જ્યારે પુરુષે એક રિયાલીટી શોમાં મહિલા બનીને જીત્યું રૂપિયા 63 લાખનું ઇનામ

ઍલેક્સ

ઇમેજ સ્રોત, CHANNEL 4

ઇમેજ કૅપ્શન, ઍલેક્સ અને તેમની પ્રેમિકા
    • લેેખક, લૉરેન ટર્નર
    • પદ, બીબીસી ન્યૂઝ

કલ્પના કરો કે તમારે એક નવી ઓળખ બનાવવાની છે, એક નવો ચહેરો આપવાનો છે અને એક નવી જાતિ(જેન્ડર) પણ.

ત્રણ સપ્તાહ માટે તમે આ જ ઓળખ સાથે જીવો અને તમારાથી એકદમ અજાણ જૂથ સાથે એક ઑનલાઇન ઍપ્લિકેશનથી સંપર્કમાં રહો.

વળી તમે આ બધું કરી રહ્યા છો તેનું જીવંત પ્રસારણ પણ થાય અને આખો દેશ તમને જોતો હોય તો તમને કેવું લાગે?

કંઈક આવું જ ઍલેક્સ હૉબેર્ન નામની વ્યક્તિએ કરી બતાવ્યું.

તેમણે બ્રિટનની 'ચેનલ-4'ના એક રિયાલીટી શૉ 'ધ સર્કલ'માં ભાગ લઈને આવું કર્યું.

એટલું જ નહીં તેમણે કુલ 63.3 લાખ રૂપિયાનું ઇનામ પણ જીત્યું. તેઓ આ શૉના વિજેતા રહ્યા.

અન્ય સ્પર્ધકોની સરખામણીએ તેમને વધુ રૅટિંગ પણ મળ્યાં અને જનતાના સૌથી વધુ મત પણ.

આ ભાઈએ સ્પર્ધકોના રૅટિંગથી 50 હજાર યુરો અને જનતાના વોટથી 25 હજાર યુરોનુ ઇનામ જીત્યું.

એલેક્સ

ઇમેજ સ્રોત, CHANNEL 4

આશ્ચર્યની વાત તો એ છે કે આ બધું જ તેમણે પોતાની જાતને એક મહિલા તરીકે રજૂ કરીને જીત્યું.

યુકેની 'ચેનલ-4'ના રિયાલીટી શૉ 'ધ સર્કલ'માં એવું હોય છે કે આઠ એવા સ્પર્ધકોને તેમા લેવામાં આવે કે જેઓ એકબીજાને ઓળખતા જ ના હોય. તેમને એક જગ્યાએ જુદા-જુદા ઍપાર્ટમૅન્ટમાં રાખવામાં આવે.

તેઓ માત્ર સોશિયલ મીડિયાની જેમ એક ઍપ્લિકેશન મારફતે જ સંપર્ક-વાતચીત કરી શકે એવી વ્યવસ્થા પણ ઊભી કરવાાં આવે.

તમે આ વાંચ્યું કે નહીં?

વળી સ્પર્ધામાં તેમને છુટ આપવામાં આવી હોય છે કે તેઓ આ ઍપ્લિકેશન પર તેમની સાચી અથવા બનાવટી પ્રૉફાઇલ પણ બનાવી શકે છે.

આથી શોમાં કેટલાક સ્પર્ધકોએ સંપૂર્ણ સાચી ઓળખ સાથે કે થોડી બનાવટ કરીને પ્રૉફાઇલ તૈયાર કરી હતી.

line

પ્રેમિકાની તસવીર લગાવી

શોમાં એવું હોય છે કે આ સ્પર્ધકોએ એકબીજાને રેટિંગ આપવાના હોય છે.

અને આવી રીતે સૌથી વધુ પ્રભાવી કોણ રહે છે તે નક્કી થતું હોય છે.

આ બધું જ માત્ર સોશિયલ મીડિયા ઍપ્લિકેશન મારફતે થતી વાતચીતના આધારે નક્કી કરવાનું હોય છે. ઍલેક્સ નામના યુવકે તેમાં એક મહિલા તરીકે પ્રોફાઇલ બનાવી હતી અને તેમાં પોતાની પ્રેમિકાની તસવીર તથા વિગતો મૂકી હતી.

તે અન્ય સ્પર્ધકો સાથે એક મહિલાની જેમ જ વાતચીત કરતો હતો.

શોમાં એક અન્ય યુવક તેને ખરેખર મહિલા સમજીને તેનાથી પ્રભાવિત પણ થઈ ગયો હતો.

બનાવટી પ્રૉફાઇલ રજૂ કરીને બનાવટી ઓળખ સાથે થતાં આ વ્યવહારને શોમાં કૅટફિશિંગ તરીકે ઓળખાય છે.

26 વર્ષીય ઍલેક્સે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે કેમ પ્રેમિકાની ઓળખ રાખવાનું નક્કી કર્યું અને તેમના અનુભવ કેવા રહ્યા?

line

લેક્સનો અનુભવ

એલેક્સ

ઇમેજ સ્રોત, CHANNEL 4

મેં ખરેખર મારી જાતથી તદ્દન વિપરિત ઓળખ બનાવાનું નક્કી કર્યું. મારે એક લોકપ્રિય વ્યક્તિત્વ સર્જવું હતું.

હું પુરુષ તરીકે પ્રૉફાઇલ બનાવી શકતો હતો પણ મને થયું કે હું કંઈક અલગ કરું.

આથી મને લાગ્યું કે સોશિયલ મીડિયા પર મહિલાની પ્રૉફાઇલ બનાવવી રસપ્રદ રહેશે.

પહેલાં મેં કોઈ મૉડલની તસવીરનો ઉપયોગ કરવાનું વિચાર્યું પરંતુ મારી પ્રેમિકાએ કહ્યું કે હું આ તસવીરને ન્યાય આપી શકું એ રીતે વાતચીત નહીં કરી શકું.

આથી આ તેનો આઇડિયા હતો કે હું તેની જ તસવીર નો ઉપયોગ કરું.

જોકે તેના આઇડિયાના કારણે મને મારી જાતને રજૂ કરવામાં સરળતા રહી.

શરૂઆતમાં મારી ઇચ્છા ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ બનવાની હતી પણ પછી હું સોશિયલ મીડિયાની એક બનાવટી દુનિયા ઉજાગર કરવા લાગ્યો.

હું કૉમેડિયન છું અને મોટાભાગે યુવાઓ મારા ચાહક છે, આથી મને આ રિયાલીટી શો કરવો ઠીક લાગ્યો.

line

'મને લાગ્યું કે મારી તૈયારી ઓછી છે'

તમે ભૂલી જાવ છો કે તેમની ઓળખ બનાવટી હોઈ શકે છે. કેમકે પછી તમે માત્ર તેમના વ્યક્તિત્વમાં જ રસ ધરાવો છો.

એક ક્રિસ્ટોફર નામના સ્પર્ધકનું વ્યક્તિત્વ મને ગમ્યું હતું આથી હું ઇચ્છતો હતો કે મારી બનાવટી ઓળખ 'કેટ' વિશે પણ લોકો એવું જ વિચારે.

ખરેખર ક્રિસ્ટોફર 22 વર્ષનો યુવાન નીકળ્યો અને તેમણે તેમના દાદાની તસવીરનો ઉપયોગ કર્યો હતો.

શરૂઆતમાં મેં મારું અલગ વ્યક્તિત્વ ઊભું કરવાની કોશિશ કરી પણ બાદમાં મને લાગ્યું કે મારી તૈયારીઓ ઓછી છે.

બદલો Instagram કન્ટેન્ટ
Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

Instagram કન્ટેન્ટ પૂર્ણ

ઉદાહરણ તરીકે જ્યારે એક અન્ય મહિલા સ્પર્ધકે મને મેકઅપ વિશે વાતચીત કરી ત્યારે મને વધુ સમજ નહોતી પડતી.

આથી પછી અમે બ્રૅક્ઝિટ મામલે ચર્ચાઓ કરવા લાગતાં.

મારી પાસે રાજકારની ડિગ્રી છે પણ હું એવું બતાવવા નહોતો માંગતો.

વળી મને એમ હતું કે મારું વ્યક્તિત્વ આકર્ષક નથી. પણ એવું નહોતું.

કેમકે પછી મને અનુભવાયું કે હું જે કંઈ પણ કરું છું, તેનું મને રૅટિંગ મળી રહ્યું છે.

ડેન

ઇમેજ સ્રોત, CHANNEL 4

ઇમેજ કૅપ્શન, અન્ય સ્પર્ધક ડૅન - જેઓ કેટ (ઍલેક્સ)ની નજીક આવી ગયા હતા

એક તબક્કે એવું પણ લાગ્યું કે હવે મારે ઘરે જવું છે અને પરિવારને મળવું છે.

પણ પછી ડર લાગ્યો કે યુકેની જનતા મારો વિરોધ કરશે અને મારી પ્રેમિકા મિલીને પણ ઘણી ટીકાનો સામનો કરવો પડશે.

આથી પછી મેં મને જે અનુભવાય તે રીતે જ વર્તવાનું શરૂ કર્યું.

લોકોએ મને ફરીથી સારું રૅટિંગ આપવાનું શરૂ કર્યું અને સ્પર્ધકોને લાગ્યું કે કેટનું વ્યક્તિત્વ બદલાઈ રહ્યું છે. પરંતુ તેમને વાસ્તવિકતા ખબર નહોતી.

જોકે, હું 'કેટફિશિંગ'ને વાજબી નથી ગણાવતો.

કેમકે શોમાં અમને કહેવાયું હતું કે સ્પર્ધકો સાચી ઓળખ છુપાવી શકે છે. મારા મતે 'કેટફિશિંગ' એક લાગણી દ્વારા કરવામાં આવતું દબાણ છે.

આથી હું માત્ર એક બનાવટી વ્યક્તિત્વ તરીકે રહેવા માંગતો હતો.

અને આવી રીતે હું સોશિયલ ઍક્સપેરિમેન્ટ થકી જાગરૂકતા ફેલાવવા માંગતો હતો.

line

'તેને મિત્ર બનાવાવ માંગતો હતો'

સ્પર્ધકો

ઇમેજ સ્રોત, CHANNEL 4

ઇમેજ કૅપ્શન, સ્પર્ધકો

મેં ડૅન નામના પ્રતિસ્પર્ધીને મિત્ર બનાવીને તેને પ્રૉટેક્ટ કરવાની કોશિશ કરી પણ મારે મારી ગેમ પણ બચાવવાની હતી.

મને તેના વિશે પણ શંકા હતી કે તે પોતે એક મહિલા હોઇ શકે છે.

શો પૂરો થયા બાદ હું તેને મળવા માટે આતુર હતો અને તેને મિત્ર બનાવાવ માંગતો હતો.

અમારે 35 મિનિટ સુધી એક જ ટેબલ પર સાથે બેસવાનું હતું.

મારા માટે આ પડકાર હતો. કેમકે અહીં અમારી સાચી ઓળખની એકબીજાને ખબર પડવાની હતી.

એ સમયે હું જીત્યો નહતો અને મને એમ હતું કે સિયાન નામની પ્રતિસ્પર્ધી જીતી જશે.

પરંતુ શોમાં વિજયી થયા બાદ મને સમજાયું કે મારી ઓળખ ભલે બનાવટી હોય પણ મને રૅટિંગ મારા વ્યક્તિત્વ અને વર્તણૂકથી જ મળ્યું હતું.

line

શો સાથે જોડાયેલા મનોચિકિત્સકનું શું કહેવું છે?

ટીવી સાઇકૉલૉજિસ્ટ હની લૅન્ગકાસ્ટર-જૅમ્સ 'ચેનલ-4' સાથે કામ કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે શોના અંતે જોવા મળ્યું કે જેઓ પોતાની જાત સાથે પારદર્શી ન રહ્યાં તેમને પાછળથી પસ્તાવો થયો અન દુઃખ પણ.

ઍલેક્સ માટે ખરેખર તણાવયુક્ત બાબત હતી. કેમકે એક તરફ તે ગેમમાં ટકી રહેવા અને બીજી તરફ નૈતિકતાને મહત્ત્વ આપવાની દુવિધામાં હતા.

પરંતુ જ્યારે ઍલેક્સે પોતે જેવા છે તેવા રહીને વર્તવાનું શરૂ કર્યું ત્યારે તેમની લોકપ્રિયતા વધવા લાગી હતી.

તેમણે કહ્યું, "એનો અર્થ એ છે કે તમે સોશિયલ મીડિયામાં તમારું સાચું વ્યક્તિત્વ દર્શાવો તો લોકો તમારી સાથે સારી રીતે જોડાઈ શકે છે."

"જનતાએ ઍલેક્સ માટે વધુ મત આપ્યા કેમકે તેમણે ઍલેક્સમાં આવેલો બદલાવ નિહાળ્યો અને શૉ દરમિયાન તેણે જે કર્યું તે બદઇરાદાથી નહોતું કર્યું એવું અનુભવવ્યું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો