બદઇરાદા અને ખોટી નિયત સાથે કંઈ નહીં કરું : મોદી
દેશવાસીઓ 2014માં તમે મને વધારે જાણતા ન હતા, પરંતુ મને જાણ્યા બાદ તમારા સમર્થનમાં વધારે તાકાત આવી છે. હું તેના પાછળની ભાવનાને સારી રીતે જાણું છું. જેવી રીતે અમિતભાઈ કહે છે કે ઘણાં વર્ષો બાદ એક ચૂંટાયેલી સરકાર બીજી વખત પૂર્ણ બહુમત અને પહેલાં કરતાં વધારે તાકાત સાથે જીતીને આવી તેનો મતલબ દેશની જનતાનો મોટો ભરોસો છે. ભરોસો જેવો વધે છે, જવાબદારી પણ વધે છે. એટલે દેશવાસીઓએ મને જે જવાબદારી આપી છે, તેમને મારું વચન, સંકલ્પ કે પ્રતિબદ્ધતા માનો, તમે મને ફરી જે કામ આપ્યું છે, આવનારા દિવસોમાં હું કોઈ બદઈરાદા કે ખોટી નિયત સાથે કોઈ કામ નહીં કરું. કામ કરતાં-કરતાં ભૂલ થઈ શકે છે પરંતુ ખોટી નિયત સાથે કોઈ કામ નહીં કરું.








