પ્રિયંકા-નિકનાં લગ્નની તસવીરો, રવિવારે હિંદુવિધિથી લગ્ન

ડાન્સ કરી રહેલી પ્રિયંકા ચોપડાની તસવીર

ઇમેજ સ્રોત, RAINDROP MEDIA

ઇમેજ કૅપ્શન, જોધપુરના ઉમેદ ભવન પેલેસ ખાતે લગ્ન સમારંભનું આયોજન

'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા તથા 'ઇંગ્લિશ બાબુ' નિક જોનાસ ઔપચારિક રીતે 'પતિ-પત્ની' બની ગયાં છે.

આ લગ્નની ઔપચારિક જાહેરાત નિકના પિતા પોલ કેવિન જોનાસે કરી હતી.

જોધપુરના ઉમેદ ભવન ચાલી રહેલાં લગ્નસમારંભમાં દંપતીના પરિવારો ઉપરાંત અનેક સેલિબ્રિટીઝ સામેલ થઈ છે.

શનિવારે પ્રિયંકા તથા નિકે ખ્રિસ્તી ધર્મની વિધિ પ્રમાણે, લગ્ન કર્યું. બંને રવિવારે હિંદુ ધર્મવિધિ પ્રમાણે લગ્ન કરશે.

પરિણીત તથા પ્રિયંકા ચોપડા

ઇમેજ સ્રોત, RAINDROP MEDIA

ઇમેજ કૅપ્શન, નિકનાં સાળી તથા પ્રિયંકાનાં બહેન પરિણીતી

મુકેશ અંબાણીનાં પુત્રી ઈશા, કૉરિયોગ્રાફર ગણેશ હેગડે, ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી, અર્પિતા ખાન, લીલીસિંહ, પરિણીતી ચોપરા, મિક્કી કોન્ટ્રાક્ટર સહિત અનેક સેલિબ્રિટીઝ લગ્ન કાર્યક્રમમાં હાજરી આપવા જોધપુર પહોંચી છે.

જૂન મહિનામાં ઈશાનાં ભાઈ આકાશ અંબાણીની સગાઈ શ્લોકા મહેતા સાથે થઈ, ત્યારે નિક અને પ્રિયંકા એકસાથે જોવા મળ્યાં હતાં. આ કાર્યક્રમ બાદ બંનેના સંબંધો અંગે ચાલી રહેલી અટકળોને વેગ મળ્યો હતો.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન

ઇંગ્લિશ બાબુ, દેશી ગર્લ

નિકની તસવીર

ઇમેજ સ્રોત, RAINDROP MEDIA

ઇમેજ કૅપ્શન, નિક અને પ્રિયંકાએ પહેલાં ખ્રિસ્તી અને પછી હિંદુવિધિથી લગ્ન કરવાનું નક્કી કર્યું

વર્ષ 2017માં પ્રિયંકા અને નિક એકસાથે જોવા મળ્યાં હતાં, ત્યારથી બંનેના સંબંધ અંગે અટકળો શરૂ થઈ હતી.

વર્ષ 2018ના પ્રથમ છમાસિક ગાળા દરમિયાન નિકનો પરિવાર ભારત આવ્યો હતો, એવું માનવામાં આવે છે કે આ ગાળામાં જ પરિવારે બંનેના સંબંધ પર ઔપચારિકતાની મહોર મારી હતી.

ઑગસ્ટ મહિનામાં પ્રિયંકા અને નિકના 'રોકા' થયાં હતાં.

26 વર્ષના નિક જોનાસ અમેરિકન સિંગર છે. પ્રિયંકા તેમનાથી દસ વર્ષ મોટાં છે.

નિકનો જન્મ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં 16 સપ્ટેમ્બર 1992ના રોજ થયો હતો, જ્યારે પ્રિયંકાનો જન્મ 18 જુલાઈ 1982નાં થયો છે.

નિક તથા પ્રિયંકાની તસવીર

ઇમેજ સ્રોત, RAINDROP MEDIA

ઇમેજ કૅપ્શન, મહેંદીવિધિમાં ભાગ લેવા કન્યાપક્ષને ત્યાં પહોંચેલા નિક

નિકોલસ જેરી જોનાસ અમેરિકન ગાયક, લેખક, ઍક્ટર અને રેકોર્ડ પ્રોડ્યુસર છે.

નિકે માત્ર સાત વર્ષની ઉંમરથી ઍક્ટિંગ કૅરિયરમાં હાથ અજમાવ્યો અને વર્ષ 2002માં ડેબ્યૂ કર્યું હતું.

નિક વર્ષ 2019માં આવનારી સાઇન્સ ફિક્શન ફિલ્મ 'કેઓસ વૉકિંગ'માં તેઓ ડેવી પ્રેંટિસ જુનિયરની ભૂમિકા નિભાવી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો