ગુજરાતમાં વરસાદની આગાહી, હજી કેટલા દિવસ સુધી વરસશે?
ગુજરાતમાં અમુક દિવસો પહેલાં દુષ્કાળની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી અને પાછલા દિવસોમાં રાજ્યવ્યાપી વરસાદે પૂર્ણવિરામ મૂકી દીધો હતો.
એવામાં હવે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
હવામાનવિભાગની આગાહી પ્રમાણે સપ્ટેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં લગભગ સમગ્ર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડશે. આ હકારાત્મક આગાહીને પગલે ખૂડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
નોંધનીય છે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયા બાદ ઑગસ્ટ મહિનો લગભગ કોરો જ રહ્યો છે, જેમાં દક્ષિણ તથા મધ્ય ગુજરાતની સરખામણીમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં સ્થિતિ ખૂબ જ નબળી રહી હતી.
જે કારણે ગુજરાતના અનેક તાલુકામાં અનાવૃષ્ટિની જાહેરાત તથા તેના માટેનાં જરૂરી રાહતકાર્યોને હાથ ધરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.
લોકપ્રતિનિધિઓ દ્વારા સિંચાઈ માટે ડૅમોમાંથી પાણીની માગ કરવામાં આવી રહી હતી, જ્યારે પીવા માટે પાણીને અનામત રાખવું એ રાજ્ય સરકારની મજબૂરી બની રહી હતી.

આફતમાંથી રાહત તરફ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઑગસ્ટ મહિનાના અંતભાગમાં હવામાનખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી પાંચ દિવસની આગાહી પ્રમાણે પહેલી સપ્ટેમ્બરથી પાંચમી સપ્ટેમ્બર સુધી રાજ્યના તમામ જિલ્લા, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ ઉપરાંત દમણ, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને દીવમાં અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણ, મૂળ દ્વારકા, દીવમાંથી દરિયો નહીં ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
રાજ્યમાં અત્યારસુધીનું ચોમાસું છેલ્લાં 15 વર્ષ દરમિયાનનું સૌથી નબળું સાબિત થયું છે.
ઑગસ્ટ મહિના દરમિયાન પડેલો વરસાદ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ ગાળામાં પડેલો સૌથી ઓછો વરસાદ હતો.
ઑગસ્ટ મહિનાના અંતભાગમાં રાજ્યમાં સરેરાશ 42.35 ટકા વરસાદ પડ્યો હતો.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો