ભારતીય મૂળનાં આ સાંસદને બનાવાયાં યુકેનાં ગૃહમંત્રી, પ્રીતિ પટેલનું સ્થાન લેશે

સુએલા બ્રેવરમૅન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુએલા બ્રેવરમૅન
    • લેેખક, ગગન સભરવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા, લંડન
લાઇન
  • લિઝ ટ્રસની કૅબિનેટમાં મહત્ત્વપૂર્ણ એવું ગૃહમંત્રાલય આપવામાં આવ્યું ભારતીય મૂળનાં સુએલા બ્રેવરમૅનને
  • તેમના પિતા મૂળ ગોવાના અને માતા મૉરિશિયસનાં તામિલ હિંદુ
  • પરિવાર વર્ષોથી બ્રિટનમાં સ્થાયી થયો હતો, તેમનો જન્મ પણ ત્યાં જ થયો હતો
લાઇન

બ્રિટનનાં નવાં વડા પ્રધાન લિઝ ટ્રસે સમય ગુમાવ્યા વગર પોતાની નવી કૅબિનેટની નિયુક્તિ કરી દીધી છે. જેમાં તેમણે ભારતીય મૂળનાં સુએલા બ્રેવરમૅનને સામેલ કર્યાં છે. તેઓ હવે યુકેનાં ગૃહમંત્રી બન્યાં છે. આ પહેલાં બૉરિસ જોનસન સરકારમાં પણ ભારતીય મૂળનાં સાંસદ પ્રીતિ પટેલ ગૃહમંત્રી હતાં.

ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્વાઝી ક્વારટેંગ

લિઝ ટ્રસના નજીકના મિત્ર ક્વાઝી ક્વારટેંગને ચાન્સેલર એટલે કે નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ નદીન ઝહાલી બાદ પદ સંભાળશે. તેઓ પહેલાં વેપારમંત્રી રહી ચૂક્યા છે.

ક્વારટેંગનો જન્મ 1975માં વૉલ્થમ ફૉરેસ્ટ, લંડનમાં થયો હતો અને તેઓ મૂળ અલ્ફ્રેડના છે. તેમણે બ્રિટનની પ્રતિષ્ઠિત શાળા ઈટન કૉલેજમાંથી અભ્યાસ કર્યો છે. આ કૉલેજમાં ડેવિડ કૅમેરૂન અને બોરિસ જોનસન સહિત બ્રિટનનાં 20 વડા પ્રધાનોએ અભ્યાસ કર્યો છે.

ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટેરેસા કૅફ

આ સિવાય ટ્રસે પોતાના લાંબા સમયનાં સહયોગી ટેરેસા કૅફને દેશનાં સ્વાસ્થ્યમંત્રી બનાવ્યાં છે. તેઓ વડાં પ્રધાન દ્વારા નિયુક્ત કરાયેલ પહેલી વ્યક્તિ હતી અને તેઓ ઉપવડા પ્રધાનપદ પણ સંભાળશે.

વિદેશમંત્રાલયનું સુકાન જેમ્સ ક્લૅવર્લીને સોંપવામાં આયું છે. આ પદ પર પહેલાં ટ્રસ ખુદ હતાં. 1971માં જન્મેલાં ટેરેસા કૅફ લિવરપૂલમાં રહ્યાં અને ભણ્યાં હતાં. તેમણે યુનિવર્સિટી કૉલેજ, લંડનમાંથી કૅમેસ્ટ્રીમાં પીએચ.ડી કર્યું છે અને આંતરરાષ્ટ્રીય કંપની માર્સમાં કામ કર્યું છે.

ચાર્ટર્ડ મૅનેજમૅન્ટ ઍકાઉન્ટન્ટ બન્યા બાદ તેમણે માર્સમાં ઘણાં પદો પર કામ કર્યું અને માર્સ ડ્રિન્ક્સ, યુકેનાં ફાઇનાન્સ ડાયરેક્ટર પણ બન્યાં. તેમણે બીબીસીમાં ફાઇનાન્સ મૅનેજર તરીકે પણ કામ કર્યું હતું.

ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જેમ્સ ક્લૅવર્લી

આ નિયુક્તિઓને જોઈએ તો ટ્રસની કૅબિનેટમાં વિવિધતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. બ્રિટનની રાજનીતિમાં એવું પહેલી વખત બન્યું છે કે સૌથી મોટાં મંત્રાલયોમાં એક પણ શ્વેત વ્યક્તિ નથી.

બ્રિટનમાં સૌથી વરિષ્ઠ મંત્રાલયોને ગ્રેટ ઑફિસિસ ઑફ ધ સ્ટેટ કહેવામાં આવે છે. તેમાં વડા પ્રધાન કાર્યાલય, નાણામંત્રાલય, વિદેશમંત્રાલય અને ગૃહમંત્રાલય સામેલ છે. 2001ની તુલનામાં આ વખત તે એકદમ અલગ છે. ત્યારે 91 ટકા સાંસદો પુરૂષ હતા અને તમામ શ્વેત લોકો હતા.

ભારતીય મૂળના સુએલા બ્રેવરમૅને ગ્રેટ ઑફિસિસ ઑફ ધ સ્ટેટમાંથી એકનું સુકાન સંભાળ્યું છે. પહેલાં તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા બનવાની હોડમાં પણ સામેલ હતાં.

line

કોણ છે સુએલા બ્રેવરમૅન?

ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન

ઇમેજ સ્રોત, STEFAN ROUSSEAU

42 વર્ષીય સુએલા બ્રેવરમૅનનો જન્મ સમયે સુ-ઍલેન-કૅસિઆના બ્રેવરમૅન હતું. તેમના પિતા કેન્યાના ક્રિસ્ટી ફર્નાન્ડિસ મૂળ ગોવાના છે. મૉરિશિયસનાં તેમનાં માતા મૂળ હિંદુ તામિલ છે. તેમનાં માતા મૉરિશિયસથી બ્રિટન પહોંચ્યાં હતાં અને પિતા 1960માં કેન્યાથી બ્રિટન પહોંચ્યા હતા.

સુએલાનો જન્મ લંડનના હૅરોમાં થયો હતો પરંતુ તેઓ ઉત્તર-પશ્ચિમ લંડનના વૅમ્બલી વિસ્તારમાં રહ્યાં અને ભણ્યાં હતાં. તેઓ પરિવારનાં એકમાત્ર સંતાન છે.

તેમના પિતા ક્રિસ્ટી ઘણાં વર્ષો સુધી એક હાઉસિંગ ઍસોસિયેશનમાં કામ કરતા હતા અને માતા ઉમા 45 વર્ષ સુધી નર્સ તરીકે કામ કરતાં હતાં. બંને 80ના દાયકામાં કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડાયાં અને વૅમ્બલીમાં સ્થાનિક સમુદાય વચ્ચે કામ કર્યું. ઉમા 16 વર્ષ સુધી કાઉન્સેલર પણ રહ્યાં અને ક્રિસ્ટી એક કૅમ્પેનર તરીકે કામ કરતાં હતાં.

પાર્ટીના નેતાની ચૂંટણી દરમિયાન આઈટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બ્રેવરમૅને કહ્યું હતું, "હું દેશને ઘણો પ્રેમ કરું છું. મારાં માતાપિતા અહીં ખાલી હાથે આવ્યાં હતાં અને બ્રિટને તેમને આશા, સુરક્ષા અને તક આપી. આ દેશે શિક્ષણ અને કારકિર્દી ઘડવામાં પણ મને ઘણી તકો આપી છે. હું આ દેશની ઋણી છું અને આ દેશના વડા પ્રધાન બનવું મારા માટે ગર્વની વાત હશે."

ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન

ઇમેજ સ્રોત, Getty Images

બ્રેવરમૅનને એક સ્કૉલરશિપ મળ્યા બાદ એક સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને બાદમાં લંડનની હીથફિલ્ડ સ્કૂલ પહોંચ્યાં. બાદમાં તેઓ કાયદાનો અભ્યાસ કરવા કૅમ્બ્રિજની ક્વિન્સ કૉલેજ ગયાં અને ત્યાંથી પૅરિસની એક કૉલેજમાંથી કાયદાની માસ્ટર્સ ડિગ્રી મેળવી. ત્યાર બાદ તેઓ ન્યૂયૉર્કમાં ઍટર્ની બન્યાં.

સુએલા બ્રેવરમૅન મે 2015માં કન્ઝર્વેટિવ પાર્ટીનાં સાંસદ બન્યાં અને થેરેસા મેએ તેમને પહેલી વખત મંત્રીપદ આપ્યું. તેમને 2018માં બ્રેક્ઝિટ મંત્રી બનાવવામાં આવ્યાં હતાં પરંતુ તેઓ વધારે દિવસો સુધી પદ પર રહ્યાં ન હતાં. નવેમ્બર 2018માં તેમણે રાજીનામું આપી દીધું હતું.

જોકે, ફેબ્રુઆરી 2022માં બોરિસ જોનસન તેમને પાછાં લઈ આવ્યાં હતાં. તેમને ક્વિન્સ કાઉન્સેલ બનાવવામાં આવ્યાં હતાં. ક્વિન્સ કાઉન્સેલનું પદ એક રીતે ઘણા સારા કામ માટેનું સન્માન છે અને એક સૉલિસિટરને આપવામાં આવનારું સર્વોચ્ચ સન્માન છે.

જ્યારે કાયદામાં સંશોધન કરીને કૅબિનેટ મંત્રીને પદ પર રહીને 'મૅટરનિટી લીવ'નો પગાર મળે તેઓ સુધારો કરવામાં આવ્યો, ત્યારે બ્રેવરમૅન કૅબિનેટ મંત્રી હતાં ત્યારે 'મૅટરનિટી લીવ' લેનારાં પ્રથમ મહિલા પણ હતાં. પહેલાં આ પ્રકારના કિસ્સામાં મંત્રીએ રાજીનામું આપવું પડતું હતું.

line

બ્રેવરમૅનના જુદાજુદા મુદ્દાને લને અભિપ્રાય

ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન

ઇમેજ સ્રોત, Getty Images

બ્રેવરમૅન બ્રેક્ઝિટના સંપૂર્ણ સમર્થનમાં છે અને હાલમાં જ તેમણે કહ્યું હતું કે તેઓ યુરોપિયન કોર્ટના માનવાધિકારો સાથે પોતાના સંબંધોને લઈને તેઓ આશ્વસ્ત નથી.

તેમણે આ વાત એવા સમયે કરી હતી જ્યારે યુરોપિયન કોર્ટે નિર્ણય લીધો હતો કે શરણાર્થીઓને બ્રિટનની બહાર લઈ જનારી ફ્લાઇટોને રોકવામાં આવે.

બ્રેવરમૅને અગાઉ કહ્યું હતું કે સ્કૂલોને ટ્રાન્સજેન્ડર બાળકોની અરજી સાંભળવાની જરૂર નથી. જો તેઓ પોતાનું નામ, અટક કે પછી ડ્રેસ બદલવાની માગ કરે તો સ્કૂલોએ એ જ જેન્ડર માનવું જોઈએ, જેમાં તેઓ જન્મ્યાં હતાં અને તેમાં ફેરફાર માત્ર એક 'મેડિકલ પ્રૅક્ટિશનર'ના કહેવા પર કરવો જોઇએ.

આ વર્ષની શરૂઆતમાં તેમની એવા નિવેદન બદલ આકરી ટીકા થઈ હતી કે તેઓ વિચાર કરી રહ્યાં છે કે એડવર્ડ કૉલ્સટનની મૂર્તિ તોડનારા ચાર લોકોનો કેસ કોર્ટ સમક્ષ મૂકવો જોઈએ કે નહીં?

line

રવાંડા

રાજકીય રીતે કૅન્સના તટ સુધી પહોંચનારા શરણાર્થીઓની રૅકર્ડ સંખ્યા મોટો પડકાર છે. બ્રેવરમૅન પહેલાં પ્રીતિ પટેલ હતાં, તેમની રવાંડા મોકલી દેવાની ધમકી અંગેનો કેસ હાલ કોર્ટમાં છે. શક્ય છે કે એ સાબિત થઈ જાય કે શું આ કારણે લોકોના આગમનની સંખ્યા ઘટી જશે.

શરણાર્થીઓ

માળખાગત સમસ્યાઓમાં એક શરણાર્થી સિસ્ટમ છે. તેની પાછળ દર વર્ષે બે બિલિયન પાઉન્ડથી વધુ ખર્ચ કરવામાં આવે છે. બે દાયકામાં શરણાર્થીઓને લગતા સૌથી વધુ કેસ પેન્ડિંગ છે અને તેમાં વિલંબ પણ ઘણો થયો છે.

આ ઉપરાંત યુકેમાં શરણાર્થી તરીકે આવવા માગતા હજારો લોકો સરકારના સમર્થનવાળી હોટલોમાં ફસાયેલ છે. તેમની પાછળ પ્રતિદિન ખર્ચ 40 લાખ પાઉન્ડથી વધારે છે. તેમાંથી દસ લાખ પાઉન્ડ અફઘાનિસ્તાનના શરણાર્થીઓ પાછળ ખર્ચવામાં આવે છે.

ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લિઝ ટ્રસ

ગુનાખોરી

છેતરપિંડી, બળાત્કાર અને હિંસક હુમલા જેવા ગુનાઓના કેસો વધી રહ્યા છે. વેલ્સ અને ઇંગ્લૅન્ડની પોલીસે છેલ્લાં 20 વર્ષમાં સૌથી વધુ ગુના નોંધ્યા છે. તેમાં પણ મહિલાઓ અને બાળકીઓની સુરક્ષાની ચિંતા વધી છે. યૌન હિંસા, ગોળીબાર, બંદૂક તેમજ ચપ્પુથી થતા હુમલા ઘટાડવા પણ દબાણ છે. જોકે, કોસ્ટ ઑફ લિવિંગ વધવાથી શંકા વ્યક્ત કરાઈ રહી છે કે ગુનાખોરી વધી શકે છે.

પોલીસિંગ

માર્ચ 2023 સુધી 20 હજાર નવા પોલીસ અધિકારીઓની નિમણૂક કરવાના વાયદાને પૂરો કરવાનું દબાણ તેમના પર હશે. હાલમાં જ સાંસદોના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ગૃહમંત્રાલયને લક્ષ્ય સુધી પહોંચવામાં મહત્ત્વપૂર્ણ પડકારોનો સામનો કરવો પડશે કારણ કે માર્કેટમાં ઘણી સ્પર્ધા છે અને પોલીસ પર લોકોનો ભરોસો ઘટી રહ્યો છે. જૂનના અંત સુધી 13,790 પોલીસકર્મીઓની નિયુક્તિ કરવામાં આવી છે.

પાસપોર્ટ

પાસપોર્ટની અરજીઓને પહોંચી વળવામાં સમય લાગી રહ્યો છે. શંકા છે કે વર્ષના અંત સુધીમાં તેમાં સુધારો નહીં આવે. બ્રેવરમૅન માટે આ એક પડકાર છે. પાસપોર્ટ કાર્યાલયના નિદેશકો અનુસાર સાડા પાંચ લાખથી વધુ પાસપોર્ટ જૂન પહેલાંથી પેન્ડિંગ છે. આ માટે આગામી કેટલાક દિવસો, અઠવાડિયાં અને મહિના દેશનાં નવાં ગૃહમંત્રી માટે ઘણાં પડકારજનક રહેશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન