ઇજિપ્તનાં 4 હજાર વર્ષ જૂના મકબરામાંથી મળેલી હિંદુ પ્રતિમાઓની હકીકત

ઇજિપ્ત

ઇમેજ સ્રોત, REUTERS

'હિંદુ દેવી-દેવતાઓની પ્રતિમા ઇજિપ્તમાં થઈ રહેલા ઉત્ખનન દરમિયાન મકબરામાંથી મળી આવી છે' આવા દાવા સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર કેટલાક જમણેરી ફેસબુક પેજ પર શેર કરાઈ રહી છે.

આ તસવીર પર એવું પણ લખેલું છે કે મુસ્લિમ દેશ ઇજિપ્તના મકબરામાંથી હિંદુ મંદિર મળી આવ્યું.

ફેસબુક પોસ્ટમાં એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે વિશ્વના કોઈ પણ ખૂણામાં થતાં ઉત્ખનનમાં પણ હિંદુ દેવી-દેવતાઓની પ્રતિમાઓ જ મળી આવતી હોય છે, જે દર્શાવે છે કે એક સમયે આખી દુનિયામાં માત્ર હિંદુ ધર્મ જ હતો.

તસવીર જોતાં લાગે છે કે તસવીરમાં દેખાતી જગ્યા ઉત્ખનન સાઇટ લાગે છે અને તસવીરમાં એક વ્યક્તિ પણ દેખાઈ રહી છે. તસવીરમાં કેટલાંક શિલ્પો પણ દેખાઈ રહ્યાં છે.

રીવર્સ ઇમેજ સર્ચ કરતા જાણવા મળ્યું કે આ તસવીર સાચી છે પણ તસવીરને ખોટા સંદર્ભ સાથી રજૂ કરીને ખોટી છાપ ઊભી કરાઈ છે.

વાઇરલ ફોટો

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA/VIRAL POST

અમારી તપાસમાં બહાર આવ્યું કે તસવીરમાં દેખાતી જગ્યા વાસ્તવમાં ઇજિપ્તની ઉત્ખનન સાઇટ જ છે.

ઇજિપ્તની આ સાઇટ પર ઉત્ખનન કામ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓની પ્રતિમાની કોઈ સાબિતી મળી શકી નથી.

મળી આવેલી કળાકૃતિઓના આધારે જાણવા મળે છે કે તે પાંચમા રાજવંશના વખતે બની હશે, પાંચમા રાજવંશે ઇજિપ્તમાં ઈ.સ. પૂર્વે 2,500 થી 2,350 ઈ.સ. પૂર્વે સુધી શાસન કર્યું હતું.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

ઇજિપ્તના પુરાત્ત્વવિદોએ 4,400 વર્ષ પ્રાચીન એક અદ્ભુત મકબરો ગયા અઠવાડિયે શોધી કાઢ્યો છે. આ મકબરો 4,400 વર્ષથી વણસ્પર્શ્યો હતો.

ઇજિપ્તની સુપ્રીમ કાઉન્સિલ ઑફ એન્ટિક્વિટિઝના સેક્રેટરી-જનરલ મોસ્તફા વઝિરી આ શોધને સદીનીની સૌથી મહત્ત્વની શોધ ગણાવે છે.

આ એ જ વ્યક્તિ છે જે વાઇરલ થઈ રહેલી ફેક તસવીરમાં દેખાય છે.

તસવીર

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

રંગીન ચિત્રલિપીઓથી સભર આ મકબરો રાજધાની કૈરોની નજીક આવેલા સક્કારા પિરામિડ વિસ્તારમાંથી શોધવામાં આવ્યો છે જેમાં ફેરોની મૂર્તિઓ પણ છે.

મકબરાના રંગીન દૃશ્યોમાં તેના માલિકનું નામ જોઈ શકાય છે, તે મુજબ આ મકબરો રાજવી પરિવારના મુખ્ય પૂજારી વાહેતે અને તેમનાં માતા, પત્ની તેમજ પરિવારજનોનો છે.

બીબીસી, ધ ન્યૂયોર્ક ટાઇમ્સ અને સીએનએન સહિત વિશ્વભરના મીડિયા સમુહોએ આ ઘટના અંગે અહેવાલ લખ્યો હતો. કેટલાક અહેવાલોમાં વાઇરલ ફેક તસવીરમાં લેવાયેલી જ તસવીર પણ જોવા મળે છે.

પુરાતત્વવિદો દ્વારા શોધી કઢાયેલા મકબરાની તસવીરો અમને મિનિસ્ટ્રી ઑફ એન્ટિક્વિટીસ-અરબ રિપબ્લિક ઑફ ઇજિપ્તના ટ્વિટર હૅન્ડલ પર પણ જોવા મળી હતી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સક્કારામાંથી મળી આવેલો આ મકબરો ભૂતકાળના વિશાળ અને ઐતિહાસિક કબ્રસ્તાનની સાક્ષી પૂરે છે, જ્યાં પહેલાં ઇજિપ્તના પિરામિડ હતા.

આ મકબરો દટાયેલી હાલતમાં મળી આવ્યો હતો, જે કદાચ તેના ઇતિહાસમાં ડોકિયું કરવામાં મદદ કરશે.

આ મકબરાની દિવાલો પર ચિત્રલિપિમાં લખાણ લખેલું છે, જે ઇજિપ્તની પુરાતન લેખિત વ્યવસ્થા ગણાય છે.

લાઇન
લાઇન

દિવાલો પરની આ સજાવટ એ પણ દર્શાવે છે કે ઇજિપ્તના સમાજમાં ધર્મગુરુઓનું વિશેષ મહત્ત્વ હતું કારણ કે દેવોને પ્રસન્ન કરવું એ સૌથી મહત્ત્વની બાબત ગણાતી હતી.

આ ફેક તસવીર એ વખતે શેર કરાઈ રહી છે, જ્યારે જમણેરી જૂથોએ અયોધ્યાની વિવાદિત જગ્યાએ રામમંદિર બનાવવાની માગ ફરી તીવ્ર કરી છે.

બીબીસી ફૅક્ટ-ચેક ટીમે અગાઉ રામમંદિર મુદ્દે શેર કરાઈ રહેલી અન્ય ફેક તસવીરોની પણ તપાસ કરી હતી.

વિવિધ જમણેરી જૂથો 25 નવેમ્બરે રામમંદિર બનાવવાની માગ સાથે અયોધ્યામાં એકઠા થયાં હતાં, એ વખતે આ કાર્યક્રમને મોટો દેખાડવા માટે અને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોની મોટી સંખ્યા દેખાડવા માટે ઘણાં જમણેરી ફેસબુક પેજમાં ફેક તસવીરો શેર કરાઈ રહી હતી.

(આ સ્ટોરી ફેક ન્યૂઝ સામે લડત આપવા માટે બનાવેલી બીબીસી ફૅક્ટ-ચેક ટીમનો ભાગ છે.)

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો