ડોમિનિકા બાદ મારિયા વર્જિન ટાપુઓને ધમરોળ્યાં

ઇમેજ સ્રોત, AFP
ડોમિનિકા અને વર્જિન આઈલેન્ડમાં વિનાશ વેર્યા બાદ અમેરિકાના પ્વૅટૉ રિકો પહોંચ્યું છે. અહીં 250 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
વાવાઝોડાએ ડોમિનિકાના કૅરેબિયન ટાપુઓ પર વ્યાપક નુકસાન કર્યા બાદ હવે ધીમું પડી રહ્યું છે. હવે તેની કેટેગરી 5માંથી ઘટાડીને 4 કરી દેવામાં આવી છે.
વાવાઝોડું નબળું પડ્યું હોવાછતાં હજી 280 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
અધિકારીઓને ડર છે કે આ મહિનાની શરૂઆતમાં ઇરમા વાવાઝોડાને કારણે વેર વિખેર પરિસ્થિતિમાં પથરાયેલો કાટમાળ હવે મારિયાના પવનમાં અત્યંત જોખમી સાબિત થઇ શકે છે.
તમને આ વાંચવું ગમશે
ડોમિનિકા પર નુકસાન
ડોમિનિકા એ ભૂતપૂર્વ બ્રિટીશ વસાહત છે. જે 72,000 ની વસ્તી ધરાવે છે. બે અઠવાડિયા પહેલા ભયંકર ઇરમા વાવાઝોડામાંથી આ દેશ માંડ માંડ બચ્યો હતો.
પરંતુ સોમવારે નવી શ્રેણી પાંચનું મારીયા વાવાઝોડાનું ત્રાટકતા ટાપુ પરની દુરસંચાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડાપ્રધાન રુઝવેલ્ટ સ્ક્રીટના સત્તાવાર નિવાસસ્થાનની છત તોફાનમાં ધ્વસ્ત થઇ ગઈ હતી. તેમને આ વિષેની એક પોસ્ટ પણ ફેસબૂક પર મૂકી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, "જ્યારે આપણે સવારે ઊઠીશું, ત્યારે મને સૌથી મોટો ડર છે કે, આપણને આ કુદરતી સંકટના ગંભીર પરિણામ સ્વરૂપે ભયંકર વરસાદ અને ભૂસ્ખલનને કારણે શારીરિક ઈજાઓ અને મૃત્યુના સમાચાર મળશે."
"દરેક વ્યક્તિ જેમણે મારી સાથે વાત કરી છે કે મારા સંપર્કમાં આવ્યા છે તેઓના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડાએ તેમના મકાનની છત અચૂક ધ્વસ્ત કરી છે," સ્ક્રીટે વધુમાં જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
મારિયા ક્યાંથી પસાર થયું?
વાવાઝોડું મધ્યરાત્રે ત્રાટક્યું હોવાથી અત્યાર સુધીની વાવાઝોડાને કારણે થયેલી નુકસાનની માત્રાની આકારણી કરવી મુશ્કેલ છે.
માર્ટિનીકના ફ્રેન્ચ પ્રદેશને વીજ પુરવઠા દ્વારા ફટકો પડ્યો છે પરંતુ તે ગંભીર નુકસાનથી બચી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ગ્યુઆડાઉલોપના ચિત્રો દર્શાવે છે કે પૂર અને મડસ્લાઇડ્સ ને કારણે સેંટ લુસિયાના ભાગોમાં વીજ પુરવઠો ખોરવાયાના અહેવાલો છે.
ફ્રાન્સની સિવિલ સિક્યોરિટીના વડા જેક્સ વિટોકોસ્કીએ પેરિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગ્વાડેલોપમાં નુકસાનનું મૂલ્યાંકન હાલમાં કરવું સહેલું નથી. આ અંગેની અપાયેલી કોઈપણ પ્રતિક્રિયા થોડી વહેલી અપાઈ હોય એવું મને લાગશે.
ગ્વાડેલોપમાં આશરે ૮૦,૦૦૦ જેટલા ઘરોમાં વીજળી જતી રહી છે.

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
વિદેશીદળો તૈનાત કરવામાં આવ્યા
બ્રિટન, ફ્રાંસ, યુ.એસ. અને નેધરલેન્ડના કેરેબિયન ટાપુઓ પર પોતાના પ્રદેશો છે.
બ્રિટીશ સરકારે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ૧૩૦૦ થી વધુ સૈન્ય-ટુકડીઓ છે. હવે વધારાની સૈન્ય ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
ફ્રાન્સના આંતરિક પ્રધાન ગેરાર્ડ કૉલોમ્બએ એએફપીને જણાવ્યું હતું કે વધુ 110 સૈનિકોને ફ્રાન્સના વિસ્તારમાં મોકલવામાં આવશે. હાલ અહીં 3000 સૈનિકો છે.
ડચ નૌસેનાએ ટ્વિટ કર્યું હતું કે સંભવિત લૂંટના ભય વચ્ચે સલામતી વધારવા માટે સૈના સબા અને સેન્ટ ઇસ્ટાટીયસ તરફ આગળ વધી રહ્યા છે.
યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ પ્યુર્ટો રિકો અને યુ.એસ. વર્જિન ટાપુઓ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે, જ્યાં અમેરિકી લશ્કર કર્મચારીઓને પણ ટાપુ ખાલી કરાવવા આદેશ આપવામાં આવ્યા છે.












