મોરારિબાપુએ ભાજપના નેતા પબુભા માણેક દ્વારા હુમલાના પ્રયાસ બાદ શું કહ્યું?

ઇમેજ સ્રોત, CHITRAKUTDHAMTALGAJARDA.ORG
ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ઝપાઝપીના પ્રયાસને કારણે વધુ એક વિવાદનો જન્મ થયો છે.
મોરારિબાપુ પર હુમલાના પ્રયાસ બાદ શનિવારે મહુવા તથા વીરપુરમાં બંધ પાડવામાં આવ્યો હતો. આ પહેલાં શુક્રવારે તલગાજરડામાં પણ બંધ પાડવામાં આવ્યો હતો.
વેપારીઓએ દુકાનો, બજાર બંધ રાખીને બંધ પાડ્યો હતો. આ દરમિયાન મહુવાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યું હતું.

ઇમેજ સ્રોત, Hathisinh Chauhan
આ સાથે જ વીરપુરના વેપારીઓ, ગામના સરપંચ અને જલારામ બાપા મંદીરના પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેનદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું અને પબુભા માણેક પર કાર્યવાહી કરવાની માગ કરાઈ હતી.
આ જ રીતે મહુવાના વેપારીમંડળ અને સાધુસમાજ દ્વારા પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.
મોરારિબાપુના કહેવા પ્રમાણે, તેમના તરફથી વિવાદ પૂરો થાય છે અને તેઓ માફી આપે છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને વખોડી છે, તો કૉંગ્રેસે ભાજપના નેતાની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કહી છે. હિંદુઓના આરાધ્ય કૃષ્ણ અને તેમના વંશજોને લઈને કરેલી ટિપ્પણીના વિવાદ બાદ મોરારિબાપુ દ્વારકા મંદિરમાં માફી માગવા પહોંચ્યા હતા, જે દરમિયાન આ બનાવ બન્યો હતો.

મોરારિબાપુનું નિવેદન

ઇમેજ સ્રોત, Getty Images
મોરારિબાપુએ શુક્રવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, "જો કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો મેં બે વખત માફી માગી છે. મને કહેવામાં આવ્યું હતું કે 'તમે દ્વારકા આવી જાવ એમ સમાજ ઇચ્છે છે.' એટલે હું દ્વારકા જતો રહ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"દ્વારકા મારા ઇષ્ટદેવ છે. આટલી વાત છે, મારા તરફથી વિવાદ પૂરો થાય છે."
અન્ય એક સવાલના જવાબમાં મોરારિબાપુએ કહ્યું, "કોઈએ ઉશ્કેરાવું નહીં. હું તો માફી માગનારો પણ માણસ છું અને માફી માગનારો પણ માણસ છું."
મોરારિબાપુની નજીક મનાતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે પબુભા માણેકના પ્રયાસને વખોડી કાઢ્યો હતો અને લોકોને કહ્યું હતું કે આહીર સમાજ તરફથી આ બાબત પૂર્ણ થાય છે.
ગુજરાતી ટીવી ચેનલ ટીવી નાઇન સાથે વાતચીત દરમિયાન તેમણે આ વાત કહી.
વિવાદમાં રાજકીય વાત
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ મામલે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું છે અને પબુભા માણેકના કૃત્યને વખોડ્યું છે. જોકે તેમણે ભાજપના નેતા પબુભા માણેકનું નામ લીધું ન હતું.
ટ્વીટમાં લખ્યું છે, "મોરારિબાપુ સાથે દ્વારકામાં થયેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું."
"આજે મોરારિબાપુએ ભગવાન દ્વારકાધીશના દર્શને આવીને દ્વારકાધીશ અને સમગ્ર આહીર સમાજની માફી માગી લીધી છે ત્યારે તેમના ઉપર એ જ વાતને લઈને કરાયેલો હુમલાનો પ્રયાસ નિંદનીય અને અશોભનીય છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ ટ્વીટ કર્યું, "દ્વારકામાં પૂ. મોરારિબાપુ ઉપર ભાજપના નેતા પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ એ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તિરસ્કાર છે."
"પૂ. બાપુ દેશના આદરણીય સંત છે. તેમણે પોતાના વકતવ્ય માટે માફી માગી છે. હુમલાના નિંદનીય કૃત્ય બદલ સરકારે કડક કાર્યવાહી કરવી જોએ."
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે ટ્વીટ કર્યું, "મોરારિબાપુ ઉપરના હુમલાને હું વખોડું છું, આપણે કોઈના મતથી અસહમત હોઈ શકીએ, પરંતુ આપણા સમાજમાં હિંસાને કોઈ સ્થાન નથી."

કેવી રીતે ઘટી ઘટના?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
સ્થાનિક પત્રકાર દિનેશ વિઠલાણીના જણાવ્યા અનુસાર દ્વારકામાં આવેલા શારદા પીઠ ખાતે આ ઘટના ઘટી હતી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "જ્યાં મોરારિબાપુ બેઠા હતા ત્યાં પબુભા માણેક ધસી ગયા હતા. જોકે, એ વખતે ત્યાં હાજર લોકોએ તેમને આગળ વધતા રોકી લીધા હતા."
મામલો બિચકતા પબુભાને બહાર લઈ જવાયા હતા. આ ઘટના જ્યારે ઘટી ત્યારે સ્થાનિક સંસદસભ્ય અને આહીર નેતા પૂનમ માડમ પણ હાજર હતાં.
સમાચાર ચેનલ 'એબીપી અસ્મિતા' સાથેની વાતચીતમાં પબુભા માણેકે જણાવ્યું કે તેમણે કોઈ હુમલો નહોતો કર્યો, પણ લોકોએ 'અર્થનો અનર્થ' કરી નખાયો છે.
માણેકે કહ્યું, "હું મારી વાડીએ હતો ત્યારે મને જાણ થઈ કે મોરારિબાપુ આવ્યા છે. એમણે કહ્યું હતું કે 'બલરામ ચોવિસ કલાક દારૂ પીતા' એ હતા એ પ્રસંગ ક્યાંનો છે એ જાણવું હતું."
"મેં કોઈ હુમલો કર્યો નથી કર્યો. વ્યાસપીઠ પર બેસીને તેમણે કૃષ્ણ વિશે કહેલો પ્રસંગ ક્યાંનો છે, એ મારે જાણવું હતું, પણ મને કોઈએ પૂછવા જ ન દીધું અને અર્થનો અનર્થ કરી દેવાયો છે."
તેમણે પોતે આક્રોશિત ન હોવાની વાત પણ જણાવી છે.
વિવાદ શો હતો?

ઇમેજ સ્રોત, DARSHAN THAKKAR
તાજેતરમાં જ મોરારિબાપુ દ્વારા કૃષ્ણ પર કરાયેલી ટિપ્પણીનો એક વીડિયો વાઇરલ થયો હતો.
વીડિયોમાં મોરારિબાપુને કૃષ્ણ દ્વારિકામાં ધર્મની સ્થાપના કરવામાં નિષ્ફળ ગયા હોવાનું કહેતા સાંભળી શકાય છે.
વીડિયોમાં કથાવાચક જણાવે છે :
"આ માણસ સમગ્ર દુનિયામાં ધર્મની સ્થાપના થાય તે માટે તૂટી ગયા, પરંતુ દ્વારિકામાં ધર્મની સ્થાપના કરવામાં નિષ્ફળ ગયા. પૂર્ણપણે ફેલ ગયા."
"તેમના દીકરા, દીકરાના દીકરા, તેમની જનતા દ્વારકાના રાજમાર્ગો ઉપર શરાબ પીતા. અમુક વાતો તો હું તમને ન કહું એજ સારું છે. પરંતુ જે છે, તે છે. છેડતી થતી, ન દિવસ જોતા કે ન રાત."
"જો પીવા ઉપર નિયંત્રણ લાદવામાં આવતું, તો તેઓ ચોરી કરતા પણ ખચકાતા ન હતા. અધર્મનાં લક્ષણ હતાં, તે સ્પષ્ટ દેખાતાં હતાં."
"એમનો મોટોભાઈ બલરામ ચોવીસ કલાક શરાબ પીતા હતા."
ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ લેખો તથા વીડિયોને ચકાસતા તા. 21થી 20 સપ્ટેમ્બર, 2017માં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર (વિંધ્યાંચલ) ખાતે નવરાત્રિ દરમિયાન આયોજિત રામકથાના સાતમા દિવસનો છે.કૃષ્ણ અને યાદવકૂળ વિશેના પ્રવચનથી વિવાદ થયા બાદ આહિર સમુદાયના સંગઠન 'કાના વિચારમંચ' દ્વારા મોરારિબાપુની માફીની માગ કરી હતી.
જે બાદ તેમણે વીડિયો જાહેર કરીને માફી માગી હતી.
જોકે, સંગઠન દ્વારા મોરારિબાપુ દ્વારકામાં આવેલા કૃષ્ણમંદિરમાં શીશ ઝુકાવી માફી માગે એવી માગ કરી હતી, જેને પગલે કથાવાચક ગુરુવારે દ્વારકા પહોંચ્યા હતા.

કોણ છે મોરારિબાપુ?

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
ગુજરાતમાં ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે મોરારિદાસ પ્રભુદાસ હરિયાણી તરીકે જન્મેલા. અનુયાયીઓમાં તેઓ 'મોરારિબાપુ' તરીકે ઓળખાય છે.
તેમની વેબસાઇટમાં આપેલી જાણકારી પ્રમાણે 12 વર્ષની વયે તેમને સમગ્ર રામચરિતમાનસ કંઠસ્થ થઈ ગયું હતું, જે તેમણે પાંચ વર્ષની ઉંમરથી શીખવાનું શરૂ કર્યું હતું.
14 વર્ષની ઉંમરે થોડા લોકોને ચોપાઈઓ સંભળાવવાની શરૂઆત કરનારા બાપુએ રામકથાનો આરંભ 1960માં તલગાજરડાથી જ કર્યો હતો.
પોતાના દાદાને જ ગુરુ માનતા અને તેઓ કોઈને શિષ્ય બનાવવામાં માનતા નથી. તેમણે વારંવાર કહ્યું છે કે તેમને કોઈ શિષ્ય નથી.
તેમના દાદા ત્રિભુવનદાસ પાસેથી તેમણે રામચરિતમાનસની ચોપાઈઓ શીખી અને તેને કંઠસ્થ કરી હતી.
દેશવિદેશમાં ખ્યાતિ હોવા છતાં તેઓ તલગાજરડામાં જ રહે છે.
પહેલા એક દાયકા દરમિયાન મોરારિબાપુની મોટાભાગની કથાઓ ગુજરાતમાં જ યોજાઈ હતી, ધીમે-ધીમે તેમની લોકપ્રિયતા દેશ અને પછી વિદેશ સુધી પહોંચી.
1976માં મોરારિબાપુ પોતાની રામકથાને પ્રથમ વખત વિદેશ લઈ ગયા, એ કાર્યક્રમ કેન્યાની રાજધાની નાઇરોબીમાં યોજાયો હતો. ત્યાર પછીના લગભગ સાડા ચાર દાયકા દરમિયાન 35થી વધુ દેશોમાં રામકથા કરી છે.

મોરારિબાપુ અને અમુક વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
- 'કૃષ્ણના મોટાભાઈ બલરામ તથા યદુવંશીઓ દ્વારકામાં રાજમાર્ગો ઉપર શરાબ પીતા' એ નિવેદનના વિવાદ વિશે વાચવા માટે, અહીં ક્લિક કરો.
- મોરારિબાપુનો પ્રારંભિકકાળ, રામજન્મભૂમિના ઉગ્ર આંદોલનમાં ભૂમિકા, નરેન્દ્ર મોદી, ગોધરાકાંડ બાદની ભૂમિકા, સમજૌતા બ્લાસ્ટના આરોપી સ્વામી અસીમાનંદ સાથે નિકટતાની ચર્ચા જેવા વિવાદો અંગે વાચવા માટે, અહીં ક્લિક કરો.
- સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે પૂજનીય એવા 'નીલકંઠવર્ણી' પ્રસાદમાં અપાતી 'લાડૂડી' અંગે નિવેદન બાદ ઊભા થયેલા વિવાદ અંગે વાચવા માટે, અહીં ક્લિક કરો.


- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો













