નવી શિક્ષણનીતિ 2020 : RSSનો ઍજન્ડા છે કે સામાન્ય લોકોની વાત પણ છે?

આરએસએસના સર સંઘસંચાલક મોહન ભાગવત

ઇમેજ સ્રોત, Mohd Zakir/Hindustan Times via Getty Images)

ઇમેજ કૅપ્શન, આરએસએસના સર સંઘસંચાલક મોહન ભાગવત
    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

જો તમે નાના બાળકોના માતા-પિતા છો, તો તમને ચિંતા થશે કે શું નવી શિક્ષણનીતિ પછી તમારે તમારા બાળકોનું નર્સરીમાં એડમિશન લેવા માટે માથાકુટ કરવી પડશે?

જો તમારા બાળકો 10 કે 12 ધોરણમાં ભણતા હશે તો તમને ચિંતા થશે કે આગળ ઍડમિશન માટે કે કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે શું 99 ટકા જ લાવવા પડશે?

અને જો તમારા બાળકો કૉલેજમાં ભણી રહ્યા છે, તો તમને ચિંતા થશે નોકરીની?

દેશની નવી શિક્ષણનીતિમાં સામાન્ય લોકો એવા જ સવાલના જવાબ શોધી રહ્યા છે.

line

5+3+3+4 શું છે?

સૌથી પહેલી શરૂઆત સ્કૂલના શિક્ષણથી કરીએ છીએ. નવી શિક્ષણનીતિમાં પહેલાં જે 10+2ની વાત હતી, હવે તેની જગ્યાએ સરકાર 5+3+3+4ની વાત કરવામાં આવી છે.

5+3+3+4માં 5નો અર્થ છે – ત્રણ વર્ષ પ્રી-સ્કૂલના અને ક્લાસ 1 અને 2 પછીના 3 નો અર્થ છે ક્લાસ 3, 4 અને 5 પછીના 3 નો અર્થ છે ક્લાસ 6, 7 અને 8 અને છેલ્લા ચારનો અર્થ છે કે ક્લાસ 9, 10, 11 અને 12.

એટલે હવે બાળકો 6 વર્ષની જગ્યાએ 3 વર્ષની ઉંમરમાં ફૉર્મલ શાળામાં જશે, હાલ બાળકો 6 વર્ષે પહેલા ધોરણમાં જાય છે. નવી શિક્ષણનીતિ લાગુ થયાં પછી છ વર્ષે બાળક પહેલા ધોરણમાં આવશે, પરંતુ પહેલાંના 3 વર્ષ પણ ફૉર્મલ ઍજ્યુકેશનવાળા હશે. પ્લૅ-સ્કૂલના શરૂઆતનાં વર્ષો પણ હવે સ્કૂલના શિક્ષણમાં જોડાશે.

line

3 ભાષાની ફૉર્મ્યુલા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ સિવાય સ્કૂલના શિક્ષણમાં એક બીજો મહત્ત્વપૂર્ણ બદલાવ છે ભાષાનો. નવી શિક્ષણનીતિમાં 3 ભાષાની ફૉર્મ્યુલાની વાત કરવામાં આવી છે, જેમાં ધોરણ પાંચ સુધી માતૃભાષા/સ્થાનિક ભાષામાં શિક્ષણની વાત કરવામાં આવી છે.

સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સંભવ હોય, તો ધોરણ 8 સુધી આ પ્રક્રિયાને અપનાવવામાં આવે. સંસ્કૃતની સાથે તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં ભણવા પર જોર આપ્યું છે.

સેકન્ડરી સેક્શનમાં સ્કૂલ ઇચ્છશે તો વિદેશી ભાષાનો પણ વિકલ્પ આપી શકશે.

આને જ કેટલાંક જાણકાર આરએસએસનો ઍજન્ડા કહી રહ્યા છે. લોકો એ પણ પૂછી રહ્યા છે કે દક્ષિણ ભારતનું બાળક દિલ્હીમાં આવશે તો તે હિંદીમાં ભણશે, તો તે કેવી રીતે ભણશે?

line

બોર્ડની પરીક્ષા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

શાળાઓનાં શિક્ષણમાં ત્રીજી વાત બોર્ડની પરીક્ષામાં ફેરફારની છે. ગત 10 વર્ષોમાં બોર્ડની પરીક્ષામાં અનેક પ્રકારના પરિવર્તન કરવામાં આવ્યા છે. ક્યાંક 10માની પરીક્ષાને વૈકલ્પિક બનાવવામાં આવી, ક્યારેક નંબરની જગ્યાએ ગ્રેડની વાત કરવામાં આવી.

પરંતુ હવે પરીક્ષાની રીતમાં ફેરફારની વાત નવી શિક્ષણનીતિમાં કરવામાં આવી છે. બોર્ડ પરીક્ષા થશે, અને હવે બે વાર થશે. પરંતુ આને પાસ કરવા માટે કોચિંગની જરૂરિયાત નહીં પડે.

પરીક્ષાનું સ્વરૂપ બદલીને હવે વિદ્યાર્થીઓની ‘ક્ષમતાઓનું પરીક્ષણ’ કરવામાં આવશે, ના તેમની યાદશક્તિનું. કેન્દ્રની દલીલ છે કે માર્ક્સનું દબાણ ઘટશે. 2022-23 વાળા સત્રથી આ બદલાવને લાગુ કરવાની સરકારની મંશા છે.

આ બોર્ડ પરીક્ષાઓ ઉપરાંત રાજ્ય સરકાર ધોરણ 3, 5 અને 8માં પણ પરીક્ષા લેશે. આ પરીક્ષાઓને કરાવવા માટે ગાઇડલાઇન બનાવવાનું કામ નવી એજન્સીને સોંપવામાં આવશે, જે શિક્ષણ મંત્રાલય હેઠળ કામ કરશે.

line

અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં શું ફેરફાર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ પ્રકારના ફેરફાર ઉચ્ચ શિક્ષણમાં પણ કરવામાં આવ્યા છે. હવે ગ્રેજ્યુએશન (અંડર ગ્રેજ્યુએટ)માં વિદ્યાર્થીઓ ચાર વર્ષનો કોર્સ ભણશે, જેમાં વચ્ચે કોર્સ છોડવાની તક પણ આપવામાં આવશે.

પહેલાં વર્ષમાં કોર્સ છોડશે તો સર્ટિફિકેટ પણ મળશે, બીજા વર્ષ પછી એડવાન્સ સર્ટિફિકેટ મળશે અને ત્રીજા વર્ષ પછી ડિગ્રી, અને ચાર વર્ષ પછી ડિગ્રી હશે સંશોધનની સાથે.

આ પ્રકારે પોસ્ટ ગ્રેજ્યુએટમાં ત્રણ પ્રકારના વિકલ્પ હશે.

પહેલો હશે બે વર્ષનો માસ્ટર્સ, તેમના માટે જેમણે ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ કર્યો છે. બીજો વિકલ્પ હશે ચાર વર્ષનો ડિગ્રી કોર્સ સંશોધનની સાથે કરવાવાળા માટે. આ વિદ્યાર્થીઓ એક વર્ષનું માસ્ટર્સ અલગથી કરી શકે છે. અને ત્રીજો વિકલ્પ હશે, 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ, જેમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન બંને એક જ સાથે જઈ જશે. સંશોધનની સાથેની ચાર વર્ષની ડિગ્રી પીએચડી માટે જરૂરી હશે.

ઉચ્ચ શિક્ષણમાં સ્કોલરશિપ માટે નવી શિક્ષણનીતિમાં પ્રસ્તાવ છે. આના માટે નેશનલ સ્કોલરશિપ પૉર્ટલને વિસ્તારવાની વાત છે.

ખાનગી સંસ્થાઓ, જે ઉચ્ચ શિક્ષણ આપશે તેમણે 25 ટકાથી લઈને 100 ટકા સુધીની સ્કોલરશિપ 50 ટકા વિદ્યાર્થીઓને આપવાની રહેશે એવી જોગવાઈ શિક્ષણનીતિમાં કરવામાં આવી છે.

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ગ્રાન્ટ આપવાનું કામ હાયર ઍજ્યુકેશન ગ્રાન્ટ કમિશન કરશે. એ ઉપરાંત તે આ સંસ્થાના અલગ-અલગ વિભાગોના નિયમ, કાયદા અને ગાઇડલાઇન બનાવશે.

line

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઍજન્ડા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લાંબા સમયથી માગ કરી રહ્યું હતું કે દેશની શિક્ષણ પ્રણાલીનું ભારતીયકરણ કરવામાં આવે.

આરએસએસના સર સંઘસંચાલક મોહન ભાગવત અનેક વખત કહી ચૂક્યા છે કે “પ્રાચીન જ્ઞાન પરંપરાને કિનારે મૂકીને ભારત એક રાષ્ટ્રના રૂપમાં સબળ નથી થઈ શકતું.”

આરએસએસની માગ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલવાની હતી, જેને હવે એક વાર ફરીથી પહેલાંની જેમ શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. વૈદિક ગણિત, ફિલોસોફી અને પ્રાચીન ભારતીય પરંપરા સાથે જોડાયેલાં વિષયોને માન આપવાનું નવી શિક્ષણનીતિમાં કહેવામાં આવ્યું છે. નવી શિક્ષણનીતિ મુજબ “આને તાર્કિક અને વૈજ્ઞાનિક આધાર તપાસ્યા પછી જ્યાં પ્રાસંગિક હશે, ત્યાં પાઠ્યક્રમમાં સમાવવામાં આવશે.”

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલાં અનેક સંગઠનોએ વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કૅમ્પસ ખોલવાનો પરવાનો આપવાનો વિરોધ કર્યો હતો પરંતુ આ બાબતમાં તેમની વાત માનવામાં આવી નથી.

શરૂઆતમાં આરએસએસનું જોર “રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધારવા માટે” આખા દેશમાં પ્રાથમિક સ્તરે હિંદી ભણાવવા પર હતું, પરંતુ દક્ષિણ ભારતના રાજ્યો, ખાસ કરીને તામિલનાડુના વિરોધ પછી એ સ્વીકાર કરવામાં આવ્યો કે હિંદીની જગ્યાએ જ્યાંની જે માતૃભાષા હશે, તેને ભણાવવી જોઈએ.

line

ડૉ. રૂક્મણિ બેનરજી, સીઈઓ ‘પ્રથમ’ ફાઉન્ડેશન

ડૉ. રકમણિ બેનરજી
ઇમેજ કૅપ્શન, ડૉ. રકમણિ બેનરજી

પાંચમાં ધોરણનું બાળક ત્રીજા ધોરણની ચોપડી ભણી શકતું નથી, ચોથાં ધોરણનાં બાળકોને સરવાળો-બાદબાકી આવડતા નથી, હંમેશાં પ્રથમ તરફથી પ્રકાશિત થતાં ‘અસર’ના અહેવાલમાં ભારતની શિક્ષા વ્યવસ્થાને લઈને આ બાબતો આવતી હતી. પરંતુ શું નવી શિક્ષણનીતિ લાગુ થયાં પછી આ રિપોર્ટ બદલાઈ જશે?

બીબીસીએ વાત કરી ‘પ્રથમ’ એનજીઓ ફાઉન્ડેશનના સીઈઓ રુકમણિ બેનરજી સાથે.

તેમના કહેવા પ્રમાણે નીતિઓ કાગળ પર હંમેશા સારી લાગે છે, પરંતુ લાગુ કેવી રીતે અને ક્યારે થાય છે આ સૌથી મોટો પડકાર હશે. તેમણે કહ્યું કે પ્રાથમિક શિક્ષણને આ નવી પૉલિસીમાં ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે.

જે સારી વાત છે. કારણ કે પહેલામાં બાળક સીધું શાળામાં આવતું હતું, તો તે સમયે તે માનસિક રીતે ભણવા માટે તૈયાર ન હતું. ત્રણ વર્ષ પ્રી-સ્કૂલ પછી તે પહેલા ધોરણમાં આવશે, તો માનસિક રીતે શીખવાની દૃષ્ટિએ પહેલાં કરતા વધારે તૈયાર હશે.

પંજાબ, હિમાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારોમાં સ્કૂલોમાં પ્રી-પ્રાઇમરીમાં આ 5+3+3+4 પર કામ ચાલી રહ્યું છે અને તેના સારા પરિણામ પણ મળી રહ્યા છે.

માતૃભાષામાં ભણાવવાને પણ રુકમણિ એક સારું પગલું માને છે. નાનાં બાળકો દુનિયામાં ફરેલાં હોતા નથી, વધારે ભાષાને સમજતાં નથી, તો ઘરની ભાષાને સ્કૂલની ભાષા બનાવવી ઘણી લાભદાયક થશે.

