Google તો બધું જાણે છે પણ તમે ગૂગલ વિશે કેટલું જાણો છો ?

ઇમેજ સ્રોત, Getty Images
ગૂગલ પહેલાનું જીવન તમને યાદ છે? તાત્કાલિક કોઈ માહિતીની જરૂર પડે તો તમે શું કરતા હતા?
તમને જે માહિતી જોઈએ તે તમે ગૂગલ સર્ફ કરીને મેળવી શકો છો.
રેસ્ટોરાંના નામથી લઈને ખાસ દુકાન સુધી અને કોઈ એક પહાડની શિખરે આવેલા તળાવની માહિતીથી લઈને ગામના પાદરે આવેલી શેરી સુધીની તમામ માહિતીઓ ગૂગલ પાસેથી મેળવી શકો છો.
એક ઍવરેજ પ્રમાણે, પ્રતિ સેકન્ડ ગૂગલ 40,000 સર્ચ કરે છે. ફોર્બ્સના આંકડા પ્રમાણે, પ્રતિદિવસ 3.5 અબજ સર્ચ ગૂગલ કરે છે.
અને આ પ્રક્રિયામાં વિશ્વનું સૌથી લોકપ્રિય સર્ચ એંજિન ફક્ત સર્ચ એંજિન નથી, પરંતુ લોકોના રોજ બરોજના જીવનનો હિસ્સો બની ગયું છે.
તે જાહેરાતનું માધ્યમ છે, વ્યવસાયનો અભિગમ છે, થાક્યા વગર વ્યક્તિગત માહિતીઓ એકઠું કરતું માધ્યમ છે.
હાં. આપણે જેટલું ગૂગલમાં સર્ચ કરીએ છે તેટલું જ તે આપણી પસંદ અને આપણા વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગૂગલ વિશે આપણે કેટલું જાણીએ છે?
ગૂગલ સર્ચના 20માં વર્ષે ગૂગલ વિશેની કેટલીક રસપ્રદ બાબતો પ્રસ્તુત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

1 નામ

ઇમેજ સ્રોત, Getty Images
તમે જાણો છો ગૂગલનો અર્થ શું, આમ જોઈએ તો કંઈજ નહીં.
'Google' નામ ખોટી ગાણિતીક સંજ્ઞા 'googol'ના અર્થભ્રંશ પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે 1 સાથે 100 ઝીરો.
આના પાછળ ઘણી બધી આધાર વગરની કહાણીઓ છે કે કેવી રીતે એંજિનિયર અને વિદ્યાર્થીએ મૂળ સ્પેલિંગનો અર્થભ્રંશ થયો હતો.
આ ભૂલથી નિકળેલું નામ આગળ જતાં મુખ્યનામ બની ગયું બાકીની તમામ વાતો ઇતિહાસ છે.

2. બૅકરબ

ઇમેજ સ્રોત, Getty Images
સહ સંસ્થાપક લેરી પેજ અને સેર્જે બ્રીને ગૂગલનું સાચું નામ 'બૅકરબ' રાખ્યું હતું, જેને મેસેજિંગ સાથે કંઈજ લેવા-દેવા ન હતા, પરંતુ તેનું મુખ્ય કામ આપવામાં આવેલી લિંકના આધારે પેજીસને શોધવાનું હતું.

3. અનોખું

ગૂગલ ફક્ત ધંધા પૂરતું જ નથી પરંતુ થોડું ઘણું રમતિયાળ પણ છે. ગૂગલમાં askew શબ્દ સર્ચ કરતા તમને ઉપરોક્ત વાત જાણવા મળશે.

4. બકરીઓ

ઇમેજ સ્રોત, Getty Images
ગૂગલ કહે છે કે તે પ્રકૃતિને લગતા તમામ આયોજનનોને સહકાર આપે છે. તેમાનું એક છે ઘાસ કાપવાના મશીનને બદલે બકરીઓનો ઉપયોગ.
કેલિફોર્નિયામાં પહાડોની વચ્ચે આવેલી ગૂગલની વડી કચેરીમાં મોટી માત્રામાં ઘાસ ઉગે છે. આ ઘાસને નિયમિતપણે કાપવું પડે.
ગૂગલના પરિસરમાં તમે 200 જેટલી બકરીઓનો ચરતી જોઈ શકશો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

5. વિકાસશીલ ધંધો

ઇમેજ સ્રોત, Getty Images
જીમેલ, ગૂગલ મેપ્સ, ગૂગલ ડ્રાઇવ, ગૂગલ ક્રોમ બનાવવા ઉપરાંત ગૂગલ વર્ષ 2010થી સતત દર અઠવાડીયે ઍવરેજ એક કંપની ખરીદ કરી રહ્યું છે.
ગૂગલ એ એન્ડ્રોઇડ, યુટ્યૂબ તથા એડસેન્સ સહિત સિત્તેરથી વધુ મોટી કંપનીઓની માલિકી ધરાવે છે.

6. ડૂડલ

ઇમેજ સ્રોત, Getty Images
ગૂગલનું પહેલું ડૂડલ ઓફિસ બહારના સંદેશા વિશે હતું. આ ડૂડલ વર્ષ 1998માં 30મી ઑગસ્ટે તૈયાર કરાયું હતું.
આ ડૂડલમાં સળગતા માણસના હાથમાં લાકડી હતી અને તે ગૂગલના સ્પેલિંગના બીજા 'ઓ' પાછળ ગૂગલ બેનરમાં બેસેલા હતા.
ગૂગલના સ્થાપકોને ગૂગલના યુઝર્સને એવો સંદેશો આપવા માંગતા હતા કે તેમની ટેકનિકલ સમસ્યાના સમાધાન માટે બન્ને વ્યક્તિ હાજર નથી.
ત્યારથી લઈને આજ દિન સુધી ડૂડલ એ ગૂગલની પરંપરાનો ભાગ બની ગયું છે, જેમાં જાણીતી વ્યક્તિઓ, દિવસોને ચોક્કસ પ્રકારની કળાત્મક રચનાઓ સાથે દર્શાવે છે.

7. કોઈના માટે ચૂકાયેલી તક ગૂગલ માટે નહીં

વર્ષ 1999માં ગૂગલના સ્થાપક લેરી અને સેર્જેએ ગૂગલને માત્ર 10 લાખ ડૉલરમાં વેચવા કાઢી હતી પરંતુ તેને ખરીદદાર નહોતું મળ્યું.
આજે તેની કિંમત 300 અબજ ડૉલરથી વધારે આંકવામાં આવે છે.

8.ઉદેશ્ય

ઇમેજ સ્રોત, Getty Images
સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય એજ છે કે દુષ્ટ ન બનો.
કંપની તેને અનુસરે છે કે નહીં, તે અમે તમારી ઉપર છોડીએ છીએ.

9.ભોજનનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images
ફૉર્બ્સના મતે ગૂગલના પિતા સર્જે બ્રીને ખૂબ જ પહેલાં એવું નક્કી કરી લીધું હતું કે ગૂગલની કોઈ પણ ઓફિસ ખોરાક મળતો હોય તેવી જગ્યાથી 60 મીટરથી વધારે દૂર ન હોવી જોઈએ.
એવી અફવા પણ છે કે કંપનીના શરૂઆતના દિવસોમાં ગૂગલની ફેવરિટ ડિશ સ્વિડિશ માછલી હતી. પરંતુ હવે સંસ્થાના કર્મચારીઓને મનગમતા વ્યંજનો માણવાની સવલત ઓફિસમાં જ આપવામાં આવે છે.

10. ગૂગલના બેસ્ટ ફ્રેન્ડ્સ

ઇમેજ સ્રોત, Getty Images
ગૂગલના કર્મચારીઓ તેમના શ્વાનને ઓફિસમાં લાવી શકે છે. શરત એટલી છે કે તે ઓફિસમાં રહેવા માટે તાલિમ પામેલા હોવા જોઈએ અને ઓફિસમાં ગંદકી ન કરવા જોઈએ.

કેટલીક એવી વાતો જે તમે જાણતા નથી

ઇમેજ સ્રોત, Getty Images
ગૂગલનું ઇન્ડેક્સ વર્ષ 1999 કરતાં દસ હજાર ગણુ વિકસી ગયું છે તેમ છતાં ગૂગલ લીગોને આજે પણ એટલું જ મહત્ત્વ આપે છે.
લીગો એ પ્લાસ્ટિકનું રમકડું છે, જેમાં ગૂગલે કમપ્યુટર સ્ટોરેજ યુનિટ બનાવ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















