ઇજિપ્તનો આ મકબરો 4,400 વર્ષ સુધી ઇતિહાસના ગર્ભમાં સૂતેલો રહ્યો

આ ખૂબ જ નવા શોધાયેલા સંરક્ષિત સ્થળે પત્રકારોને જવા દેવામાં આવ્યા હતા

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

ઇજિપ્તના પુરાત્ત્વવિદોએ 4,400 વર્ષ પ્રાચીન એક અદ્ભુત કબર શોધી કાઢી છે. આ કબર 4,400 વર્ષથી વણસ્પર્શી હતી.

પુરાત્ત્વવિદ આ કબરની શોધને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ઇજિપ્તના સંસ્કૃતિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી મહાસચિવ મુસ્તુફા વઝિરિએ આ મકબરા અંગે કહ્યુ કે આ સદીની સૌથી અનોખી શોધ છે.

રંગીન ચિત્રલિપીઓથી સભર આ મકબરો રાજધાની કૈરોની નજીક આવેલા સક્કારા પિરામિડ વિસ્તારમાંથી શોધવામાં આવ્યો છે જેમાં ફેરોની મૂર્તિઓ પણ છે.

મકબરામાં તેના માલિકનું નામ જોઈ શકાય છે, તે મુજબ આ મકબરો રાજવી પરિવારના મુખ્ય પૂજારી વાહેતે અને તેમનાં માતા, પત્ની તેમજ પરિવારજનોનો છે.

પુરાત્ત્વવિદ આ શોધથી ઉત્સાહિત છે અને તેઓ હજી આગળ શોધખોળ કરશે. એમને આની અંદર હજી વધારે વસ્તુઓ અને પૂજારીની પત્થરની કબર મળવાની આશા છે.

આવો કરીએ નવી શોધની તસવીરી સફર.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન
ઇજિપ્તના સૌથી પ્રાચીન મનાતા પિરામીડ સક્કારામાં જોવા મળે છે. આ મકબરો પ્રાચીન વિશા કબ્રસ્તાનમાં મળ્યો છે.

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

line
આ મકબરો એક ટેકરી નીચે ધરબાયેલો હતો અને કદાચ એ જ કારણે તે બહારની દુનિયાની લૂંટથી સંપૂર્ણ સુરક્ષિત રહ્યો હશે.

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

line
મકબરા પર રંગીન ચિત્રલિપી જોવા મળે છે. પ્રાચીન મિસર સંસ્કૃતિમાં ચિત્ર લિપીવાળું લખાણ હતું.

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

લાઇન
લાઇન
પ્રાચન ઇજિપ્તમાં કબરો અને મંદિરોમાં શિલ્પો કોતરવાની પ્રથા હતી.

ઇમેજ સ્રોત, Reuters

line
મુસ્તફા અબ્દો એ આ પ્રોજેકટના મુખ્ય અધિકારી છે. કબર 10 મીટર લાંબી અને 3 મીટર પહોળી છે અને 3 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવે છે.

ઇમેજ સ્રોત, Reuters

line
ઇશ્વરને ખુશ રાખવા એ એ પ્રાથમિકતા હોવાને લીધે પ્રાચીન ઇજિપ્તમાં પૂજારી મહત્ત્વની વ્યકિત ગણાતી.

ઇમેજ સ્રોત, Reuters

line
4,400 વર્ષો પછી પણ કબરનાં રંગો સચવાઈ રહ્યા છે એ વિરલ ઘટના છે એમ નિષ્ણાતો કહે છે.

ઇમેજ સ્રોત, EPA

લાઇન
લાઇન
મકબરામાંથી મળેવી કલાકૃતિઓ મિસર પર રાજ કરાનાર પરિવારનાં પાંચમા વંશજ સમયની છે જે આશરે ઈસુ પૂર્વે (બીસી) 2,500થી 2,350 વર્ષ જૂની વાત છે.

ઇમેજ સ્રોત, Reuters

line
રંગીન ચિત્રોમાં મુખ્ય પૂજારી અને પરિવાર દેખાય છે.

ઇમેજ સ્રોત, EPA

line
પુરાત્ત્વવિદો પૂજારીની પત્થરની કબર શોધવા માટે હજી શોધખોળ કરશે.

ઇમેજ સ્રોત, Reuters

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો