રશિયા-યુક્રેન યુદ્ધ : પુતિનની બે દીકરીઓ કોણ, જેમના પર અમેરિકાએ લાદ્યો છે પ્રતિબંધ
અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનાં દીકરીઓ સહિત તેમના ઘણા નજીકના લોકો પર આર્થિક પ્રતિબંધ લાદવાનું એલાન કર્યું છે.
આ યાદીમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોફનો પરિવાર અને કેટલીક મોટી રશિયન બૅન્ક્સ પણ સામેલ છે.

ઇમેજ સ્રોત, Alamy
આ પગલું એવા સમયે લેવાયું છે જ્યારે યુક્રેનમાં રશિયન સેનાની ક્રૂરતાની તસવીરો સહિત ઘણા નવા પુરાવા સામે આવ્યા છે. રશિયાએ કહ્યું છે કે આ તસવીરો યુક્રેનના અધિકારીઓએ બનાવટીપણે બનાવી છે.
જોકે, રશિયાએ પોતાના દાવાના પક્ષમાં કોઈ પુરાવો નથી આપ્યો. નવા પ્રતિબંધોની જાહેરાતમાં સૌનું ધ્યાન રાષ્ટ્રપતિ પુતિનની દીકરીઓ પર છે.
પુતિન પોતાના પરિવાર અંગે ખૂબ જ ઓછી જાણકારી જાહેર કરે છે.
વર્ષ 2015માં પોતાની લાંબી પ્રેસકૉન્ફરન્સમાં પુતિને પોતાની એક દીકરી વિશ પુછાયેલો પ્રશ્ન ટાળી દીધો હતો.
તેમણે કહ્યું હતું કે, "મારી દીકરીઓ રશિયામાં રહે છે અને રશિયામાં જ ભણી છે. મને તેમના પર ગર્વ છે. તેઓ ત્રણ આંતરરાષ્ટ્રીય ભાષાઓ બોલે છે. હું મારા પરિવાર વિશે ક્યારેય કોઈની સાથે વાત નથી કરતો. દરેક વ્યક્તિને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર છે. તેઓ પોતાનાં જીવન સન્માન સાથે જીવી રહી છે."

ઇમેજ સ્રોત, AFP
અમેરિકાના હાલના પ્રતિબંધોમાં 36 વર્ષીય મારિયા વોરોંત્સોવા અને 35 વર્ષીય કેટરિના તિકોનોવાનું નામ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક અમેરિકન અધિકારીનું કહેવું છે કે, "અમારું માનવું છે કે પુતિનની ઘણી બધી મિલકત પરિવારના સભ્યોના નામે છે અને તેથી અમે તેમના પર નિશાન તાકી રહ્યા છીએ."
જોકે, આ બંને દીકરીઓ વિશે ન બરોબર આધિકારિક જાણકારી ઉપલબ્ધ છે તેમ છતાં પણ મીડિયામાં આવેલા સમાચાર અને અવારનવાર આવેલાં સાર્વજનિક નિવેદન, એ બંને વિશે પર્યાપ્ત જાણકારી આપે છે.
કેટરિના અને મારિયા, પુતિન અને તેમનાં પૂર્વ પત્ની લ્યૂડમિલાનાં દીકરીઓ છે. લ્યૂડમિલા અને પુતિનનાં લગ્ન 1983માં થયાં હતાં. તેઓ તે સમયે ફ્લાઇટ અટેન્ડેન્ટ હતાં અને પુતિન કેજીબી (સોવિયેત સંઘની ગુપ્ત એજન્સી)ના અધિકારી.
આ લગ્ન 30 વર્ષ ચાલ્યાં. આ દરમિયાન પુતિન ઝડપથી રશિયાની રાજકીય સિસ્ટમના ટોચ પર પહોંચ્યા અને પોતાની પકડ મજબૂત કરતા રહ્યા.

પુતિન અને લ્યૂડમિલા અલગ થયાં

ઇમેજ સ્રોત, Reuters
વર્ષ 2013માં બંને અલગ થઈ ગયાં. અલગ થવા વિશે પુતિન કહે છે કે, "આ અમારાં બંનેનો નિર્ણય હતો. અમે મુશ્કેલીથી મળી શકતાં. અમારા બંનેનાં અલગ-અલગ જીવન છે."
લ્યૂડમિલાએ કહ્યું કે તેઓ તેમના કામમાં સતત વ્યસ્ત રહે છે.
પુતિન અને લ્યૂડમિલાનાં મોટાં દીકરી મારિયા વર્ષ 1985માં પેદા થયાં હતાં. મારિયે સેન્ટ પીટર્સબર્ગ યુનિવર્સિટીમાં બાયૉલૉજી વિષય ભણ્યાં. તે બાદ તેમણે મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીથી ડૉક્ટરની ડિગ્રી પણ મેળવી છે.
મારિયા હવે અધ્યાપન અને લેખનમાં વ્યસ્ત રહે છે. તેઓ ઍન્ડોક્રાઇન સિસ્ટમ (અંત: સ્ત્રાવી)નાં વિશેષજ્ઞ છે.

ઇમેજ સ્રોત, ALAMY/REUTERS
મારિયા એક પ્રૉફેશનલ પણ છે. બીબીસીની રશિયન સેવા પ્રમાણે તેઓ એક કંપનીનાં માલકણ પણ છે અને તેઓ એક મોટું મેડિકલ સેન્ટર બનાવવાની યોજના બનાવી રહ્યાં છે.
મારિયા વોરોંટસોવાનાં લગ્ન નેધરલૅન્ડ્સના બિઝનેસમૅન જોર્રિટ જૂસ્ટ ફાસેન સાથે થયાં છે. ફાસેન પહેલાં રશિયન ગૅસ કંપની ગૅઝપ્રૉમમાં કામ કરતા હતા.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












