Maharani : હુમા કુરૈશીની વેબસિરીઝમાં લાલુપ્રસાદ યાદવ અને રાબડીદેવીની કહાણી?

મહારાનીમાં અભણ મહિલા મુખ્ય મંત્રીનું પાત્ર હુમા કુરેશી ભજવે છે તો એમનાં પતિની ભૂમિકામાં સોહમ શાહ છે.

ઇમેજ સ્રોત, SONYLIV Youtube

ઇમેજ કૅપ્શન, મહારાનીમાં અભણ મહિલા મુખ્ય મંત્રીનું પાત્ર હુમા કુરેશી ભજવે છે તો એમનાં પતિની ભૂમિકામાં સોહમ શાહ છે.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતમાં રાજકારણ મહદંશે પુરુષોનો દબદબો છે ત્યારે વેબસિરીઝની દુનિયામાં 'મહારાની' ચર્ચામાં છે.

'સૉની લિવ' પર 28 મેના રોજ લૉન્ચ થયેલી વેબસિરીઝ 'મહારાની' છે તો ફિક્શન પણ 1990ના દાયકાની બિહારની રાજનીતિની, લાલુપ્રસાદ યાદવ અને મુખ્ય મંત્રી બનનારાં રાબડીદેવીને સહજ યાદ કરાવે છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

મહારાનીમાં નિરક્ષર મહિલા મુખ્ય મંત્રીનું પાત્ર હુમા કુરેશી ભજવે છે, તો એમનાં પતિની ભૂમિકામાં સોહમ શાહ છે.

line

મહારાની વેબસિરીઝનાં મુખ્ય પાત્રો

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

સોહમ શાહ અગાઉ બહુચર્ચિત મરાઠી ફિલ્મ 'તુમ્બાડ'માં ધ્યાન ખેંચી ચૂક્યા છે, તો શૅરબજાર કૌભાંડના આરોપી અભિષેક બચ્ચન અભિનિત 'ધ બિગ બુલ'માં પણ તેમણે ભૂમિકા ભજવી હતી.

વિપક્ષના કથિત ઉચ્ચ વર્ગીય નેતા નવીન કુમારના પાત્રમાં અમિત સિયાલ છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

મહારાનીના ક્રિએટર સુભાષ કપૂર છે, જેઓ અગાઉ 'જૉલી એલએલબી', 'જૉલી એલએલબી-2' અને 'મેડમ ચીફ મિનિસ્ટર' ફિલ્મ આપી ચૂક્યા છે.

હુમા કુરૈશીએ 'મહારાની'માં પોતાની ભૂમિકા વિશે બોલીવુડ હંગામાને કહ્યું, "ફક્ત સિનેમા જ નહીં આખી દુનિયા સ્ટિરિયોટાઇપને ફૉલો કરે છે પણ હું લકી છું કે અલગ અલગ પાત્ર, ભાષાઓમાં કામ કરી શકું છું. હું કલાકાર તરીકે આ ખૂબ પડકારજનક અને કદી ન કરી હોય એવી ભૂમિકા છે."

line

મહારાની વેબસિરીઝની કહાણી

હુમા કુરેશીએ પાઆ પાત્રને એક સંપૂણ ભૂમિકા ગણાવી હતી.

ઇમેજ સ્રોત, SONYLIV YOUTUBE

ઇમેજ કૅપ્શન, હુમા કુરેશીએ પાઆ પાત્રને એક સંપૂણ ભૂમિકા ગણાવી હતી.

સ્ક્રોલ ડોટ ઇનના અહેવાલ મુજબ જો 1997માં બિહારમાં લાલુપ્રસાદ યાદવે ચારા કૌભાંડના આરોપ બાદ સત્તાનું સુકાન રાબડીદેવીને ન સોંપ્યું હોત તો કદાચ આપણને આ વેબસિરીઝ પણ ન મળી હોત.

મહારાનીની વાર્તા રાબડીદેવી અને લાલુપ્રસાદની ઘટનાથી મળતી આવે છે.

ભીમા ભારતી (સોહમ શાહ) એ કથિત નિમ્ન જ્ઞાતિના મુખ્ય મંત્રી છે અને એમનાં પત્ની રાની (હુમા કુરેશી) એ પૈતૃક ગામમાં રહે છે. રાની અને પતિ ભીમા સાવ અલગ જિંદગી જીવતાં હોય છે પણ ભીમા પર હુમલો થાય છે અને વિરોધીઓને માત આપવા તેઓ રાજ્યના મુખ્ય મંત્રી પદનો તાજ રાનીને સોંપે છે.

વીડિયો કૅપ્શન, મુંબઇમાં ગૈફર તરીકે કામ કરતી આ એક માત્ર ગુજરાતી યુવતી કોણ છે?

શપથ વખતે 'મેં શપથ લેતા હું' જેવું અક્ષરસહ અનુસરણ કરનાર રાની કેવી રીતે રાજનીતિમાં મહારાની બને છે એની વાત આ સિરીઝમાં છે અને એમાં બિહારનું કાસ્ટ પૉલિટિક્સ સંકળાય છે.

ભારતીય સિનેમામાં કે પછી વેબસિરીઝની દુનિયામાં પૉલિટિકલ થ્રિલરનું પ્રમાણ ઘણું ઓછું છે અને એમાં પણ લીડ કૅરેક્ટરમાં નિરક્ષક મહિલા મુખ્ય મંત્રી અને તેનો સીધો સંજોગ 90ના દાયકાની બિહારની રાજનીતિ સાથે સાંકળી શકાય એવો હોય ત્યારે એની ચર્ચા સ્વાભાવિક છે.

line

મહારાનીના ટ્રેલર બાદ વિવાદ

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

ફર્સ્ટપોસ્ટ મહારાનીને સેનિટાઇઝ પોટ્રેયલ ઑફ રાબડી દેવી ગણાવે છે.

ન્યૂઝ 18 ડોટ કોમનો અહેવાલ કહે છે કે મહારાનીમાં નેતા તો છે પણ બિહાર જેવા રાજકીય રીતે સંવેદનશીલ ગણાતા રાજ્યની વાર્તામાં લોકશાહીના પાયાના પથ્થર એવા લોકોની ભૂમિકા ગાયબ છે.

ઉલ્લેખનીય છે કે મહારાની રિલીઝ થઈ તે અગાઉ જ તેના સંવાદોને લઈને વિવાદ થઈ ચૂક્યો છે

ઝી ન્યૂઝના એક અહેવાલ મુજબ એનું ટ્રેલર રિલીઝ થયા બાદ અખિલ ભારતીય જય યાદવ જય માધવ મહાસભાએ અમુક સંવાદો સામે વાંધો ઉઠાવી કેસ કરવાની ચીમકી આપી હતી.

આને પગલે સોની લિવ માફી માગી એ સંવાદને કાઢી નાખવાની વાત કહી હતી.

line

રાબડી દેવી - ત્રણ વાર બન્યાં બિહારના મુખ્ય મંત્રી

રાષ્ટ્રીય જનતા દળના નેતા અને મુખ્ય મંત્રી લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં જેલ થઈ અને 25 જુલાઈ 1997ના રોજ રાબડી દેવી મુખ્ય મંત્રી બન્યાં.

ઇમેજ સ્રોત, RABRIDEVI/FACEBOOK

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રીય જનતા દળના નેતા અને મુખ્ય મંત્રી લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં જેલ થઈ અને 25 જુલાઈ 1997ના રોજ રાબડી દેવી મુખ્ય મંત્રી બન્યાં.

મહારાની વાર્તા તો કલ્પનોત્થ એટલે કે ફિક્શન છે પણ બિહારની રાજનીતિ પર આધારિત આ વાર્તાનો સીધો સંજોગ લાલુપ્રસાદ યાદવનાં પત્ની રાબડી દેવી સાથે છે, ત્યારે એમનાં વિશે પણ જાણી લઈએ.

1 જાન્યુઆરી 1959ના રોજ સાલારકાલન, ગોપાલગંજમાં જન્મેલાં રાબડી દેવીનાં 17 વર્ષની વયે લાલુપ્રસાદ યાદવ સાથે લગ્ન થયાં હતાં.

બે દીકરાઓ અને સાત દીકરીઓનાં માતા રાબડી દેવીનું નામ બિહારની રાજનીતિમાં 1995 સુધી ક્યારેય લેવામાં નહોતું આવતું.

રાષ્ટ્રીય જનતા દળના નેતા અને મુખ્ય મંત્રી લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં જેલ થઈ અને 25 જુલાઈ 1997ના રોજ રાબડી દેવી મુખ્ય મંત્રી બન્યાં. લાલુ પ્રસાદે રાબડી દેવીને મુખ્ય મંત્રી બનાવ્યાં તેની વિપક્ષોએ આકરી ટીકા કરી અને લોકશાહી પર કલંક ગણાવ્યું હતું.

વીડિયો કૅપ્શન, લાલુ પ્રસાદ યાદવે જ્યારે સંસદમાં અંગ્રેજીમાં ભાષણ આપ્યું

ફક્ત આઠ ધોરણ પાસ રાબડી દેવી રાજકારણમાં આવ્યાં તે અગાઉ ફક્ત એક સામાન્ય ગૃહિણીનું જીવન જીવતાં હતાં.

1997થી 1999નાં વર્ષ, એ મુખ્ય મંત્રી તરીકેનો તેમનો પહેલો બે વર્ષનો સમયગાળો હતો.

એ પછી 2000ની વિધાનસભાની ચૂંટણીમાં તેમની જીત થઈ અને ફરી પાંચ વર્ષ માટે મુખ્ય મંત્રીપદે રહ્યાં.

2005માં તેઓ વૈશાલીની રાધોપુર બેઠકપરથી ત્રીજી વાર વિજેતા બન્યાં અને મુખ્ય મંત્રી બન્યાં.

2010ની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળનો બિહારમાં મોટો પરાજય થયો અને રાબડી દેવીની રાઘોપુર અને સોનપુર બેઉ બેઠક પરથી હાર થઈ.

2014ની લોકસભાની ચૂંટણીમાં તેઓ સરન બેઠક પરથી લડ્યાં અને ભાજપના નેતા રાજીવ પ્રતાપ રૂડી સામે હારી ગયાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો