ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોગ-ઉન ફેબ્રુઆરીના અંતમાં વિયેતનામ ખાતે મળશે

ઇમેજ સ્રોત, AFP
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉન તા. 27 અને 28મી ફેબ્રુઆરીએ વિયેતનામમાં ફરી બેઠક કરશે.
વ્હાઇટ હાઉસના ટ્વિટર હૅન્ડલ પરથી આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી, જેને અમેરિકાના રાષ્ટ્રપતિના ટ્વિટર હૅન્ડલ પરથી રી-ટ્વિટ કરવામાં આવી હતી.
આ પહેલાં અમેરિકાનું પ્રતિનિધિમંડળ ઉત્તર કોરિયાની રાજધાની પ્યૉંગયાંગ પહોંચશે અને ત્યાંના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે.
ઉત્તર કોરિયા માટેના અમેરિકાના અધિકારી સ્ટીફન બીગને કહ્યું કે તેઓ ઉત્તર કોરિયા સાથે બિન-પરમાણ (ડિ-ન્યુક્લિયરાઇઝેશન)નો રોડમેપ નક્કી કરવાના લક્ષ્ય સાથે વાતચીત કરશે.
અત્રે નોંધવું કે ગત વર્ષે જૂન મહિનામાં કિમ જોંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સિંગાપોરમાં સમિટ થઈ હતી.

...તો યુદ્ધ થયું હોત
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ટ્રમ્પના કહેવા પ્રમાણે, "ઉત્તર કોરિયામાં કેદ અમેરિકન બંધક પરત ફર્યા છે."
"અણુ પરીક્ષણ અટકી ગયા છે. છેલ્લા પંદર મહિનામાં એક પણ મિસાઇલ પરીક્ષણ નથી થયું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જો અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે હું ન ચૂંટાયો હોત તો મને લાગે છે કે અત્યારે અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હોત."
"હજુ ઘણું કરવાનું છે, પરંતુ મારી અને કિમ જોંગ-ઉનની વચ્ચે સારા સંબંધ છે."


કાર્યક્રમ ચાલુ
બીજી બાજુ, સંયુક્ત રાષ્ટ્રોનું કહેવું છે કે ઉત્તર કોરિયાનો અણુ કાર્યક્રમ ચાલુ જ છે અને તેની ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધોનો ભંગ થઈ રહ્યો છે.
યૂએનના રિપોર્ટ મુજબ, મધદરિયે પ્રતિબંધિત ચીજોનું હસ્તાંતરણ થઈ રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ઉત્તર કોરિયા ઉપર દબાણ લાવવાના પ્રયાસોને નિરર્થક બનાવે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












