સાઉદી અરેબિયા હજારો લોકોનો જીવ બચાવનાર પોતાના જ જાસૂસ પાછળ કેમ પડ્યું?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, ફ્રૅન્ક ગાર્ડનર
- પદ, સંરક્ષણ બાબતોના સંવાદદાતા
ઘણા વર્ષો સુધી બ્રિટેનની ગુપ્તચર એજન્સી એમઆઈ16 અને અન્ય પશ્ચિમી દેશોની ગુપ્તચર એજન્સીઓ સાથે કામ કરનારા સાઉદી અરેબિયાના એક વરિષ્ઠ સુરક્ષા જાસૂસ પર તેમના પરિજનો સાથે કેસ ચલાવવામાં આવી રહ્યો છે.
પશ્ચિમી દેશોના ભૂતપૂર્વ ખુફિયા અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.
ત્રણ વર્ષ પહેલા ડૉક્ટર સાદ અલ જાબરી દેશ છોડીને ભાગી ગયા હતા. તેમણે પશ્ચિમી દેશો વિરુદ્ધ અલ કાયદાના બૉમ્બ ધમાકાના કાવતરાને નિષ્ફળ કર્યું હતું.
હવે તેમના મોટા પુત્ર ખાલિદે કહ્યું કે, હવે તેમના ભાઈ અને બહેનને બંધક બનાવી લેવામાં આવ્યા છે.
ખાલિદ અલ જાબરીએ કહ્યું, “ઉમર અને સારાને 16 માર્ચની સવારે પકડવામાં આવ્યા હતા. લગભગ 50 સુરક્ષા અધિકારીઓ લગભગ 20 ગાડીઓમાં પહોંચ્યા હતા. ત્યારે તેઓ સુઈ રહ્યા હતા અને તેમને પથારીમાંથી ઉપાડીને લઈ ગયા હતા.”

ઇમેજ સ્રોત, BANDAR AL-GALOUD
ત્યાર પછી રિયાધ સ્થિત તેમના ઘરની તલાશી લેવામાં આવી હતી, સીસીટીવીનું મેમરી કાર્ડ કાઢી લેવામાં આવ્યું હતું. 21 વર્ષના ઉમર અને 20 વર્ષનાં સારાને એક ડિટેન્શન સેન્ટર પર રાખવામાં આવ્યા હતા અને પછી તેમની સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો.
ખાલિદ અલ જાબરીએ કૅનેડાથી ફોન પર બીબીસી સાથે વાત કરી હતી પરંતુ તેમણે કહ્યું કે તેમને એ ન જણાવવામાં આવ્યું કે તેમના પિતા પર શું આરોપ છે અને તેમની ધરપકડ પાછળનું કારણ પણ પરિવારને જાણ કરવામાં નહોતું આવ્યું.
ખાલિદ અને તેમના પિતા સાદ અલ જાબરી હાલ કૅનેડામાં રહે છે. ખાલિદે કહ્યું કે તેમને નથી ખબર કે ઉમર અને સારા જીવિત છે કે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાલિદનું માનવું છે કે તેમના પિતાને સાઉદી અરેબિયા પરત આવવા માટે મજબૂર કરી શકાય એટલે ઉમર અને સારાને બંધક બનાવવામાં આવ્યા. પરંતુ તેમના પિતાને ડર છે કે સાઉદી અરેબિયા જશે તો તેમની ધરપકડ કરીને તેમને જેલમાં પૂરી દેવામાં આવશે.
ખાલિદને ડર છે કે તેમના પિતા નિર્દોષ છે પરંતુ તેમના વિરુદ્ધ ખોટો કેસ બનાવવામાં આવશે.
જ્યારે બીબીસીએ સાઉદી અરેબિયાના અધિકારીઓનો પક્ષ જાણવા માટે ફોન કર્યો હતો તે તેમણે આ બાબતે કોઈ ટિપ્પણી નહોતી કરી.

સાદ અલ જાબરી કોણ છે?

ઇમેજ સ્રોત, AL-JABRI FAMILY
વર્ષો સુધી સાદ અલ જાફરી સાઉદી પ્રિંસ મોહમ્મદ બિન નાએફના જમણા હાથ માનવામાં આવતા હતા. 2000ના દાયકામાં દેશમાં અલ કાયદાના વિદ્રોહને નાથવાનો શ્રેય તેમને આપવામાં આવે છે.
તેમને અમેરિકા, બ્રિટેન, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની ગુપ્તચર એજન્સીઓ સાથે સાઉદી અરેબિયાના સંબંધની મહત્ત્વપૂર્ણ કડી માનવામાં આવે છે.
તેમની સાથે કામ કરનારા પશ્ચિમી દેશોના એક ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી માને છે કે આ મહત્ત્વપૂર્ણ કડીએ જ 2010માં સંખ્યાબંધ લોકોનાં જીવ બચાવ્યા હતા.
યમન સ્થિત અલ કાયદાએ શિકાગો જનારા એક કાર્ગો વિમાનમાં શક્તિશાળી બૉમ્બ પ્લાન્ટ કર્યો હતો. આ બૉમ્બ પ્રિન્ટરના ઇંક ટોનર કારટ્રેજમાં છુપાવવામાં આવ્યો હતો.
સાઉદી અરેબિયાના ગુપ્તચર અધિકારીને બાતમી આપનાર એક વ્યક્તિ અલ કાયદામાં હતી, જેણે એમઆઈ16ને માહિતી આપી હતી. તે વ્યક્તિએ જેમાં બૉમ્બ છુપાવવામાં આવ્યો હતો એ ડિવાઇસનો સિરીઝ નંબર પણ જણાવ્યો હતો.
બ્રિટનની આંતકવાદ નિરોધક પોલીસને બૉમ્બની જાણકારી મળી ગઈ અને પછી ઈસ્ટ મિડલૅન્ડ્સ ઍરપોર્ટ પર પ્લેનની અંદર જ આ બૉમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.
ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારીઓ પ્રમાણે જો પૂર્વનિયોજિત કાવતરા અનુસાર શિકાગોમાં ધમાકો થયો હોત તો સંખ્યાબંધ લોકોનાં જીવ ગયા હોત.
આ અધિકારીઓ એ પણ જણાવ્યું કે ડૉક્ટર સાદ અલ જાબરીએ આતંકવાદ વિરુદ્ધ સાઉદી અરેબિયાના પ્રયત્નોની કાયાપલટ કરી દીધી હતી.
તેઓ કહે છે કે જૂની સિસ્ટમની જગ્યા સાદ અલ જાબરીએ સાઉદી અરેબિયાના ગુપ્તચર તંત્રને આધુનિક બનાવ્યું જેમાં ફૉરેન્સિંક અને કમ્પ્યુટર આધારિત ડેટા વપરાવવા લાગ્યો.

સૌથી સ્માર્ટ અધિકારી

ઇમેજ સ્રોત, AL-JABRI FAMILY
તેઓ માને છે કે સાઉદી ગુપ્તચર વિભાગમાં જેટલા પણ અધિકારીઓ સાથે તેમણે કામ કર્યું હતું, તેમાં સૌથી સ્માર્ટ ડૉક્ટર સાદ અલ જાબરી હતા.
બહુ ઓછું બોલનારા ડૉક્ટર સાદ અલ જાબરીએ એડિનબરા યુનિવર્સિટીમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ડૉક્ટરેટ કર્યું હતું. તેઓ કૅબિનેટ મંત્રીના રૅન્ક સુધી પહોંચ્યા હતા અને આંતરિક સંરક્ષણ મંત્રાલયમાં મેજર જનરલના રૅન્ક પર પણ કામ કર્યું છે.
પરંતુ 2015 આવતાની સાથે બધું બદલાઈ ગયું. કિંગ અબ્દુલ્લાના મૃત્યુ પછી તેમના સાવકા ભાઈ સલમાન સત્તામાં આવી ગયા. તેમણે પોતાના યુવાન ભાઈ મોહમ્મદ બિન સલમાનને સંરક્ષણ મંત્રી બનાવ્યા હતા.
મોહમ્મદ બિન સલમાને પોતાના દેશની સેનાને યમનના ગૃહ યુદ્ધમાં દખલગીરી કરવાનો આદેશ આપ્યો. પરંતુ ડૉક્ટર સાદ અલ જાબરીએ આ પગલાનો વિરોધ કર્યો. તેમનો તર્ક હતો કે સાઉદી અરેબિયા પાસે ત્યાંથી બહાર નીકળવાની કોઈ રણનીતિ નથી.
આજે પાંચ વર્ષ પછી પણ સાઉદી અરેબિયા યમનથી નીકળવાનો રસ્તો શોધી રહ્યું છે, અને આ તેના માટે બહુ મોંઘું સાબિત થઈ રહ્યું છે.
વર્ષ 2017માં મોહમ્મદ બિન સલમાને પોતાના પિતાની સહેમતીથી બળવો કર્યો હતો. જોકે આ લોહિયાળ બળવો નહોતો.
પ્રિન્સ મોહમ્મદ બિન નાએફની જગ્યાએ તેઓ પોતે ક્રાઉન પ્રિન્સ બની ગયા હતા.
આજે મોહમ્મદ બિન નાએફ પોતે અટકાયતમાં છે, તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જે લોકો તેમનો સાથ આપતા હતા તેમને પણ પદ પરથી હઠાવી દેવામાં આવ્યા છે. ડૉક્ટર સાદ ભાગીને કૅનેડા જતા રહ્યા હતા.

ખતરો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પરંતુ પશ્ચિમી ગુપ્તચર અધિકારીઓનું માનવું છે કે મોહમ્મદ બિન સલમાન હવે ડૉક્ટર સાદ અલ જાબરીને પોતાના માટે ખતરારૂપ માને છે.
એક ગુપ્તચર અધિકારીએ કહ્યું, “મોહમ્મદ બિન સલમાન એક એવી વ્યક્તિને આઝાદ નથી જોઈ શકતા જે તેમના વિરુદ્ધ શક્તિઓને ભેગી કરી શકે છે.”
તેમના પરિવારજનોનું કહેવું છે કે તેમણે કોઈ ત્રીજા સ્થળે સાઉદી અધિકારીઓ સાથે મળવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ એવું ન બની શક્યું અને આ જ કારણોસર તેઓ સામે આવ્યા છે.
ડૉક્ટર સાદના પુત્ર ખાલિદ કહે છે, “આ સંકેત છે કે ડૉક્ટર સાદને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અનેક પ્રકારની ધમકીઓ આપવામાં આવી રહી છે અને કૅનેડાના અધિકારી આને ગંભીરતાથી લઈ રહ્યા છે. અમે દેશભક્ત છીએ. અમે અમારા દેશને પ્રેમ કરીએ છીએ. અમે સાઉદી અરેબિયાને શરમમાં નથી મૂકવા માગતા પરંતુ ઉમર અને સાદનું આ રીતે અહરણ કરવું એક સરકાર તરફથી ધોળા દિવસે કરવામાં આવેલી ઠગી છે.”


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














