બ્રાઝિલને આર્થિક સદ્ધર બનાવનાર ગુજરાતનો સાંઢ

વીડિયો કૅપ્શન, બ્રાઝિલ બુલ

ગુજરાતના ગીર પ્રદેશની ગાયો તેના દૂધની ગુણવત્તા માટે જાણીતી છે. લેટિન અમેરિકન દેશ બ્રાઝિલના ખેડૂત કૅસ્લૉ ગાર્સિયા સીડ વર્ષ 1960માં ગુજરાતની ગીર ગાયોને બ્રાઝિલ લાવ્યા હતા.

સાથે જ તેઓ એક સાંઢને પણ લાવ્યા હતા જેનો બ્રાઝિલની દૂધ ઉત્પાદકતામાં મહત્ત્વનો ફાળો છે.

કૃષ્ણ નામના આ સાંઢની માલિકી ભાવનગરના રાજા વીરભદ્રસિંહ ધરાવતા હતા. બ્રાઝિલની 80 ટકા ગીર ગાયોમાં કૃષ્ણનું ડીએનએ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.