બિઝનૅસ: ઘડપણમાં ધંધો શરુ કરીને લાખો કમાતી મહિલાઓની કહાણી

ફેયી

ઇમેજ સ્રોત, FEYI

ઇમેજ કૅપ્શન, ફેયી
    • લેેખક, ડગલ શૉ
    • પદ, બીબીસી ન્યૂઝ

"જો તમને લાગે કે કંઈક કરવું છે તો વિચારો નહીં, બસ કરી નાખો. થોભીને બધું યોગ્ય રીતે થાય તેની રાહ ન જુઓ. કેમ કે તેવું ક્યારેય નહીં થાય."

આ સલાહ આપી રહ્યાં છે લંડનમાં રહેતાં ફેયી રૈમી અબ્રાહમ જેમણે 52 વર્ષની ઉંમરે પોતાનો પહેલો બિઝનેસ શરૂ કર્યો છે. તેમની કંપનીનું નામ છે "ધ બ્લેક ડિમેન્શિયા". આ કંપની તેમણે પોતાનાં વ્યક્તિગત અનુભવો બાદ શરૂ કરી હતી.

તેઓ એક નેશનલ ચૅરિટી સાથે કમ્યુનિટી ઍજ્યુકેશન કૉ-ઓર્ડિનેટર તરીકે કામ કરતાં હતાં અને લૉકડાઉન દરમિયાન તેમને રજા આપવામાં આવી હતી. આ દરમિયાન તેઓ આખો દિવસ પોતાનાં ડિમેન્શિયા (ચિત્તભ્રંશ)ની બીમારીથી પીડિત માતાની સંભાળ લેતાં હતાં.

જેમને ડિમેન્શિયાની બિમારી હોય તેમને ભૂતકાળની બાબતોને તેની સાથે જોડાયેલી કેટલીક જ્ઞાત વસ્તુઓ દેખાડીને યાદ કરાવવું પડે છે. પરંતુ ફેયી માટે તે અઘરું હતું. તેઓ તેમનાં માતા માટે એવી કોઈ વસ્તુ શોધી શકતાં ન હતાં કેમ કે તેઓ ટ્રીનીદાદ અને ટોબેગોમાં મોટા થયાં હતાં.

ડિમેન્શિયા માટેના ઇલાજમાં કેટલીકવાર 1950ના ડેવોનના દરિયાની સુંદર તસવીરો અથવા લંડનમાં દૂધ વેચવા માટે ફરતા લોકોની તસવીરોથી કામ ચાલી જાય છે. પણ ફેયીનાં માતાની સ્થિતિ કંઈક અલગ હતી. તેઓ હિબિસ્કસ ફૂલો અને હમીંગબર્ડ વિશે વાત કરવા માગતાં હતાં અને કેલિપ્સો (વેસ્ટ ઇન્ડિઝના લોકોનું ગીત) સંગીત સાંભળવા માગતાં હતાં.

line

માતાની ડિમેન્શિયાની બિમારી અને બિઝનેસ

ફેયીને ધંધાની પ્રેરણા તેમની માતાની બિમારીમાંથી મળી હતી

ઇમેજ સ્રોત, FEYI

ઇમેજ કૅપ્શન, ફેયીને ધંધાની પ્રેરણા તેમની માતાની બિમારીમાંથી મળી હતી

ફેયીને લાગ્યું કે આફ્રો- કૅરેબિયન પરિવારમાં મોટા થયેલા દર્દી માટે ડિમેન્શિયાના ઇલાજમાં સમસ્યા ઊભી થાય છે.

તેમનો ઑનલાઇન બિઝનેસ હવે તેવી જ વસ્તુઓ સાથે સંકળાયેલો છે જેમાં કલ્પનાત્મક બનીને વસ્તુઓને બનાવીને તેને વેચવામાં આવે છે.

તેમણે કોયડા બનાવનારાં અને ચિત્રકારો તેમજ પ્રિન્ટરોને નોકરી પર રાખ્યા છે જેઓ પુસ્તકોમાં રંગો ભરે. આ શોપ એક મહિનામાં શરું થશે.

ફેયીએ ઉષ્ણકટિબંધીય થીમ સાથે કલરિંગ-ઇન બુક પ્રકાશિત કરી છે

ઇમેજ સ્રોત, BLACK DEMENTIA COMPANY

ઇમેજ કૅપ્શન, ફેયીએ ઉષ્ણકટિબંધીય થીમ સાથે કલરિંગ-ઇન બુક પ્રકાશિત કરી છે

હસીને ફેયી કહે છે, 'મેં વિચાર્યું પણ ન હતું કે હું આ ઉંમરે બિઝનેસ શરૂ કરીશ. આ સમયે તો મારે નિવૃત્તિ વિશે વિચારવું જોઈએ.'

પરંતુ તેમને લાગે છે કે પ્રોઢ ઉદ્યોગસાહસિકોને થોડા વધારે ફાયદા થાય છે.

તેમનું માનવું છે કે આ વયે ધંધો ન ચાલે તો તેનો સ્વીકારભાવ આવી જાય છે.

તેઓ કહે છે, "કામનો અસ્વીકાર થાય તેની ભાવનાત્મક અસર તો થાય, પણ તે લાગણીને દબાવીને આગળ વધવું રહ્યું."

સાદી પઝલ ડિમેન્શિયાની બિમારી ધરાવતા લોકો માટે સારી છે

ઇમેજ સ્રોત, BLACK DEMENTIA COMPANY

ઇમેજ કૅપ્શન, સાદી પઝલ ડિમેન્શિયાની બિમારી ધરાવતા લોકો માટે સારી છે

તેમને એ પણ વિચાર આવ્યો હતો કે જે લૉકડાઉન દરમિયાન લોકો પોતાની નોકરી બચાવી રાખવાના પ્રયાસમાં હતા, તેવામાં બિઝનેસ કરવાનો વિચાર કેટલો મૂર્ખામીભર્યો સાબિત થઈ શકે છે.

પણ તેમનો એક વિચાર હતો જે તેમને આગળ લઈ ગયો. તેઓ માને છે કે તેમનાં માતા જેવા ઘણા લોકો છે જેમને તેમણે બનાવેલી વસ્તુઓની જરૂર છે.

હેમ્પશાયરનાં 57 વર્ષીય પૉલા ગ્રેડી કહે છે, "તમે પણ કામના છો, આ મારા જેવા થોડા વૃદ્ધ ઉદ્યોગસાહસિકોને મારી સલાહ છે."

line

કોરોનામાં નોકરી ગઈ

પૉલા: નોકરી ન મળે, તો નોકરી આપો
ઇમેજ કૅપ્શન, પૉલા: નોકરી ન મળે, તો નોકરી આપો

પૉલાને ઘણી વખત લાગતું કે નોકરીમાં તેમનું કોઈ મહત્ત્વ નથી. આવું તેમને કોરોનાની મહામારી પહેલાં પણ થતું હતું.

તેમણે મોટાભાગે IT સેલ્સમાં ઍકાઉન્ટ મૅનેજર તરીકે કામ કર્યું છે, પરંતુ ગયા વર્ષે અચાનક તે બધું બદલાઈ ગયું અને તેમની નોકરી જતી રહી.

લૉકડાઉન દરમિયાન તેમણે ઘણી નોકરીઓ શોધી. તેમને કોઈની દેખભાળ કરવાની પાર્ટ-ટાઇમ નોકરી મળી. તેનો પગાર તેમની નોકરી કરતાં ખૂબ જ ઓછો હતો.

એ પછી તેમણે 500 કરતાં વધારે જગ્યાએ નોકરી માટે અરજી કરી, પરંતુ ઇન્ટરવ્યૂ માટે તેમને માંડ 3 જેટલા કૉલ આવ્યા.

'નોકરી શોધવા જતી તો તેઓ મને કહેતાં કે હું એક મહિલા છું અને 50 વર્ષ પાર કરી ચૂકી છું. પછી મેં નક્કી કર્યું કે હવે જે કરવું છે તે હું જાતે જ કરીશ. જો તમે નોકરી ન શોધી શકો, તો નોકરી ઊભી કરો.'

ત્યારબાદ પૉલાએ સુગંધિત મીણબત્તીનો વેપાર શરૂ કર્યો.

પૉલાએ સુગંધિત મીણબત્તીનો ધંધો શરુ કર્યો

ઇમેજ સ્રોત, PAULA GRADY

ઇમેજ કૅપ્શન, પૉલાએ સુગંધિત મીણબત્તીનો ધંધો શરુ કર્યો

પોતાની કારકિર્દીની શરૂઆતમાં તેમણે હૉસ્પિટાલિટી મૅનેજમૅન્ટ શીખ્યું હતું જેમાં તેઓ કેટલીક વાનગી બનાવતા પણ શીખ્યા હતાં. તેમાં તેમને ખૂબ મજા આવતી.

મીણબત્તી બનાવવાની પ્રક્રિયા દરમિયાન તેમને તે યાદ આવી જતું. તેમણે પોતાના ગૅરેજને મીણબત્તી બનાવવાના સ્ટૂડિયો તરીકે વાપરવાનું શરૂ કરી દીધું.

ઓસ્મે કેન્ડલ્સના નામે તેમણે એક મહિનાથી બિઝનેસ શરૂ કર્યો છે અને એક મહિનામાં તેઓ કિચન ડિઝાઇન કરતી કંપની અને એક ગિફ્ટ શૉપ સાથે ગ્રાહક તરીકે જોડાયાં. તેમની ગિફ્ટ આપતી કંપનીઓ સાથે પણ વાતચીત ચાલુ છે. તેઓ હાલ થોડી કમાણી પણ કરવા લાગ્યાં છે.

તેઓ કહે છે કે તેમને લોકો સાથે વાતચીત કરવાની મજા આવે છે. હાલ જ તેમના ઘરે કોઈ વ્યક્તિ માછલીના ઑર્ડરની ડિલીવરી આપવા આવી હતી. તે બંને વચ્ચે વાતચીત થઈ અને તે વ્યક્તિ પોતાના પરિવારને ભેટમાં આપવા માટે 4 મીણબત્તી ખરીદીને લઈ ગઈ.

line

ઉંમરલાયક ઉદ્યોગસાહસિકના ફાયદા

કિમે સુગંધિત જ્વેલરી બ્રાન્ડ લૉન્ચ કરી
ઇમેજ કૅપ્શન, કિમે સુગંધિત જ્વેલરી બ્રાન્ડ લૉન્ચ કરી

ફેયીની જેમ પૉલા પણ માને છે કે ઉંમરલાયક ઉદ્યોગસાહસિક બનવું એ વધારે ફાયદાકારક છે.

તેઓ કહે છે, "મને ખબર નથી પડતી કે અનુભવની કોઈ કિંમત કેમ રહી નથી. કંપનીઓ એવા લોકોને નોકરી પર રાખે છે જેઓ ત્યાં આસપાસ જોવા મળ્યા હોય અને તેમણે કેટલીક પરિસ્થિતિનો સામનો પહેલાં કર્યો હોય. પણ વધારે ઉંમરના લોકો પાસે તો જીવનનો અનુભવ હોય છે અને કામ કરવાના અનુભવો, ઉદાહરણો બધું જ હોય છે. યુવાનો પાસે તે નથી હોતું."

તેઓ ઉદ્યોગસાહસિકોને સલાહ આપે છે, "જોખમ લેવાથી ડરો નહી, એ ક્ષમતાઓનો ઉપયોગ કરો જે તમે વર્ષોથી જીવનમાં શીખી છે. ટેકનૉલૉજીથી ડરો નહીં. વેબસાઇટ બનાવવી કે ઑનલાઇન ચૂકવણી કરવી એ તમે વિચારો છો તેટલું અઘરું નથી હોતું."

સોમરસેટમાં રહેતા 59 વર્ષીય કીમ બ્રૂક્સ કહે છે કે વયસ્ક ઉદ્યોગસાહસિકો યુવાનો કરતાં વધારે જોખમ ઉઠાવવા તૈયાર હોય છે.

કીમ ઉદ્યોગસાહસિકતા વિશે ઘણું જ્ઞાન ધરાવે છે અને તેઓ નવા ભણીને આવેલા યુવાનોને બિઝનેસ વિશે સમજાવવાનું કામ કરે છે.

પેન્ડન્ટમાં અંદર સુગંધિત તેલ નાખવામાં આવે છે

ઇમેજ સ્રોત, PERFINO

ઇમેજ કૅપ્શન, પેન્ડન્ટમાં અંદર સુગંધિત તેલ નાખવામાં આવે છે

10 વર્ષ પહેલાં તેમણે ગિફ્ટ રજિસ્ટ્રી કંપની શરૂ કરી હતી, તેમાં લોકો જન્મદિવસ જેવા દિવસે ગિફ્ટની વિશલિસ્ટ બનાવી શકે છે.

તેમણે તેમનું નવું વેન્ચર ઑગસ્ટ મહિનામાં લૉન્ચ કર્યું હતું. તે લક્ઝરી અને સુગંધિત દાગીનાની બ્રાન્ડ છે જેનું નામ છે પર્ફિનો. તેઓ એવા ગિફ્ટ બૉક્સ વેચે છે જેમાં પેન્ડન્ટ હોય છે અને સાથે સુગંધિત તેલ હોય છે.

તેમણે મર્યાદિત સંખ્યામાં બૉક્સ બનાવ્યા હતા અને 20 જેટલા વેચ્યા છે, જેનાથી તેમને 2 હજાર પાઉન્ડનો ફાયદો થયો છે. તેમને વર્જિન સ્ટાર્ટ-અપ સ્કીમ હેઠળ કેટલુંક ફંડ પણ મળવાનું છે.

તેઓ કહે છે કે યુવા ઉદ્યોગસાહસિકોમાં આત્મવિશ્વાસની ઉણપ હોય છે અને તેના કારણે જ તેઓ જોખમ નથી લેતા. વયસ્કો પાસે ઘણો અનુભવ હોય છે અને તેનાથી તેમને ખતરો ઉઠાવવાનો આત્મવિશ્વાસ મળે છે.

હસતાં હસતાં તેઓ કહે છે, "તમે એવી જગ્યાએ પહોંચી જાઓ છો જેમાં તમને કંઈ ફેર નથી પડતો કે લોકો શું કહે છે. હું ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવું છું અને હું એ નથી જોતી કે લોકો શું વિચારે છે."

"મારાં માતા 68 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યાં હતાં. આજે હું 59 વર્ષની છું. મને નથી લાગતું કે હું ઘરડી થઈ ગઈ છું. મને વધારે જુસ્સાનો અનુભવ થાય છે અને હું આશા રાખું છું કે હજુ મારે દાયકાઓ સુધી જીવવાનું છે."

"તમે તમારી જાતને કહો, અત્યારે નહીં તો ક્યારે?"

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન