'ઇન્ટરનેશનલ ઑબ્ઝર્વ ધ મૂન નાઇટ': ચંદ્ર અંગેની આ વાતો જાણો છો?

દર વર્ષે નાસા દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન લોકોને આકાશમાં ચંદ્રનું અવલોકન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.

યુ.એસ.ના કેલિફોર્નિયા શહેરમાં સ્પેસ સ્ટેશન મ્યુઝિયમમાંથી ભાગ લેનાર છોકરાની તસવીર

ઇમેજ સ્રોત, Flickr/Amy Young/NASA

ઇમેજ કૅપ્શન, 28 ઑક્ટોબરે 'ઇન્ટરનેશનલ ઑબ્ઝર્વ ધ મૂન નાઇટ' સેલિબ્રેટ કરવામાં આવે છે. વિશ્વભરમાં લોકો મ્યુઝિયમ, શાળાઓ, યુનિવર્સિટીઓ, વેધશાળાઓ અને તેમના પોતાના ઘરેથી આ કાર્યક્રમમાં સામેલ થાય છે.
સૂર્યથી પસાર થતો ચંદ્ર.

ઇમેજ સ્રોત, NASA/SDO

ઇમેજ કૅપ્શન, પૃથ્વીનો ચંદ્ર સૂર્યમંડળમાં પાંચમો સૌથી મોટો ઉપગ્રહ છે. તાજેતરમાં જ 19 ઓક્ટોબરના રોજ સોલર ડાઇનૅમિક્સ ઑબ્ઝર્વેટરીએ ચંદ્રનો આ ફોટો લીધો છે. જેમાં ચંદ્ર લીલો રંગનો દેખાય છે. ચંદ્ર અત્યંત તેજસ્વી હોવાના કારણે વૈજ્ઞાનિકોએ આ તસવીરમાં ખાસ ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે.
ચંદ્ર પાસેથી પસાર થઈ રહેલા વિમાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૂર્યમંડળમાં અન્ય ગ્રહોના પણ ઉપગ્રહો હોવા છતાં પણ પૃથ્વીના ચંદ્રને 'ધ મૂન' શા માટે કહેવામાં આવે છે? કારણ કે 1610માં વૈજ્ઞાનિક ગેલેલીયો ગેલિલીએ ચાર ચંદ્રો (ઉપગ્રહો)ની શોધ કરી તે પહેલાં લોકોને તેના અસ્તિત્વની ખબર જ નહોતી.
વ્હાઇટ હાઉસના પાછળના ભાગમાં ચંદ્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વૈજ્ઞાનિકો માને છે કે ચંદ્રની ઉંમર લગભગ 4.47 અબજ વર્ષ છે. સૂર્યમંડળની રચનાના લગભગ 95 કરોડ વર્ષ પછી ચંદ્રનો જન્મ થયો હતો. એવી માન્યતા છે કે જ્યારે મંગળના કદ જેટલો વિશાળ પથ્થર પૃથ્વી સાથે અથડાયો ત્યારે ચંદ્રનો જન્મ થયો હતો.
ચંદ્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ ચંદ્ર એ ગ્રહ નહીં પરંતુ ઉપગ્રહ છે. કારણ કે તે માત્ર પૃથ્વીની આસપાસ જ ભ્રમણ કરે છે. તમામ માનવસર્જિત ઉપગ્રહોની જેમ ચંદ્રને તેની ભ્રમણકક્ષા છે.
મહાસાગરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચંદ્ર પૃથ્વીના મહાસાગરો અને સમુદ્રોમાં અનુભવાતી ભરતી માટે જવાબદાર છે. કારણ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી પર અસર કરે છે અને મૂળભૂત રીતે દરિયાનાં પાણીને વિવિધ દિશામાં ખેંચે છે.
સંપૂર્ણ સૂર્યગ્રહણની તસવીર

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, ઑગસ્ટ 2017માં એક સંપૂર્ણ સૂર્યગ્રહણ અમેરિકામાં જોવા મળ્યું હતું. ચંદ્ર જ્યારે પૃથ્વી અને સુર્યની વચ્ચે આવી જાય છે ત્યારે તે સંપૂર્ણ બ્લેક દેખાય છે. તેને 'ડાયમંડ રિંગ ઇફેક્ટ'તરીકે ઓળખવામાં આવે છે.
ચંદ્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શરદપૂર્ણિમાં શરદઋતુની પ્રારંભે આવે છે. તેને આ નામ મળ્યું છે કારણ કે ચંદ્રના પ્રકાશના આધારે ખેડૂતો પાકની લણણી કરે છે. યુ.કે.માં શરદપૂર્ણિમા અત્યંત દુર્લભ છે. 1970 અને 2050ના વચ્ચે માત્ર 18 શરદપૂર્ણિમા પર ચંદ્ર જોવા મળશે.
ચંદ્ર અને પૃથ્વી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચંદ્ર પૃથ્વીથી લગભગ 2,38,855 માઇલ્સ દૂર છે. જો તમે 40 મીટર પ્રતિ કલાકની ગતિએ કાર ચલાવો તો ચંદ્ર સુધી પહોંચતા 248 દિવસ લાગે. ચંદ્ર વાસ્તવમાં દર વર્ષે એક ઇંચ જેટલો પૃથ્વીથી ધીમે ધીમે દૂર જાય છે.
ચંદ્રમા હાજર અવકાશયાત્રી

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, 20મી જુલાઈ 1969ના રોજ માનવજાતિએ પહેલી વખત ચંદ્રની સપાટી પર પગ મૂક્યો હતો.