IPL Final : રાજસ્થાન સિક્સર ફટકારવામાં આગળ છતાં ગુજરાત મજબૂત દાવેદાર કેમ?
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
આઈપીએલનો આજે ફાઇનલ મુકાબલો ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિટયમમાં છે, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સની ટીમ આમને-સામને છે. જેની આશા ટુર્નામેન્ટની શરૂઆતમાં કદાચ કોઈને નહોતી.

ઇમેજ સ્રોત, ANI
આ ટુર્નામેન્ટમાં બંને ટીમોનું પ્રદર્શન ચોંકાવનારું રહ્યું છે. ખાસ કરીને હાર્દિક પંડ્યાની કૅપ્ટનશિપમાં ગુજરાત ટાઇટન્સની સફળતાનો અંદાજ કોઈએ લગાવ્યો ન હતો. જોકે ગુજરાતની ટીમ સૌથી વધારે મૅચ જીતીને લીગમાં શીર્ષ સ્થાને રહી છે.
આ દરમિયાન ગુજરાત ટાઇટન્સે શું કરીને દેખાડ્યું છે, આના પર એક નજર નાખીએ.
લીગ મૅચોમાં સાત વખત રનચેઝ કરવા ઊતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે છ મૅચ જીતીને કરિશ્મો કરી દેખાડ્યો હતો, આ દર્શાવે છે કે ટીમના બેટિંગ યુનિટ પર દબાણની સ્થિતિમાં પણ કોઈ અસર નથી થતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

સિકસરોનો વરસાદ

ઇમેજ સ્રોત, ANI
આ આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સની ટીમે લીગની 14 મૅચમાં 69 સિક્સ ફટકારી છે, જે કોઈ પણ ટીમ તરફથી આ સિઝનમાં મારવામાં આવેલી સૌથી ઓછી સિક્સર છે.
આ સિઝનમાં સૌથી વધારે સિક્સ લગાવનારા પહેલા 13 ખેલાડીઓમાં ગુજરાતનો એક પણ નથી.
રાજસ્થાનના જોસ બટલરે ત્રણ સદી અને ત્રણ અડધી સદી નોંધાવીને આ વખતે સૌથી વધારે રન બનાવ્યા છે અને તેમણે 37થી વધારે સિક્સ મારી છે.
તેમના સિવાય હેટમાયર અને સંજુ સેમસન પણ 21-21 સિક્સ મારી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ત્રણ ખેલાડીઓની ધમાલ એવી છે કે આ સિઝનમાં સૌથી વધારે સિક્સ મારવાનો રેકર્ડ આ ટીમના નામે છે.
આનો બીજો દૃષ્ટિકોણ એ છે કે છક્કા લગાવનારા બૅટ્સમૅન હોવા છતાં 16થી 20 ઓવરમાં રાજસ્થાન રૉયલ્સ 8.3ની ઍવરેજથી જ રન બનાવે છે, જે આ સિઝનમાં તમામ ટીમોની ઍવરેજમાં સૌથી ઓછી છે.
આ અંતર ખૂબ જ રસપ્રદ છે. જેમની પાસે સિક્સર મારી શકે તેવા સ્ટાર ખેલાડી છે, તેમના છેલ્લી ઓવરોમાં રન બની રહ્યા નથી અને જેમની પાસે સિક્સર લગાવનારા ખેલાડી નથી, તે છેલ્લી ઓવરમાં ઝડપથી રન ભેગા કરી રહ્યા છે.

બંને ટીમોમાં સ્ટાર ખેલાડી

ઇમેજ સ્રોત, iplt20.com
કાગળ પર જોઈએ તો રાજસ્થાનની પાસે જોસ બટલર, સંજુ સેમસન અને શિમરોન હેટમાયર જેવા ખેલાડી છે તો બીજી બાજી શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલર જેવા ખેલાડી છે.
હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ ટીમના સૌથી ભરોસાપાત્ર ખેલાડી સાબિત થયા છે.
બંનેએ 400-400 રન બનાવ્યા છે. જ્યારે પહેલી પાંચ મૅચમાં જેમને ટીમમાં સામેલ નહોતા કરાયા તે રિદ્ધિમાન સાહાએ જોરદાર ઇનિંગ્સ રમી છે.
રાજસ્થાન તરફથી જોસ બટલર સિવાય સંજુ સેમસને પણ 374 રન બનાવ્યા છે.

બૉલિંગમાં કોણ ભારે?

ઇમેજ સ્રોત, ANI
બંને ટીમો પાસે શાનદાર બૉલર છે. ગુજરાત તરફથી મોહમ્મદ શમી અને રાશિદ ખાને 18-18 વિકેટ લીધી છે, જ્યારે રાજસ્થાન રૉયલ્સ તરફથી ચહલે સૌથી વધારે 26 વિકેટ લીધી છે.
જ્યારે યુવાન ઝડપી બૉલર પ્રસિદ્ધ કૃષ્ણાએ 15 વિકેટ લીધી છે.
આ બધાની વચ્ચે જે એક વાત પર લોકોની નજર હશે તે હશે જોસ બટલર અને રાશિદ ખાન વચ્ચેની ટક્કર.
બંને સામસામે સાત વખત રમ્યા છે અને ચાર વખત રાશિદ ખાને જોસ બટલરને આઉટ કર્યા છે, એવામાં જોવાનું રહેશે કે શું બટલર આ મહત્ત્વની મૅચમાં ખાનના સ્પિનનો સામનો કરી શકે છે કે નહીં.
ગુજરાત ટાઇટન્સની ટીમ પહેલી સિઝનમાં ઇતિહાસ બનાવવાના ઇરાદા સાથે ઊતરશે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