પરંતુ રુકમણિને લાગે છે કે આના માટે આંગણવાડીઓને તૈયાર કરવી પડશે. આપણા દેશમાં આંગણવાડીની વ્યવસ્થાને ઘણી સારી માનવામાં આવે છે. જોકે તેમને હેલ્થ અને ન્યૂટ્રિશન માટે ટ્રેઇન કરવામાં આવ્યા છે. હવે તેમને બાળકોને સ્કૂલે મોકલવા માટે તૈયાર કરવાની ટ્રેનિંગ આપવાની છે.

મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયે એક સાથે આવીને કામ કરવાની જરૂર છે.

નવા પડકારો પર વાત કરતાં તેઓ કહે છે, “આપણે ભારતના લોકો કુંભ મેળાનું આયોજન તો ખૂબ સારી રીતે કરી શકીએ છીએ, પરંતુ અલ્હાબાદ શહેરને જ્યારે ચલાવવાની વાત આવે છે, તો તકલીફ થાય છે. 100 વસ્તુઓ એક સાથે નથી થઈ શકતી, આના માટે એક સીડીવાળો રોડમૅપ હોવો જોઈએ.”

“તેઓ આ નીતિને સાપ-સીડીની રમત કહે છે. રમવાવાળાને સાપનો અને સીડીઓનો પણ અંદાજ હોવો જોઈએ. આ નવી નીતિમાં ઉપર જવાના રસ્તાઓ પણ છે અને ગબડીને નીચે આવવાના રસ્તાઓ પણ. સંભાળીને નહીં રમવાથી હારવાનો પણ ભય રહેશે. આના માટે સહારો જોઈશે, જેમ સાપ-સીડી રમવા માટે પાસા જોઈએ અને પ્લેયર જોઈએ છે. સ્કૂલોને પણ આ જ પ્રકારના સહારાની જરૂર છે.”

રુકમણિ માને છે કે જો આ નવી શિક્ષણનીતિ યોગ્ય લાગુ થઈ જશે તો, પાંચ વર્ષ પછી અસરના અહેવાલમાં તે વાત નહીં હોય જે આજ સુધી આપણે સાંભળતા આવ્યા છીએ.

line

પ્રોફેસર અનિલ સદગોપાલ – શિક્ષણશાસ્ત્રી

પ્રોફેસર અનિલ સદગોપાલ
ઇમેજ કૅપ્શન, પ્રોફેસર અનિલ સદગોપાલ

અનિલ સદગોપાલ દેશના જાણીતા શિક્ષણશાસ્ત્રીઓમાંથી એક છે. તે શિક્ષણ સાથે જોડાયેલી અનેક સમિતિઓમાં સામેલ પણ છે. હાલ અખિલ ભારતીય શિક્ષણ અધિકાર મંચ સાથે જોડાયેલા છે અને ભોપાલમાં રહે છે.

નવી શિક્ષણનીતિને તે આરએસએસ દ્વારા મળેલી સ્વીકૃતિ પછી જાહેર કરાયેલો ડ્રાફ્ટ કહે છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ શિક્ષણ નીતિને મૂળ સ્વરૂપે ત્રણ બિંદુઓમાં જોવાની જરૂરિયાત છે. પહેલું આનાથી શિક્ષણમાં કૉર્પોરેટાઇઝેશનને વધારો મળશે, બીજું આનાથી બાળકો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અલગ અલગ ‘જાતિ’ બની જશે અને ત્રીજો ભય છે વધારે પડતાં કેન્દ્રિકરણનો.

અનિલ સદગોપાલ પોતાના આ વિચારના પક્ષમાં તર્ક પણ આપે છે. તેમના કહેવા પ્રમાણે મોદી સરકારના પહેલાં કાર્યકાળમાં નીતિ આયોગે સ્કૂલો માટે પરિણામ આધારિત ગ્રાન્ટ આપવાની નીતિ લાગુ કરવાની વાત પહેલાં જ કહી દીધી છે.

એવામાં જે સ્કૂલ સારી હશે, તે વધારે સારી થતી જશે અને જે સ્કૂલ ખરાબ છે તે વધારે ખરાબ. તે વાત આપણે સૌ જાણીએ છીએ કે સરકારી સ્કૂલ પ્રાઇવેટની સરખામણીએ ક્યાં છે. તો આનાથી ફાયદો પ્રાઇવેટવાળાને જ થશે. તેમનું માનવું છે કે કોઈ સંદર્ભમાં નવી શિક્ષણનીતિમાં સ્કૂલ કૉમ્પ્લેક્સની જોગવાઈ કરવામાં આવી છે.

તેમનો આક્ષેપ છે કે આ શિક્ષણનીતિમાં અનામતનો ઉલ્લેખ પણ નથી.

તે આગળ કહે છે કે દેશની 80 ટકા વસતી દલિત, મુસ્લિમ, ઓબીસી, આદિવાસી અને અતિ પછાત વર્ગમાં છે. તેમાં મોટા ભાગના વિદ્યાર્થી જે પહેલાં ધોરણમાં પ્રવેશ લે છે તે 12મા સુધી ભણવાનું પૂર્ણ કરી શકતા નથી.

વૉકેશનલ કોર્સના નામે ગરીબ અને નીચલા વર્ગનાં લોકોને મુખ્યધારાથી અલગ કરવાનો એક પ્રયત્ન છે આ શિક્ષણનીતિ. સ્કિલ ઇન્ડિયા મિશનના બહાને એવા લોકોને ઓછા કૉન્ટ્રૅક્ટવાળી મજૂરીની દુકાનો પર મોકલી દેવામાં આવશે. 12 ધોરણ પાસ કરશે તો પણ ડૉક્ટર કે ઇજનેર નહીં બની શકે.

તેમનો ત્રીજો આરોપ છે કે ઇન્ડિયન ઍજ્યુકેશન સર્વિસ, રાષ્ટ્રીય સંશોધન સંસ્થાન, નેશનલ હાયર ઍજ્યુકેશન રેગ્યુલેટરી ઑથોરિટી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેવી નવી-નવી સંસ્થાઓ ને બનાવીને કેજીથી પીજી સુધી તમામ સત્તા કેન્દ્ર સરકાર પોતાના હાથમાં લેવા માગે છે, જેમાં સ્વયં સેવકોનો મહત્ત્વનો રોલ હશે.

તેમના કહેવા પ્રમાણે ચાર વર્ષનું ગ્રેજ્યુએશન વિદેશમાં પ્રચલિત પ્રણાલી છે. આના પર દેશમાં પહેલાં પણ વિરોધ થઈ ચૂક્યો છે આને ફરીથી લાગૂ કરવાની મંશા સ્પષ્ટ છે.

line

પ્રોફેસર રાકેશ સિન્હા, રાજ્ય સભાના સંસદ સભ્ય

પ્રોફેસર રાકેશ સિન્હા, રાજ્ય સભાના સંસદ સભ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રોફેસર રાકેશ સિન્હા, રાજ્ય સભાના સંસદ સભ્ય

પ્રોફેસર રાકેશ સિન્હા આરએસએસ સાથે જોડાયેલાં પણ છે અને પ્રોફેસર પણ છે. એટલા માટે સરકાર અને આરએસએસ સાથે જોડાયેલાં જેટલા સવાલ અને આરોપ બીજા જાણકારોએ બીબીસીની સામે મૂક્યા તેના જવાબ અમે તેમની પાસેથી માગ્યા.

રાકેશ સિન્હા કહે છે, “આ પહેલીવખત છે કે શિક્ષણનીતિને વ્યાપક પરામર્શ પછી તૈયાર કરીને બનાવવામાં આવી છે. આમાં ખામી હોઈ શકે છે, પરંતુ જેટલાં પણ સજેશન આવ્યા હતા, તેમને વિચારણાનો ભાગ બનાવવામાં આવ્યા હતા. આ શિક્ષણનીતિની બીજી વિશેષતા એ છે કે ક્લાસ રૂમની બહાર શિક્ષણને લઈ જવાની પહેલ છે, જે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની શિક્ષણનીતિમાં આવી હતી. નવી શિક્ષણનીતિએ તેને રોજગાર સાથે જોડી છે.”

“વોકેશનલ ઍજ્યુકેશનની દૃષ્ટિએ જોડવામાં આવ્યા છે. હાલ સુધી શિક્ષણનો અર્થ ફૉર્મલ શિક્ષણ થતું હતું, પરંતુ હવે અનૌપચારિક એટલે ઇન-ફોર્મલ શિક્ષણને શિક્ષણના વિસ્તારમાં લાવવામાં આવી છે. કોવિડના સમયમાં આર્થિક સંકટ દેખાઈ રહ્યું છે. તેનું એક કારણ છે લોકોમાં સ્વરોજગારની ભાવના અને તેના પ્રત્યે સન્માનની ઉણપ. નવી શિક્ષણનીતિ આને દૂર કરશે.”

એટલે જે વાત પ્રોફેસર અનિલને આ શિક્ષણ નીતિમાં ઉણપ તરીકે દેખાઈ રહી છે, રાકેશ સિન્હા તેને નવી શિક્ષણનીતિની ખૂબી ગણાવે છે.

ચાર વર્ષે અંડર ગ્રેજ્યુએટ લાવવાની જરૂરિયાત ફરીથી કેમ પડી, આ સવાલના જવાબમાં રાકેશ સિન્હા કહે છે, “પહેલાં માત્ર એક યુનિવર્સિટીમાં લાવવાની વાત હતી, હવે આ તમામમાં લાગુ થશે. તે કહે છે કે પહેલાં ચાર વર્ષના કોર્સનો વિરોધ સૈદ્ધાંતિક ન હતો, એક ખાસ સંદર્ભમાં હતો કે સરકારે આગળ પાછળની કોઈ યોજના બનાવી ન હતી. તેમનો તર્ક છે કે આ વખતે ચાર વર્ષના કોર્સમાં ઍક્ઝિટ સિસ્ટમની જોગવાઈ છે. વિદેશમાં આ પદ્ધતિ પ્રચલિત છે, તો તેને સ્વીકારવામાં ખરાબી શુ છે. દુનિયા સાથે ચાલવાનો એક પ્રયત્ન છે. રહી વાત બહારની યુનિવર્સિટીઓને મંજૂરી આપવાની તો, એના માટે નવી શિક્ષણનીતિમાં તેને રેગ્યુલેટ કરવાની જોગવાઈ છે. એના માટે શરત શું હશે, કાયદા અને ગાઇડલાઇન શું હશે તેની નીતિમાં સ્પષ્ટતા છે.”

પ્રોફેસર સિન્હાના કહેવા પ્રમાણે સોશિયલ સાયન્સના ક્ષેત્રમાં બહારની સંસ્થા દેશમાં નહીં આવે, માત્ર મૅનેજમેન્ટ, ઇજનેર અને બીજા વિજ્ઞાનના ક્ષેત્રમાં આવશે અને આનાથી આપણી મૂળ અસ્મિતા પર પ્રભાવ પડતો નથી. આને એ રીતે જોવું જોઈએ કે આપણે દુનિયાથી આપણો સંપર્ક તોડ્યો પણ નથી અને આપણા મૌલિક સિદ્ધાંતો પર કાયમ પણ છીએ.

હવે 12મા ધોરણ પછી કૉલેજના શિક્ષણની ચિંતા નહીં હોય, કારણ કે આ નીતિમાં તેમની સંખ્યા વધારવા પર જોર છે. 99 ટકાના ચક્કરમાં વિદ્યાર્થીઓને એટલે પડવું પડે છે કારણ કે ડિમાન્ડ વધારે છે અને સપ્લાય ઓછો. હવે દિલ્હી યુનિવર્સિટી જેવી અનેક યુનિવર્સિટી ખોલી શકાશે, જેનાથી વિદ્યાર્થીઓ પાસે ઘણાં વિકલ્પ હશે.

સંસ્કૃત અને માતૃભાષામાં અભ્યાસને અનિવાર્ય બનાવવા પર રાકેશ સિન્હાનું કહેવું હતું કે આ ભાષા આરએસએસે બનાવેલી ભાષા નથી. અમે કોઈ ભાષાનો વિરોધ કર્યો નથી.

સંસ્કૃત દુનિયાની બે ડઝનથી પણ વધારે યુનિવર્સિટીઓમાં પ્રતિબદ્ધતાની સાથે ભણાવવામાં આવે છે, આના માટે આ ભાષા કોઈ જાતિ, સંપ્રદાય અથવા સંગઠન સાથે જોડીને જોવું તે લોકોનું બૌદ્ધિક ખોખલાપણું દેખાડે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો