સુરત : એ બહાદુર પોલીસમૅન જેણે નદીમાં છલાંગ લગાવી બે જીવ બચાવ્યા

'મારું કે મારા પરિવારના ભવિષ્યનો વિચાર કર્યા વિના માત્ર બૂટ કાઢીને માનવતાની દૃષ્ટિએ તાપીમાં ભૂસકો માર્યો અને તેમને બચાવ્યાં.'
સુરતના પોલીસ અધિકારી રામસિંહભાઈ રબારીએ તાપી નદીમાં છલાંગ લગાવી ડૂબી રહેલી બાળકી અને બાળકીનાં માસીને બચાવ્યાં હતાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
બાળકી નદીમાં બેભાન અવસ્થામાં રહેલાં માસીને પકડી રાખ્યાં હતાં અને બૂમો પાડી રહી હતી.
રામસિંહ કહે છે, "લોકો વીડિયો ઉતારી રહ્યા હતા. ખબર નથી તેમને તરતાં ન આવડતું હોય કે નહીં તેનો ખ્યાલ નથી, પણ આ કટોકટી સમયે કાંઈપણ વિચાર કર્યા વિના આ કામ કરવું જોઈએ."
રામસિંહના જણાવ્યા મુજબ પાણીમાં ડૂબી રહેલાં બે લોકોનો સ્યૂસાઇડનો ઇરાદો ન હતો, પરંતુ નદીમાં કચરો વીણવા ગયાં ત્યારે લીલના કારણે પગ લપસી ગયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો








