સ્લોન સ્ટીફન્સે યુએસ ઓપન ટાઇટલ જીત્યું

Sloan Stephens and Madison Kij at US Open Tennis Tournament

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની સ્લોન સ્ટીફન્સે પોતાના જ દેશની ટેનિસ ખેલાડી મેડિસન કીઝને હરાવીને યુ.એસ. ઓપન ટાઇટલ જીતી લીધું છે.

ટેનિસ જગતમાં ૮3માં ક્રમે સ્થાન પામેલી સ્લૉને મેડિસનને ૬-૩ અને ૬-૦ થી હરાવી હતી.

૨૪ વર્ષીય સ્લૉન છ અઠવાડિયા અગાઉ ૯૫૭માં સ્થાને હતી, ઈજાને કારણે તે લગભગ ૧૧ મહિના ટેનિસ-કોર્ટથી દૂર રહી હતી.

સ્લોન યુ.એસ. ઓપન ટેનિસ યુગની એવી પાંચમી મહિલા ખેલાડી છે, જે ક્વોલિફાઈડ રેન્કિંગમાં સ્થાન ધરાવતી ન હોવા છતાં એક મહત્વપૂર્ણ ટાઈટલ જીતી છે.

Sloan Stephens hugging her mother after victory

ઇમેજ સ્રોત, EPA

સ્લોન અને મેડિસન બંન્નેએ પ્રથમ વખત ગ્રાન્ડ સ્લૅમ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને બંન્ને ખેલાડીનો સંયુક્ત ક્રમાંક (રેન્કિંગ) ૯૯ હતો. જેને શરૂઆતથી જ યુ.એસ. ઓપનની ફાઇનલમાં સૌથી નીચું સ્થાન ગણવામાં આવતું હતું.

સ્લોન સ્ટીફન્સે વિજય પછી જણાવ્યું હતું કે, "મારી જાન્યુઆરીમાં શસ્ત્રક્રિયા હતી અને કોઈએ મને ત્યારે કહ્યું હોત કે હું યુએસ ઓપન જીતીશ તો મેં વળતા જવાબ માં એમ કહ્યું હોત કે તે અશક્ય છે."

સ્લૉન અને મેડિસન બન્ને બાળપણની ગાઢ મિત્રો છે અને સ્લોનની જીત પછી, બંન્નેએ એકબીજાને આલિંગન આપ્યું હતું અને ગળે મળ્યા હતા, ત્યારબાદ દર્શક દીર્ધામાં બેઠેલી તેની માતા ગળે મળ્યાં હતાં.