ગુજરાત : 100ની નવી નોટ પર જોવા મળતી પાટણની 'રાણકી વાવ'માં ડોકિયું
ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા બહાર પાડવામાં આવેલી 100 રૂપિયાની નવી નોટ પર ગુજરાતનાં બે ગૌરવ છે એમ કહીએ તો પણ ખોટું નહીં હોય.
ભારતની લગભગ બધી જ ચલણી નોટ પર જોવા મળતી મહાત્મા ગાંધીની તસવીર ઉપરાંત 100 રૂપિયાની નવી ચલણી નોટની બીજી બાજુ પર પાટણની રાણકી વાવની તસવીર પર જોવા મળશે.
રિઝર્વ બૅન્ક તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, 100 રૂપિયાની આ ચલણી નોટનો રંગ આછો જાંબુડિયો હશે.
રાણકી વાવ 11મી સદીમાં નિર્માણ પામી હતી. રાણી ઉદયમતીએ પતિ ભીમદેવની યાદમાં રાણકી વાવ બંધાવી હતી.
વર્ષ 2014માં રાણકી વાવને યૂનેસ્કોએ વિશ્વ ધરોહર જાહેર કરી હતી.
જુઓ આ રાણકી વાવની વિશેષતા અને તેની અંદરની કલાકૃત કારીગરી.
શૂટ-એડિટ : પવન જયસ્વાલ અને સાગર પટેલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો