ઇઝરાયલમાં ખોટા ભાષાંતરને કારણે ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલની પોલીસે પેલેસ્ટાઇનની એક વ્યક્તિની ફેસબુક પર એક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી.
પોસ્ટમાં તેમણે અરબી ભાષામાં લખ્યું હતું 'ગુડ મોર્નિંગ.' પરંતુ જ્યારે તેનું હિબ્રુ ભાષામાં ભાષાંતર થયું તો તેમાં લખેલું હતું 'તેમના પર હુમલો કરો.'
પોલીસે જણાવ્યું છે કે તેમણે એક કામદારની ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવાની શંકાના આધારે ધરપકડ કરી હતી. જો કે થોડીવારમાં તેમને છોડી દેવાયા હતા.
તમને આ વાંચવું પણ ગમશે :
પોસ્ટમાં જોવા મળી રહ્યું હતું કે તે કામદાર વેસ્ટ બેંકમાં એક બુલડોઝર નજીક ઊભા હતા. ભૂતકાળમાં ઇઝરાયલમાં આ પ્રકારના ભારેખમ વાહનોનો ઉપયોગ હુમલા માટે કરાયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
રિપોર્ટના આધારે કામદારની જ્યારે ધરપકડ થઈ ત્યારે અરબી ભાષા બોલતા કોઈ પોલીસ અધિકારીની સલાહ પણ લેવામાં આવી ન હતી.
પોલીસ અધિકારીઓએ માત્ર ફેસબુકના ઑટોમેટીક ટ્રાન્સલેશનની મદદથી શંકાના આધારે કામદારની ધરપકડ કરી લીધી હતી.
શંકા અને સવાલોથી ઘેરાઈ ગયેલી આ પોસ્ટને ફેસબુક પરથી દૂર કરવામાં આવી છે.

અગાઉ ગૂગલની પણ ટીકા થઈ છે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
ઘણી વખત આપણે કોઈ શબ્દનો મતલબ સમજવા ગૂગલ ટ્રાન્સલેટ નામના ટૂલનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
આ એક એવી ટેકનૉલોજી છે કે જે મનુષ્યની મદદ વગર ભાષાંતર કરી આપે છે.
એ જ કારણ છે કે ઘણી વખત એક શબ્દ કે વાક્યના અજબ ગજબ અર્થો જાણવા મળે છે.
એક સમયે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવના નામનું ભાષાંતર થઈને આવ્યું હતું 'નાનો દુઃખી ઘોડો'.
ગત વર્ષે 'રશિયન'નું ભાષાંતર 'કબજો કરનાર' તરીકે થયું હતું.
તે સમયે ગૂગલે જણાવ્યું હતું કે આ ભાષાંતર લાખો ફાઇલની મદદથી થાય છે. અને ભાષાંતર ઘણી વખત અઘરું બની જાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












