીય ફીસ

ઇમેજ સ્રોત, GABE GINSBERG
બીજી બાજુ કૅલિફોર્નિયાની ટોચની અદાલતના જજે રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્ટૅફની ક્લિફર્ડ એટલે સ્ટૉર્મી ડેનિયલ્સને 44,100 ડૉલર આપવાનો આદેશ કર્યો છે.
કોર્ટે આ આદેશ બંને વચ્ચે થયેલી એક ગુપ્ત સમજૂતીની કાયદકાયી ફીસ ભરવા માટે આપ્યો છે.
ડેનિયલ્સનો આરોપ હતો કે ટ્રમ્પે 2006માં લેક તાહોની એક હોટલના રૂમમાં તેમની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા, જોકે ટ્રમ્પે આ આરોપોને નકારી કાઢ્યા હતા.
ડેનિયલ્સે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીના એક દિવસ પહેલા ઑક્ટોબર 2016માં 1.3 લાખ ડૉલરમાં તેમને ચૂપ રહેવા માટે એક સમજૂતી કરવામાં આવી હતી.
જજના ઑનલાઇન પ્રકાશિત થયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ મામલો ખારિજ થયો હતો પરંતુ ડેનિયલ્સ આ મામલામાં એક મજબૂત પક્ષ ધરાવતાં હતાં એટલે તેમને કાયદાકીય કેસની ફીસ પેટે રકમ પણ મળવી જોઈએ.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












