કોરોના વાઇરસ મહામારીએ થાઇલૅન્ડની હાલત કેવી કરી નાખી?
કોરોના વાઇરસને કારણે થાઇલૅન્ડનો પર્યટન ઉદ્યોગ પડી ભાંગ્યો છે. થાઇલૅન્ડ માટે હાલ બે મોટા પડકાર છે. એક છે કે કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણ કરવાનો અને બીજો છે તેના પર્યટન ઉદ્યોગને ફરી બેઠો કરવાનો.
એક સમયે આ વિશ્વનો સૌથી વિખ્યાત બીચ હતો. અહીંની પાર્ટી વિશ્વવિખ્યાત રહેતી.
થાઇલૅન્ડના કોહપાનયાન પર આવેલું હાડ રીન દરેક પર્યટકનું માનીતું સ્થળ ગણાતું. જ્યાં એક સમયે પર્યટકોની ભીડ હતી તે મહામારીમાં ગાયબ થઈ ગઈ.
જોઈએ બીબીસી સંવાદદાતા જોનાથન હેડનો કોહ પાનયાનથી આ અહેવાલ.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો