Olena Zelenska : યુક્રેનનાં ફર્સ્ટ લેડી કોણ છે, જેઓ પડદા પાછળ ભજવી રહ્યાં છે મહત્ત્વની ભૂમિકા

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીને દેશ છોડવાની કથિત ઑફર કરવામાં આવી ત્યારે તેમણે વીડિયો મારફત તેનો સીધો જવાબ આપ્યો હતો કે "મને હથિયારની જરૂર છે, પરિવહનની નહીં."

અને એ સમયે તેમનાં પત્ની ઓલેના ઝેલેન્સ્કા અને બન્ને સંતાનો સાશા તથા સિરિલે પણ યુક્રેન નહીં છોડવાનો નિર્ણય કર્યો હતો.

ઓલેના ઝેલેંન્સ્કા

ઇમેજ સ્રોત, Getty Images

ત્યાર બાદ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમના પછી તેમનો પરિવાર રશિયાનું આગામી નિશાન હશે. વોલોદિમીર ઝૅલેન્સ્કીના આ નિવેદન બાદ દેશનું ધ્યાન ફર્સ્ટ લેડી ઓલેના તરફ આકર્ષાયું છે. સલામતીના કારણસર તેમને હાલ ક્યાં રાખવામાં આવ્યાં છે તે કોઈ જાણતું નથી.

ઓલેના હાલ જ્યાં છે ત્યાંથી પોતાના પ્રભાવનો ઉપયોગ કરી રહ્યાં છે અને સોશિયલ મીડિયા મારફત દેશહિતની વાતો કરી રહ્યાં છે.

તેમણે ગત સપ્તાહે લખ્યું હતું કે "આજે હું રડીશ નહીં અને ડરીશ પણ નહીં. હું સંયમિત અને આત્મવિશ્વાસસભર રહીશ. મારાં બાળકો મારા તરફ જોઈ રહ્યાં છે. હું તેમની સાથે રહીશ. હું મારા પતિની સાથે રહીશ. તમારી સાથે રહીશ."

આ દરમિયાન તેમણે એક નવો મૅસેજ વિશ્વના અન્ય દેશોની ફર્સ્ટ લેડી સાથે શૅર કર્યો હતો. એ મૅસેજમાં તેમણે સમજાવ્યું હતું કે તેઓ શું કરી શકે તેમ છે. ઓલેનાએ લખ્યું હતું કે "આજકાલ ફર્સ્ટ લેડીઝ મને પૂછી રહી છે કે તેઓ યુક્રેનની મદદ કેવી રીતે કરી શકે? તેમને મારો જવાબ છેઃ વિશ્વને સત્ય જણાવો."

માનવીય સહાય ઉપલબ્ધ કરાવી શકે એવા લોકો માટે પણ તેમણે એક મૅસેજ શૅર કર્યો હતો.

યુક્રેનનાં 44 વર્ષની વયનાં ફર્સ્ટ લેડી ઓલેના ઈન્સ્ટાગ્રામ પર વીસ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે, પરંતુ તેમનો યુક્રેનમાં વ્યાપક પ્રભાવ ધરાવે છે ખરો?

line

આર્કિટેક્ચર છોડીને શરૂ કર્યો કૉમેડીનો અભ્યાસ

ઓલેના ઝેલેંન્સ્કા

ઇમેજ સ્રોત, Getty Images

ઓલેના ઝૅલેન્સ્કા ક્રીવિહ રિહમાં ઊછર્યાં છે. ક્રીવિહ રિહ મધ્ય યુક્રેનનું એક શહેર છે અને એ શહેરમાં તેમના પતિનો પણ ઉછેર થયો છે.

ઓલેના અને વોલોદિમીર બન્ને કૉલેજમાં અભ્યાસના સમયથી એકમેકથી પરિચિત છે. તેઓ ક્રીવિહ રિહમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતાં હતાં, જ્યારે વોલોદિમીર કાયદાનો અભ્યાસ કરતા હતા.

સમય જતાં બન્નેએ તેમનો ડિગ્રીનો વિષય બદલી નાખ્યો હતો અને કૉમેડી અભિનયનો અભ્યાસ કરવા લાગ્યા હતા.

ઓલેના તેમના પતિની કંપની સ્ટુડિયો ક્વર્તલ 95માં સ્ક્રિન પ્લે લખતાં હતાં. એકમેકની સાથે આઠ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી 2003માં ઓલેના અને વોલોદિમીર પરણી ગયાં હતાં. લગ્નના એક વર્ષ બાદ તેમને ત્યાં પહેલી દીકરીનો જન્મ થયો હતો. એ પછી 2013માં તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો.

ઓલેના ઝેલેન્સ્કાની ભાવિ યોજનાઓમાં રાજકારણ ક્યારેય સામેલ ન હતું, પરંતુ તેમના પતિએ એપ્રિલ-2019માં 73 ટકા મત સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો અને તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચી ગયા.

ઓલેને ઝેલેન્સ્કાના જણાવ્યા મુજબ, સોશિયલ નેટવર્કિંગને કારણે જ આ શક્ય બન્યું હતું. તેમણે ચૂંટણીમાં પતિને મદદ કરવા માટે તે બનાવ્યું હતું.

વોલોદિમીર ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ, તેમનાં પત્નીએ તેમને ભરપૂર ટેકો આપ્યો છે.

line

પડદા પાછળ રહીને મહત્ત્વની ભૂમિકા

યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

વોલેના ઝેલેન્સ્કા પોતાને લો પ્રોફાઇલ રાખે છે અને સંકટ દરમિયાન મદદ માટે દેશના નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે તેઓ સોશિયલ નેટવર્કિંગની તાકાતને મજબૂત બનાવી રહ્યાં છે.

તેમની આ ખાસિયતોને કારણે જ ફોક્સ નામના સામયિકે તેમને 2019માં યુક્રેનના સૌથી વધુ પ્રભાવશાળી લોકોમાં સામેલ કર્યાં હતાં. ઓલેના વોગ નામના સામયિકની સ્થાનિક આવૃત્તિના મુખપૃષ્ઠ પર પણ ચમકી ચૂક્યાં છે.

2019માં તેમણે ફર્સ્ટ લેડી તરીકેના પોતાના ઉદ્દેશો બાબતે જણાવ્યું હતું.

દેશના રાજકીય જીવનમાં પ્રવેશ્યા બાદ તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે પણ તેમણે જણાવ્યું હતું.

યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે કહ્યું હતું કે "પ્રચાર કે પ્રેસ સાથેનું કૉમ્યુનિકેશન બહુ તણાવભર્યું હોય છે એ હું કહી શકું તેમ નથી, પરંતુ મને હંમેશાં પડદા પાછળ રહેવું ગમે છે. મારા પતિ હંમેશાં આગળ રહે છે અને હું તેમનો પડછાયો બની રહેવામાં સુખ અનુભવું છું."

તેમણે એમ પણ કહ્યું હતું કે "હું પક્ષનો પ્રાણ નથી. મને જોક્સ સાંભળવા ગમતા નથી. એ મારા સ્વભાવમાં જ નથી, પરંતુ પ્રચાર માટે મેં મારા પોતાનાં કારણો શોધ્યાં છે. તે પૈકીનું એક એ હતું કે મેં લોકોનું ધ્યાન મહત્ત્વના સામાજિક મુદ્દાઓ પ્રત્યે દોર્યું હતું."

આ બધાની વચ્ચે તેમણે બાળકોના પોષણ તથા પેરાલિમ્પિક્સને ટેકો આપવા જેવા મુદ્દે અને ઘરેલુ હિંસા વિરુદ્ધ લડાઈનો નિર્ણય પણ કર્યો હતો.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો