સમીર વાનખેડેનો ધર્મ હિન્દુ છે કે મુસલમાન? આ અંગે વિવાદ કેમ?
ક્રૂઝ ડ્રગ્ઝ પ્રકરણમાં આર્યન ખાનનું નામ બહાર આવ્યા બાદ તેમની ધરપકડ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)ના વિભાગીય વડા સમીર વાનખેડે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને સમીર વાનખેડેના ધર્મના મુદ્દે શંકાનું વાતાવરણ સર્જાયું છે અને એ મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિક સમીર વાનખેડે પર આક્ષેપોની ઝડી વરસાવી રહ્યા છે.

ઇમેજ સ્રોત, ANI
સમીર વાનખેડેએ ધર્મપરિવર્તન વડે બેવડો ફાયદો મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ નવાબ મલિકે કર્યો છે. મલિકે આ સંદર્ભે સમીર વાનખેડેના પ્રથમ લગ્નનું સર્ટિફિકેટ બુધવાર, 27 ઑક્ટોબરની સવારે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું.
આ સંબંધે સમીર વાનખેડે સ્પષ્ટતા કરી ચૂક્યા છે, પરંતુ હવે સમગ્ર મામલાએ ધર્મના મુદ્દે વળાંક લીધો છે.
સમીર વાનખેડેનો સાચો ધર્મ કયો છે, એ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે અને બન્ને તરફથી આ મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

નવાબ મલિકે રજૂ કર્યું 'નિકાહનામું'

ઇમેજ સ્રોત, Twitter
નવાબ મલિકે બુધવારે સવારે આ પ્રકરણ સંબંધે કથિત માહિતી ટ્વિટર મારફત શૅર કરી હતી. તેમાં સમીર વાનખેડેના પ્રથમ લગ્નના નિકાહનામા તથા ફોટોગ્રાફનો સમાવેશ થાય છે.
નવાબ મલિકે પોસ્ટ કરેલા નિકાહનામામાં સમીર વાનખેડેનું સંપૂર્ણ નામ 'સમીર દાઉદ વાનખેડે' લખવામાં આવ્યું છે.
નવાબ મલિકે સમીર વાનખેડેના પહેલા લગ્નનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. મલિકે એ ટ્વિટર પોસ્ટરમાં જણાવ્યું છે કે સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરેશીનાં લગ્ન 7 ડિસેમ્બર 2006ના રોજ અંધેરીમાં થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવાબ મલિકે એમ પણ જણાવ્યું હતું કે આ સાથે સમીર વાનખેડેનું મૅરેજ સર્ટિફિકેટ પણ છે, જેમાં મહેરની રકમ 33,000 રૂપિયા હતી.
જોકે, સમીન વાનખેડે હિન્દુ હોવાનો દાવો તેમના સગાંસંબંધીઓએ કર્યો છે.

નવાબ મલિકનો આક્ષેપ
નવાબ મલિકે સોમવાર, 25 ઑક્ટોબરના રોજ ટ્વિટર પર એક પોસ્ટ મૂકી હતી. એ પોસ્ટમાં સમીર વાનખેડેના જન્મનું પ્રમાણપત્ર હોવાનો દાવો મલિકે કર્યો હતો.
'સમીર દાઉદ વાનખેડે કા યહાં સે શુરુ હુઆ ફર્જીવાડા' એવો ઉલ્લેખ મલિકે પોસ્ટમાં કર્યો હતો.
આ સંબંધે બન્ને પક્ષ તરફથી અનેક દાવા-પ્રતિદાવા કરવામાં આવી રહ્યા છે. નવાબ મલિકે રજૂ કરેલું જન્મનું પ્રમાણપત્ર ખોટું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

માતા મુસ્લિમ, પિતા હિન્દુ
નવાબ મલિકના આક્ષેપો બાદ સમીર વાનખેડેએ એક અખબારી નિવેદન દ્વારા આ સંબંધે સ્પષ્ટતા કરી હતી. આ પ્રકારના આક્ષેપો દ્વારા માનસિક દબાણ સર્જવામાં આવતું હોવાનો આક્ષેપ પણ સમીર વાનખેડેએ કર્યો હતો.
સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે "મારા પિતા જ્ઞાનદેવ કચરુજી વાનખેડે 2007ની 30 જૂને એક્સાઇઝ વિભાગમાંથી નિવૃત્ત થયા હતા. મારા પિતા હિન્દુ છે અને મારાં માતા મુસ્લિમ હતાં."
સમીર વાનખેડેએ એમ પણ જણાવ્યું હતું કે "સાચી ભારતીય પરંપરાનું પાલન કરતા એક વિવિધધર્મી અને ધર્મનિરપેક્ષ પરિવારનો સભ્ય હોવાનો મને ગર્વ છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
સમીર વાનખેડેએ આ નિવેદનમાં પોતાના પ્રથમ લગ્ન અને છૂટાછેડા વિશે પણ માહિતી આપી હતી.
તેમણે સ્પષ્ટતા કરી હતી કે છૂટાછેડા પછી તેમણે અભિનેત્રી ક્રાંતિ રેડકર સાથે બીજાં લગ્ન કર્યાં હતાં.
સમીર વાનખેડેએ આક્ષેપ કર્યો હતો કે ખાનગી દસ્તાવેજો આ રીતે પોસ્ટ કરવા તે અપમાનજનક છે. નવાબ મલિક મારા પરિવારના અંગત જીવન પર કારણ વિના હુમલો કરી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાને કારણે હું અને મારો પરિવાર ભારે તણાવ હેઠળ છીએ, તેમ જણાવતાં સમીર વાનખેડેએ ઉમેર્યું હતું કે 'આ પ્રકારના વ્યક્તિગત તથા અપમાનજનક આક્ષેપોથી હું વ્યથિત છું.'

પરિવારજનો સમીર વાનખેડેની પડખે

ઇમેજ સ્રોત, Instagram/KrantiRedkar
નવાબ મલિકે કરેલા આક્ષેપો સંબંધે સમીર વાનખેડેએ અખબારી યાદી મારફત સ્પષ્ટતા કરી પછી તેમનો પરિવાર પણ આગળ આવ્યો હતો અને પક્ષ રજૂ કર્યો હતો.
સમીર વાનખેડેનાં બહેન યાસ્મિન અને પત્ની ક્રાંતિ રેડકરે એક પત્રકારપરિષદ યોજીને તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા તેમજ નવાબ મલિક પર વળતા આક્ષેપ કર્યા હતા.
સમીરનાં બહેન યાસ્મિને પત્રકારપરિષદમાં કહ્યું હતું કે "નવાબ મલિક પાસે પુરાવા હોય તો તેઓ મીડિયા સમક્ષ શા માટે સમય બગાડી રહ્યા છે? તેમણે કોર્ટમાં જવું જોઈએ."
યાસ્મિનના જણાવ્યા મુજબ, સમીર વાનખેડેના જન્મનું પ્રમાણપત્ર ઓનલાઇન ઉપલબ્ધ ન હોવાનું નવાબ મલિકે જણાવ્યું છે, પણ તેમને આ પ્રમાણપત્ર શા માટે જોઈએ છે? તેમને આવું પ્રમાણપત્ર મેળવવાનો શું અધિકાર છે, એવો પ્રતિપ્રશ્ન પણ યાસ્મિને કર્યો હતો.
સમીર વાનખેડેના પિતાએ આ પ્રકરણ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે "મારું નામ જ્ઞાનદેવ કચરુ વાનખેડે જ છે. મારું નામ દાઉદ ક્યારેય ન હતું. આ અસંસ્કારી કૃત્ય કોઈએ કર્યું છે."
સમીર વાનખેડેનાં પત્ની ક્રાંતિ રેડકરે પણ નવાબ મલિક ખોટા દસ્તાવેજો રજૂ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
ક્રાંતિએ કહ્યું હતું કે નવાબ મલિક રોજ ખોટા દસ્તાવેજો રજૂ કરે છે અને અમે સાચા પુરાવા રજૂ કરીએ છીએ.
ક્રાંતિ રેડકરે જણાવ્યું હતું કે નવાબ મલિક તદ્દન ખોટા આક્ષેપ વડે અમારી બદનામીના પ્રયાસ કરી રહ્યા છે.

'...તો પ્રધાનપદ છોડી દઈશ'

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ નવાબ મલિકે ક્રાંતિ રેડકરને તેમના આરોપો પર સીધો પડકાર ફેંક્યો છે.
'ઇન્ડિયા ટુડે' ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં નવાબ મલિકે કહ્યું હતું કે "મેં રજૂ કરેલાં જન્મ અને લગ્નનાં પ્રમાણપત્રો જો ખોટાં હોય તો હું પ્રધાનપદેથી રાજીનામું આપવા તૈયાર છું, પણ એ દસ્તાવેજો સાચા હોય તો વાનખેડે શું કરશે એ તેમણે જણાવવું જોઈએ."
નવાબ મલિકે જણાવ્યું હતું કે મેં રજૂ કરેલા દસ્તાવેજો ખોટા છે એ પુરવાર કરવા માટે તેઓ દાદા અને પિતાના કાગળિયાં રજૂ કરી રહ્યા છે, પણ સમીર વાનખેડેના જન્મ કે જ્ઞાતિનું પ્રમાણપત્ર રજૂ કરતા નથી.
નવાબ મલિકે ઉમેર્યું હતું કે હું બદનામી કરતો હોવાનો આક્ષેપ ક્રાંતિ રેડકરે કર્યો છે. એવું જ હોય તો મારા પર બદનક્ષીનો દાવો કરો, પણ એવું કરવા તેઓ તૈયાર નથી. તેનાથી તેઓ દૂર ભાગી રહ્યાં છે.

'મુદ્દો ધર્મનો નથી'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ આક્ષેપ કરતાં નવાબ મલિકે સ્પષ્ટતા કરી હતી કે આ મુદ્દો ધર્મનો નથી. તેમણે આ સંદર્ભે એક ટ્વીટ મારફત પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
નવાબ મલિકે જણાવ્યું હતું કે "સમીર વાનખેડેને હું ખુલ્લા પાડી રહ્યો છું, એ મુદ્દો તેમના ધર્મનો નથી. તેમણે ઇન્ડિયન રેવેન્યુ સર્વિસમાં નોકરી માટે જ્ઞાતિનું ખોટું પ્રમાણપત્ર કઈ રીતે મેળવ્યું અને અનુસૂચિત જાતિની એક લાયક વ્યક્તિને ભવિષ્યથી કઈ રીતે વંચિત રાખી તેના પર હું પ્રકાશ પાડવા માગું છું."
આ મુદ્દો ધર્મનો ન હોવાની સ્પષ્ટતા નવાબ મલિકે કરી હોવા છતાં હવે સમીર વાનખેડેના ધર્મના મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

'સમીર હિન્દુ જ છે'
સમીર વાનખેડેની નજીકની એક વ્યક્તિએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે બીબીસીને કહ્યું હતું કે "સમીર હિન્દુ છે અને તેના પિતા પણ હિન્દુ જ છે. તેમનાં માતા મુસ્લિમ હતાં. બન્નેએ ધર્મપરિવર્તન કર્યું ન હતું."
"સમીરે તેમનાં માતાની ઇચ્છા પ્રમાણે પહેલાં લગ્ન મુસ્લિમ પદ્ધતિ અનુસાર કર્યાં હતાં. તેને મુસ્લિમ સાબિત કરવાના પ્રયાસ શા માટે કરવામાં આવી રહ્યા છે? એ ધર્મનિરપેક્ષ છે. તેણે સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ અનુસાર લગ્ન કર્યાં હતાં અને તેના છૂટાછેડા પણ રજિસ્ટર્ડ છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












