લૉકડાઉન તથા કોરોના વાઇરસને કારણે NRIના રેમિટન્સમાં ઘટાડો થશે તે કેવી રીતે સરભર થશે?

રેમિટન્સની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બી.બી.સી. ગુજરાતી માટે

આજે આપણે ગ્લોબલાઇઝેશનના જમાનામાં જીવીએ છીએ, પરિણામે દુનિયાની બધી જ અર્થવ્યવસ્થાઓ વત્તે-ઓછે અંશે એકબીજા ઉપર આધારિત હોય છે.

ઉત્પાદિત માલ સામાન અને સેવાઓમાં પણ કેટલીક આયાત થાય છે તો કેટલીક નિકાસ થાય છે. આયાત અને નિકાસ વચ્ચેના તફાવતને ટ્રૅડ બૅલેન્સ કહેવાય છે.

કોઈ પણ દેશની કુલ આયાત કરતાં કુલ નિકાસ વધી જાય તે પરિસ્થિતિને કરંટ એકાઉન્ટ સરપ્લસ કહેવાય છે, જ્યારે કુલ નિકાસ કરતાં કુલ આયાત વધી જાય એ પરિસ્થિતિને કરંટ એકાઉન્ટ ડૅફિસિટ કહે છે.

ચીનનો વિદેશવ્યાપારમાં ફાળો લગભગ 18થી 20 ટકા છે, જ્યારે ભારતનો ફાળો બે ટકાથી પણ નીચે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઉલ્ટાનું દેશની ક્રૂડઑઈલની લગભગ 85 ટકા કરતાં વધુ જરૂરિયાત આયાતથી સંતોષવામાં આવે છે.

ગઈ સદીના છેલ્લા દાયકાની શરૂઆતમાં આ પ્રકારની ખરીદી કરવા માટે જરૂરી વિદેશીમુદ્રાનું ભંડોળ આપણી માંડ એક અઠવાડિયાની આયાતને પહોંચી વળે તેટલું નીચું ઉતરી ગયું હતું.

પરિણામ સ્વરૂપ ભારતે સોનું ગીરવે મૂકી વિદેશીમુદ્રા મેળવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

તત્કાલીન વડાપ્રધાન નરસિહ્મારાવ અને તેમના અને નાણામંત્રી તરીકે અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહની જોડીએ ઉદારીકરણ અને આર્થિક વિકાસનો આક્રમક વ્યૂહ અપનાવી દેશની વિદેશીમુદ્રા ભંડોળની સ્થિતિને સંભાળી લેવાનું કામ કર્યું હતું.

ત્યારબાદ વખતોવખત બીજી સરકારોએ આ નીતિને પોષીને ભારતીય અર્થવ્યવસ્થાની ગાડી દોડતી રાખી.

line

FDI અને FIIનો ફાળો

એફ.ડી.આઈ.ની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

એપ્રિલ-2020ની સ્થિતિએ ભારતીય રિઝર્વ બૅન્ક પાસેથી ઉપલબ્ધ માહિતી અનુસાર, ભારત 474.660 અબજ ડૉલરના વિદેશી હૂંડિયામણની પુરાંતના ડુંગર ઉપર બેઠું છે.

આ પુરાંત ઊભી કરવામાં ફોરેન ડાયરેક્ટ ઇન્વૅસ્ટમેન્ટ એટલે કે એફ.ડી.આઈ. ફોરેન ઇન્સ્ટિસ્યૂશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે એફ.આઈ.આઈ. ઇન્વેસ્ટર્સનો ફાળો છે એ જ રીતે નૉન રેસિડન્ટ ડિપોઝિટ તેમજ ઇનવર્ડ રેમિટન્સનો પણ એટલો જ મોટો ફાળો છે.

આ ઇનવર્ડ રેમિટન્સ એટલે જ્યારે વિદેશમાં રહેલ કોઈ વ્યક્તિ પોતાના વતન એટલે કે મૂળ દેશની બૅન્ક, પોસ્ટઑફિસ અથવા ઑનલાઇન ટ્રાન્સફર દ્વારા નાણાંની ચુકવણી કરે તેને રેમિટન્સ કહેવામાં આવે છે.

ખાડી દેશ, રેમિટન્સની ખાણ

ક્રૂડના ભાવમાં ઘટાડાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ખાડીના દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીય નાગરિક નોકરી-ધંધા માટે ગયા છે, તેઓ જ્યારે પોતાની આવકમાંથી એક ભાગ દેશમાં કુટુંબના ભરણપોષણ માટે અથવા બચત કરવા માટે મોકલે તેને રેમિટન્સ કહેવાય છે.

ભારતીયો સ્વભાવગત રીતે કરકસરથી રહીને બે પૈસા બચાવવાવાળો જીવ છે.

આ કારણથી પોતાના દેશમાં પૈસા મોકલનારાઓમાં ભારતીયો અગ્રીમ હરોળમાં છે. ભારતના વિદેશી મુદ્રાભંડોળને મોટી મદદ થાય મળી રહે છે.

વિશ્વમાં કયાકયા દેશોમાં અંદાજિત કેટલા ભારતીય નાગરિકો અથવા ભારતીય મૂળના લોકો વસે છે તેમજ તેમનો વિદેશી મુદ્રા ભંડોળ મોકલવામાં તે જે તે દેશનો હિસ્સો કેટલો છે તે નીચેના કોઠામાં દર્શાવાયું છે.

રેમિટન્સમાં રકાસ

2019માં બિનનિવાસી ભારતીયોએ ભારતમાં જમા કરેલ રકમ 83 અબજ ડૉલર હતી.

આ રકમનો બ્રેક-અપ કયા દેશમાંથી અંદાજિત કેટલા નાણાં આવ્યા હશે, તેનો અંદાજ આગળના વરસોની સરેરાશ ટકાવારી ઉપરથી મૂકવામાં આવ્યો છે.

કોરોના વાઇરસને પગલે લગભગ આખી દુનિયા મંદીની ઝપેટમાં આવી છે, દુનિયાનો ફુલ વ્યાપાર 33થી 35 ટકા ઘટી જશે તેવું અનુમાન છે.

લૉકડાઉનને કારણે આર્થિક પરિસ્થિતિ મોટેપાયે અસરગ્રસ્ત બને છે, ત્યારે વિશ્વ બેંકે કરેલ આગાહી પ્રમાણે ભારતમાં આવતું રેમિટન્સ ઘટશે.

આ સંદર્ભમાં વિશ્વ બૅન્ક દ્વારા જારી કરાયેલા કરાયેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાઇરસે વૈશ્વિક અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ તોડી નાખી છે, આને કારણે ગ્લોબલ રેમિટન્સમાં 20 ટકા ઘટાડો થશે.

ભારત પર ભાર

2020ની સાલમાં ભારતને લાગેવળગે છે ત્યાં સુધી નૉન રેસિડન્ટ ઇન્ડિયન 23 ટકા ઓછાં નાણાં મોકલશે એટલે ગઈ સાલની 83 અબજ ડૉલરની સરખામણીમાં 19 અબજ ડૉલરનું ગાબડું પડશે.

2020 ની સાલમાં નૉન રેસીડન્ટ ઇન્ડિયન રેમિટન્સ 64 અબજ ડૉલરની સપાટીએ પહોંચશે, જે છેલ્લાં કેટલાંક વરસોમાં સૌથી મોટો ઘટાડો છે.

આની ચોક્કસ અસર આપણા વિદેશી મુદ્રા ભંડોળ ઉપર પડશે.

આ સામે મોટી રાહતરૂપે ક્રૂડઑઈલના એકદમ તળીયે પહોંચી ગયેલા ભાવને કારણે જે બચત થશે એ આ ગાબડું પૂરેપૂરું ભરી દેવાનું કામ કરશે.

કોરોના વાઇરસને કારણે નૉન-રેસિડન્સ રેમિટન્સમાં આટલો મોટો ઘટાડો થશે તે જ કોરોનાવાઇરસના કારણે ક્રૂડઑઈલની માંગમાં મોટો ફટકો પડતાં આજે વિશ્વભરમાં માંગ કરતાં વધુ ઉત્પાદન થવાને કારણે વૈશ્વિક ક્રૂડઑઈલ સંગ્રહ શક્તિ છલકાઈ ગઈ છે અને ક્રૂડઑઈલના ભાવમાં કડાકો બોલી ગયો છે.

line

પાડોશ પર પ્રભાવ

કોરોનાને પગલે જે રીતે ભારતમાં એન.આર.આઈ રેમિટન્સ 23 ટકા ઘટશે બરાબર એ જ રીતે ભારતના પડોશી દેશ પાકિસ્તાનના રેમિટન્સમાં પણ એ 20 ટકા ઘટાડો થવાની સંભાવના છે.

2019માં વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓએ પોતાના દેશમાં 22.5 અબજ ડૉલર મોકલ્યા હતા, જે 2020ના વર્ષમાં ઘટીને 17 અબજ ડૉલર રહેવાનો અંદાજ છે.

આવી જ રીતે નેપાળ અને શ્રીલંકામાં પણ અનુક્રમે 14 અને 19 ટકાનો ઘટાડો રેમિટન્સમાં જોવા મળી શકે છે.

આની સરખામણીમાં વિશ્વ બૅન્કના અંદાજ મુજબ, યુરોપ અને સેન્ટ્રલ એશિયામાં 27.5 ટકા, દક્ષિણ એશિયામાં 22.1 ટકા અને ઉત્તર આફ્રિકામાં 19.4 ટકા અને કેરેબિયનમાં 19.3 ટકા જેટલો ઘટાડો થવાનો અંદાજ છે.

line

સરવાળે સરભર

ક્રૂડને કારણે વૈશ્વિક બજારમાં ઉથલપાથલ મચી

ઇમેજ સ્રોત, Getty Images

પોતાના વિદેશમાં કામ કરતા નાગરિકો દ્વારા કોવિડ-19ના પરિણામે ઊભી થયેલ વૈશ્વિક મંદીની સમસ્યામાં સ્વાભાવિક રીતે જ પોતાના દેશમાં રેમિટન્સ મોકલતા નાણાંમાં થનાર મોટો ઘટાડો જે તે દેશ અથવા વિસ્તારની વિદેશી નાણાભંડોળની પુરાંત પરિસ્થિતિને આંશિક અસર કરશે.

જ્યાં સુધી ભારતને લાગે વળગે છે ત્યાં સુધી ક્રૂડઑઈલની આયાત માટે જરૂરી વિદેશી હૂંડિયામણમાં મોટી બચત થતાં ભારતને કોરોનાવાઇરસની પરિસ્થિતિને કારણે ઇનવર્ડ રેમિટન્સમાં થતો ઘટાડો ધોવાઈ જશે એટલે એનો ઇનવર્ડ રેમિટન્સમાં 23 ટકાનો ઘટાડો ભારતને ઝાઝી અસર કરશે નહીં.

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો