હાઉડી મોદી : નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમ અંગે પાકિસ્તાનના અખબારોએ શું કહ્યું?

મોદી ટ્ર્મ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના વડા પ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ અમેરિકાના હ્યૂસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

મોદી અને ટ્રમ્પે એકબીજાનો હાથ પકડીને બંને રાષ્ટ્રો વચ્ચેની મિત્રતાનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હતો.

આ કાર્યક્રમમાં ભારતના વડા પ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ એકબીજાનાં વખાણ કરતા જોવા મળ્યા હતા.

વડા પ્રધાન મોદીએ અમેરિકામાં ટ્રમ્પની સામે જ ભાષણમાં 370 હટાવવાનો ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ બીજી તરફ પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કર્યો હતો.

હાલ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ અમેરિકાના પ્રવાસે છે ત્યારે પાકિસ્તાનના સમાચારોમાં મોદી અને આ કાર્યક્રમ વિશે શું કહેવાયું છે?

line

મોદી-ટ્રમ્પની મિત્રતા પરંતુ મેદાન બહાર વિરોધ : ડોન

ટ્રમ્પ મોદી

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના પ્રસિદ્ધ ડોન ન્યૂઝે હાઉડી મોદી વિશે લખતાં કાર્યક્રમના મેદાન બહાર થયેલા વિરોધને વધારે મહત્ત્વ આપ્યું છે.

ડોન લખે છે કે મોદી અને ટ્રમ્પ હ્યૂસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં એકબીજાના વખાણ કરતા જોવા મળ્યા પરંતુ મેદાનની બહાર સેંકડો કાર્યકર્તાઓએ એકઠા થઈ વિરોધ કર્યો.

આ કાર્યકર્તાઓએ કાશ્મીરમાં 49 દિવસથી ચાલી રહેલા લૉકડાઉનનો વિરોધ કરતાની સાથે કાશ્મીરના લોકોને ફ્રી કરવાની માગ કરી હતી.

વિવિધ ગ્રૂપના લોકો અહીં એકઠા થયા હતા અને મોદી વિરોધી પ્રદર્શનો કર્યાં હતાં.

line

વિરોધ માટે શીખો મુસ્લિમો સાથે આવ્યા : ટ્રિબ્યૂન

હાઉડી મોદી રેલી

ઇમેજ સ્રોત, EPA

પાકિસ્તાનના બીજા એક જાણીતા સમાચારપત્ર ટ્રિબ્યૂને લખ્યું કે હજારો પાકિસ્તાનીઓ, શીખો અને માનવ અધિકાર સંસ્થાના કાર્યકર્તાઓએ હ્યૂસ્ટનમાં મોદીના કાર્યક્રમનો વિરોધ કર્યો.

આ લોકોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી સરકાર દ્વારા ભારત પ્રશાસિત કાશ્મીરમાં થઈ રહેલા માનવ અધિકારના ઉલ્લંઘનનો વિરોધ કર્યો હતો.

અમેરિકાના ટેક્સાસ રાજ્યનાં વિવિધ શહેરોમાંથી મુસ્લિમો અને શીખો એકઠા થયા હતા.

શીખ સમાજે પણ પાકિસ્તાનીઓ સાથે મળીને ભારત પ્રશાસિત કાશ્મીરની સ્થિતિ અંગે વિરોધ કર્યો હતો.

line

હ્યૂસ્ટનના વિરોધે હાઉડી મોદી પર ગ્રહણ લગાડ્યું : ધ નેશન

મોદી રેલી વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

'પાકિસ્તાન ટૂડે ન્યૂઝ' નામના અખબારે પણ મોદી અને ટ્રમ્પના મળવાની સાથેસાથે કાર્યક્રમના વિરોધને જગ્યા આપી છે.

અખબારે લખ્યું કે મોદીના 50,000 જેટલા ટેકેદારોના કાર્યક્રમમાં ટ્રમ્પ પણ જોડાયા હતા. આ સમયે બહાર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં હતાં.

બેર્ની સેંડર્સના ક્વોટને ટાંકતા અખબારે લખ્યું કે ટ્રમ્પ અને મોદીની રેલી એ વખતે થઈ રહી છે જ્યારે કાશ્મીરમાં લૉકડાઉનની સ્થિતિ છે.

'ધ નેશન' નામના પાકિસ્તાની અખબારે હેડલાઇનમાં લખ્યું છે કે 'હ્યૂસ્ટનમાં થયેલા વિરોધે હાઉડી મોદી રેલી પર ગ્રહણ લગાડ્યું.'

જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ન્યુયોર્કમાં યુએનમાં પોતાની સ્પિચ પહેલાં 'મિશન કાશ્મીર' હાથ ધર્યું છે, ત્યારે હાઉડી મોદી રેલી સામે થયેલાં પ્રદર્શનોએ આ કાર્યક્રમ પર ગ્રહણ લગાડ્યું છે.

જ્યારે મોદી અને ટ્રમ્પ આ કાર્યક્રમમાં એકબીજાનાં વખાણ કરી રહ્યા હતા, ત્યારે બહાર અનેક લોકો વિરોધ કરી રહ્યા હતા.

આ સિવાય ડેઇલી ટાઇમ્સ, જિયો ટીવી સહિત અન્ય અખબારોએ કાર્યક્રમ કરતાં વિરોધને વધારે મહત્ત્વ આપ્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો