ભારતીય રેલવે : કોરોના લૉકડાઉનમાં જાણો કઈ-કઈ ટ્રેન ગુજરાતને કનેક્ટ કરશે

ઇમેજ સ્રોત, Twitter/PiyushGoyal
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
દેશમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધરો થઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ રેલવિભાગે તા. 12મી મેથી ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે.
પ્રથમ તબક્કામાં 15 ટ્રેન દોડાવાશે, જેના માટેનું બુકિંગ સોમવાર (11મી મે)ના સાંજે છ વાગ્યાથી શરૂ થઈ ગયું.
આ સિવાય તમામ 30 ટ્રેન માટેનું ટાઇમટેબલ પણ જાહેર કરી દેવાયું હતું.
વિપક્ષ કૉંગ્રેસે આ પગલાને આવકાર્યું છે. પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે રોડ ટ્રાન્સપૉર્ટ તથા વિમાન સેવાઓને પણ શરૂ કરવાનો આગ્રહ કર્યો છે.
તા. 25મી માર્ચે દેશવ્યાપી લૉકડાઉન લાગુ થયું, તે પહેલાં દેશભરમાં પેસેન્જર ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી, જોકે ગુડ્સ ટ્રેન દોડતી રહી.
ત્રીજા તબક્કાનું લૉકડાઉન પૂર્ણ થાય તે પહેલાં કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કેટલાક લોકોને આશ્ચર્ય થયું છે અને કેટલાક સવાલ ઉઠાવ્યા છે.

એ.સી. ટ્રેન કેમ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
સ્વરાજ પાર્ટીના નેતા તથા સમાજશાસ્ત્રી યોગેન્દ્ર યાદવે બીબીસી હિન્દીનો એક અહેવાલ શૅર કર્યો હતો અને કેટલાક સવાલ ઉઠાવ્યા હતા.
યાદવે સૌપહેલાં ઍરકંડિશન્ડ ટ્રેનોને દોડાવવા ઉપર સવાલ ઊભા કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
રેલવેના જણાવ્યા પ્રમાણે, 15 ટ્રેન રાજધાની જેવી એ.સી. કોચ ટ્રેનો રહેશે. આ ટ્રેનો દિલ્હીથી અમદાવાદ (ગુજરાત), પટણા (બિહાર), રાંચી (ઝારખંડ), અગરતલા (ત્રિપુરા), હાવડા (પશ્ચિમ બંગાળ) ડિબ્રૂગઢ (આસામ), બિલાસપુર (છત્તીસગઢ), ભુવનેશ્વર (ઓડિશા), સિકંદરાબાદ (તેલંગણા), બેંગ્લુરુ (કર્ણાટક), ચેન્નઈ (તામિલનાડુ), થિરુવનંતપુરમ્ (કેરળ), મડગાંવ (ગોવા), મુંબઈ સેન્ટ્રલ (મહારાષ્ટ્ર) અને જમ્મુતવી (જમ્મુ-કાશ્મીર) વચ્ચે દોડશે.
સોમવાર (11મી મે) સાંજે છ વાગ્યાથી આ ટ્રેનો માટેનું બુકિંગ આઈ.આર.સી.ટી.સી. (ઇન્ડિયન રેલવે કૅટરિંગ ઍન્ડ ટુરિઝમ કૉર્પોરેશન)ની વેબઇસાટ ઉપરથી શરૂ થયું.
ટ્રેનોનું ભાડું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મંગળવાર સાંજથી શરૂ થનારી ટ્રેનો માટે ભાડું, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ તથા અન્ય બાબતો અંગે એક સર્ક્યુલર કાઢ્યો છે.
IRCTCની સી.એમ.ડી. (ચીફ મૅનેજિંગ ડિરેક્ટર) એમ.પી. મલે સર્ક્યુલર અંગેની માહિતી બીબીસીને આપી હતી. તેમના કહેવા પ્રમાણે 15 જોડી ટ્રેન રાજધાની એક્સપ્રેસની હશે.
આ ટ્રેનો માટે અગાઉ જેટલું જ ભાડું વસૂલવામાં આવશે, પરંતુ કૅટરિંગ ચાર્જ વસૂલવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છેકે લૉકડાઉન લાગુ થયું, તે પહેલાં સુધી રાજધાનીની ટ્રેનો માટે 'ડાયનેમિક પ્રાઇસિંગ' લાગુ હતું. મતલબ કે જેમ-જેમ બેઠકો ભરાતી જતી, તેમ-તેમ ભાડું વધતું.
મુસાફર વધારાના પૈસા ચૂકવીને પાણી તથા અન્ય પૅક્ડ ખાદ્યસામગ્રી ખરીદી શકશે. આ ટ્રેનોમાં બેડિંગ આપવામાં નહીં આવે. મુસાફરોએ આરોગ્યસેતુ ઍપ ડાઉનલૉડ કરવાની રહેશે.
રાજધાની ટ્રેનમાં ફર્સ્ટ, સેકન્ડ તથા થર્ડ એ.સી. કોચ હશે. 1AC અને 2AC કોચમાં સોશિયલ ડિસ્ટન્સિંગની સમસ્યા ઊભી નહીં થાય.
પરંતુ 3ACમાં સોશિયલ ડિસ્ટન્સિંગ કેવી રીતે જળવાશે એ અંગે ચિત્ર સ્પષ્ટ નથી. તેમાં તમામ 72 બેઠક ભરવામાં આવશે કે નહીં, તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
30 ટ્રેનનું ટાઇમ ટેબલ
સોમવારે સાંજે રેલવે મંત્રાલય દ્વારા 30 ટ્રેનોનું ટાઇમટેબલ બહાર પાડવામાં આવ્યું હતું.
જે મુજબ નવી દિલ્હીથી અમદાવાદ વચ્ચેની ટ્રેન દરરોજ દોડશે. જે પાલનપુર (ગુજરાત) , આબુ રોડ (રાજસ્થાન), જયપુર (રાજસ્થાન) તથા ગુરુગ્રામ (હરિયાણા)માં હૉલ્ટ કરસે.
આ સિવાય મડગાંવ અને દિલ્હી વચ્ચે દોડતી ટ્રેન વડોદરા તથા સુરતમાં મુકામ કરશે. (શુક્ર અને શનિવાર)
દિલ્હીથી થિરુવનંતપુરમ વચ્ચે દોડતી ટ્રેન વડોદરામાં રોકાશે. (મંગળવાર, બુધવાર અને રવિવાર)
દિલ્હી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી દૈનિક ટ્રેન સુરત અને વડોદરામાં ઊભી રહેશે. ટ્રેન દોડવાની શરૂ થશે, તે અંગેની જાહેરાત બાદ એક સવાલ ઊભો થયો હતો કે ઘરેથી સ્ટેશન કે સ્ટેશનથી ઘર સુધી પહોંચવાનું શું?
આ અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. ટ્રેનની કન્ફર્મ ટિકિટ દેખાડ્યે ડ્રાઇવર તથા મુસાફરને ઘરથી સ્ટેશન કે સ્ટેશનથી ઘર સુધીની અવરજવર કરવા દેવાશે.

અમદાવાદ, હૉટસ્પૉટ અને ટ્રેન

ઇમેજ સ્રોત, Getty Images
આ ટ્રેનો દિલ્હીથી અમદાવાદ સહિતની વાપસી સફર ખેડશે, પરંતુ ગુજરાતના અમદાવાદ તથા મહારાષ્ટ્રના મુંબઈ-સેન્ટ્રલમાં કેસોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા તેને 'હૉટસ્પૉટ' જાહેર કરવામાં આવ્યા છે.
આ સિવાય દિલ્હી પણ હૉટસ્પૉટ છે.
આ બંને સ્થળોએ ટ્રેન દ્વારા પહોંચેલા મુસાફરો પોત-પોતાના ઘરે સલામત રીતે પહોંચે, તેમનું રેગ્યુલર ચેક-અપ કરવામાં આવે તે જરૂરી છે. આ કવાયત રાજ્ય સરકારોની સમસ્યામાં વધારો કરી શકે છે.
આવી જ રીતે પશ્ચિમ બંગાળની શ્રમિક સ્પેશિયલ ટ્રેનો વિશે રાજ્ય તથા કેન્દ્ર સરકાર વચ્ચેના મતભેદ બહાર આવ્યા હતા. ત્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન હાવડા પહોંચનારી ટ્રેન પ્રત્યે કેવું વલણ દાખવે છે, તે પણ જોવું રહ્યું.

સોશિયલ ડિસ્ટન્સિંગની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટેશન ઉપર મુસાફરોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. તેમને સૅનિટાઇઝર આપવામાં આવશે.
આ સિવાય મુસાફરી પૂર્વે તથા મુસાફરી દરમિયાન ચહેરા પર માસ્ક પહેરવો અનિવાર્ય હશે.
જે-તે રાજ્યના સ્ટેશને પહોંચીને સ્થાનિક રાજ્ય સરકારો માટે બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવાનું રહેશે.
જો સરકાર તેમને ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરૅન્ટીનમાં મોકલવા ચાહે, તો ત્યાં અને જો હોમ આઇસોલેશન માટે નિર્દેશ આપે, તો તેનું પાલન કરવાનું રહેશે.
આ સિવાય અન્ય કોઈ દિશા-નિર્દેશ હોય તો તેનું પણ અનુપાલન કરવાનું રહેશે.
ઍરકંડિશન અંગે માર્ગદર્શિકા

ઇમેજ સ્રોત, Twitter/PiyushGoyal
રેલવે દ્વારા જે ટ્રેન દોડાવવામાં આવશે, તે ઍરકંડિશન્ડ હશે, બીજી બાજુ, અગાઉ કેન્દ્ર સરકારે સેન્ટ્રલાઇઝ્ડ એ.સી.ને જોખમી ગણાવી આ વિશેનો સર્ક્યુલર પણ કાઢ્યો હતો.
આ વિશે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના વડા કે. શ્રીનાથ રેડ્ડીએ જણાવ્યું કે વિદેશથી જે ભારતીયોને વિમાન દ્વારા વતન પરત લાવવામાં આવી રહ્યા છે, તેઓ સેન્ટ્રલાઇઝ્ડ એસીમાં જ મુસાફરી કરી રહ્યા છે.
આથી જો સરકાર દ્વારા આજુબાજુના પરિવેશને અનુરૂપ ટેમ્પ્રેચર નક્કી કરે તો તે યોગ્ય રહેશે.
ડૉ. રેડ્ડી ઉમેરે છે કે મુસાફરી પહેલાં સ્ક્રિનિંગ, મુસાફરી દરમિયાન માસ્ક પહેરી રાખવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન વગેરે બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો કોરોનાના પ્રસારના જોખમને ટાળી શકાય છે.
ડૉ. રેડ્ડી ઉમેરે છે કે આપણે કોરોના સાથે જીવવાની આદત કેળવવી પડશે. કારણ કે કાયમને માટે ટ્રેન તથા ફ્લાઇટને બંધ ન રાખી શકાય તથા કોઈ ને કોઈ તબક્કે તેની શરૂઆત કરવી જ રહી.

શ્રમિક ટ્રેનો પર સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં 1200ને બદલ 1700 મુસાફરોને લઈ જવાની ચર્ચા શરૂ થઈ છે. નવા નિયમો મુજબ :
- સાત દિવસ અગાઉ બુકિંગ કરી શકાશે
- સ્પેશિયલ ટ્રેનોમાં તત્કાળ બુકિંગની સવલત નહીં હોય
- RAC (રિઝર્વેશન ઍગેઇન્સ્ટ કૅન્સલેશન) ટિકિટ નહીં અપાય
- એજન્ટો બુકિંગ નહીં કરાવી શકે
- મુસાફરી દરમિયાન ટિકિટ ચૅકર સ્ટાફ દ્વારા ટિકિટ નહીં અપાય
- ટ્રેનના સમય કરતાં 90 મિનિટ પહેલાં પહોંચવું
- સ્ટેશન પર મુસાફરોનું થર્મલ સ્ક્રિનિંગ કરાશે
- 24 કલાક અગાઉ ટિકિટ કૅન્સલ કરાવી શકાશે, જેના માટે 50 ટકા ચાર્જ લાગશે

ટ્રેનોનું ટાઇમટેબલ

ઇમેજ સ્રોત, Getty Images
ટૂંકા અંદરની ટ્રેનો દરરોજ દોડશે અથવા તો ઑવરનાઇટ મુસાફરીની ટ્રેનો હશે.
લાંબા અંતરની ટ્રેનોને અઠવાડિયામાં બેથી ત્રણ વખત દોડાવાશે. ટ્રેનમાં સ્ટૉપ નિયમિત ટ્રેન કરતાં ઓછા હશે.
લૉકડાઉન પહેલાં ટ્રેનો જે રીતે દોડતી હતી, તે રીતે જ મહદંશે દોડશે.
શ્રમિક સ્પેશિયલ ટ્રેન
રેલવે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે અન્ય રાજ્યોમાં અટવાયેલા પરપ્રાંતીયોને પોતાના રાજ્યમાં પરત લઈ જવા માટેની ખાસ ટ્રેનો આગામી સમયમાં પણ ચલાવાશે.
રેલવેતંત્ર દ્વારા જણાવ્યા મુજબ, સોમવાર (11મી મે) સવાર સુધીમાં 468 શ્રમિક ટ્રેન દોડાવવામાં આવી, જેના દ્વારા લગભગ ચાર લાખ શ્રમિકોની હેરફેર કરવામાં આવી.
રેલવેપ્રધાન પીયૂષ ગોયલે રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજ્ય સરકારોની માગને આધારે વધુ 300 શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.
કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ સોમવારે સવારે તમામ રાજ્યોના ગૃહસચિવોને પત્ર લખીને રાજ્ય સરકારોને શ્રમિક સ્પેશિયલ ટ્રેનના સુવ્યવસ્થિત સંચાલન માટે રેલવે મંત્રાલયને સહયોગ આપવાની વાત કહી હતી.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













