સુશાંતસિંહ રાજપૂતના અંતિમસંસ્કાર મુંબઈમાં કરાયા

ઇમેજ સ્રોત, Hindustan Times
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અંતિમસંસ્કાર મુંબઈના વિલે પાર્લેસ્થિત સ્મશાનઘાટમાં કરાયા.
સોમવારે તેમની અંતિમયાત્રામાં ટીવી અને ફિલ્મઉદ્યોગસાથે સંકળાયેલી કેટલીય સેલિબ્રિટી તેમાં સામેલ થઈ.
રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર, કૃતિ સેનન અને વિવેક ઑબેરોય જેવાં કલાકારો પણ અંતિમયાત્રામાં હાજર રહ્યાં.
જોકે, લૉકડાઉનને લીધે અંતિમયાત્રામાં ઓછા લોકોને એકઠા થવાની પરવાનગી મળી હતી.
અંતિમસંસ્કારમાં સામેલ થવા માટે તેમનો પરિવાર પટણાથી મુંબઈ પહોંચ્યો હતો.
બીબીસીનાં સહયોગી પત્રકાર મધુ પાલે જણાવ્યું કે સુશાંતનાના પિતા સોમવારે એક વાગ્યાની આસપાસ મુંબઈ પહોંચ્યા હતા. તેમની સાથે સુશાંતના પિતરાઈ ભાઈ અને તેમનાં પતી પણ આવ્યાં હતાં.
સુશાંતનાં અંતિમ દર્શન કરવા માટે સૌથી પહેલાં અભિનેત્રી રિયા ચક્રવર્તી પહોંચ્યા. તેઓ સુશાંતના છેલ્લા દિવસો દરમિયાન તેમનાં અંગત મિત્રોમાંથી એક હતાં.

'શ્વાસ રૂંધાવાને કારણે મૃત્યુ થયું'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સુશાંતસિંહ રાજપૂતનો પ્રાથમિક ઑટોપ્સી અહેવાલ પોલીસને આપવામાં આવ્યો છે. જેમાં તેમનું મૃત્યુ શ્વાસ રૂંધાવાને કારણે થયું હોવાનું કહેવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ત્રણ ડૉક્ટરોની ટીમે તેમનું પૉસ્ટમોર્ટમ કર્યું હતું.
સુશાંતસિંહ ગઈ કાલે ગળે ફાંસો ખાધેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. પોલીસ આ આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે.
સુશાંતસિંહની ટીમે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે તેઓ આપણી વચ્ચે નથી એ મોટો આઘાત છે. તેમની યાદો આપણે સાથે રાખીએ અને તેમનું કામ ઊજવીએ એવી વિનંતી કરીએ છીએ.
સુશાંતસિંહની ટીમે આ પીડાની ઘડીમાં પ્રાઇવસી જાળવી રાખવા પણ સૌને વિનંતી કરી છે.
ઘટનાની તપાસ કરી રહેલી પોલીસનું કહેવું છે કે તેઓ છ મહિનાથી ડીપ્રેશનમાં હતા.
મુંબઈ પોલીસે તેમના સત્તાવાર નિવેદન સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાની ખરાઈ કરી છે અને આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મુંબઈ પોલીસના પ્રવક્તા ડીસીપી પ્રણય અશોકનું કહેવું છે કે તેમને મૃતદેહ પાસેથી કોઈ ચિઠ્ઠી મળી નથી.
આ દરમિયાન જનઅધિકાર પાર્ટીના પ્રમુખ પપ્પુ યાદવે સુશાંતસિંહના મૃત્યુની સીબીઆઈ તપાસની માગ કરી છે.
એમણે કહ્યું કે, સુશાંત આત્મહત્યા કરે તેની હું કલ્પના પણ નથી કરી શકતો. મને લાગે છે કે આની પાછળ કોઈ સાજિશ છે. હું સરકાર પાસે સીબીઆઈ તપાસની માગ કરું છું.
એમણે કહ્યું કે સુશાંત ખૂબ મહેતનું અને સારા માણસ હતા, આત્મહત્યા કરી લે તેવા નહોતા, એ સામાન્ય સ્થિતિમાંથી આગળ આવ્યા અને બિહારનું ગૌરવ વધાર્યું. એમના નિધનથી બિહાર આઘાતમાં છે.
અભિનેતા સુશાંતસિંહ ટેલિવિઝન ધારાવાહિક 'પવિત્ર રિશ્તા'થી જાણીતા થયા હતા.

ઇમેજ સ્રોત, YASHRAJ BANNER
'એમ. એસ. ધોની', 'કેદારનાથ', 'કાઈ પો છે', 'રાબ્તા', 'છિછોરે', 'સોનચિરિયા', 'શુદ્ધ દેસી રોમાન્સ' તેમની જાણીતી ફિલ્મો છે.
સુશાંતસિંહની આત્મહત્યાના સમાચાર આવતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "સુશાંતસિંહ રાજપૂત... એક તેજસ્વી અભિનેતા બહું જલદી જતા રહ્યા. મનોરંજનની દુનિયામાં તેમના ઉદયથી ઘણા લોકોને પ્રેરણા મળી હતી અને તેઓ ઘણા બધા યાદગાર અભિનય પાછળ છોડી ગયા છે."
"હું તેમના ચાલ્યા જવાથી ચોંકી ગયો છું."
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
સુશાંતસિંહ સાથે ફિલ્મ પીકેમાં કામ કરી ચૂકેલાં અભિનેત્રી અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી છે.
તેઓ લખે છે, "સુશાંત તું ઘણો નાનો અને તેજસ્વી હતો, તું જલદી જતો રહ્યો. હું બહું દુખી અને અસ્વસ્થ છું કે આપણે એવા વાતવારણમાં રહીએ છીએ કે જેમાં તને જોઈતી મદદ ન મળી. તારી આત્માને શાંતિ મળે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
અભિનેતા અનુપમ ખેર લખે છે, "મારા વ્હાલા સુશાંતસિંહ રાજપૂત... આખરે કેમ? કેમ?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
જાણીતા ક્રિકેટર ઇરફાન પઠાણ લખે છે કે સુશાંતસિંઘ રાજપૂતની આત્મહત્યાનું સાંભળીને હું ચોકી ગયો છું અને દુખી છું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
પઠાણ લખે છે કે "છેલ્લી વખત મારી એમની સાથે વાત તાજ હોટલના જીમમાં થઈ હતી. મેં કેદારનાથ ફિલ્મમાં તેમણે કરેલા કામની તારીફ કરી તો તેમણે કહ્યું હતું કે ભાઈ પ્લીઝ છિછોરે જુઓ, તમને ગમશે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો