CAA : નાગરિકતા કાયદાને યોગ્ય ઠેરવતાં નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને ટાંક્યા પણ હકીકત શું છે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Twitter/BJP

    • લેેખક, કીર્તિ દૂબે
    • પદ, ફૅક્ટ ચેક ટીમ

નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) બાબતે દેશભરમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાંની તેમની જાહેરસભામાં આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

પોતાના લગભગ દોઢ કલાક લાંબા ભાષણમાં વડા પ્રધાને મહાત્મા ગાંધીના એક નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. એ બાબતે વ્યાપક ચર્ચા થઈ રહી છે.

વડા પ્રધાને કહ્યું હતું, "પાકિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ સાથીઓને જ્યારે એવું લાગે કે તેમણે ભારત આવવું જોઈએ ત્યારે તેમનું સ્વાગત છે, એવું મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું. આ હું નથી કહેતો, પૂજ્ય મહાત્મા ગાંધી કહી રહ્યા છે. આ કાયદો એ સમયની સરકારના વચન અનુસારનો છે."

એનએએમાં એક ખાસ ધર્મના લોકોની અવગણના કરવાનો આક્ષેપ સરકાર પર કરવામાં આવી રહ્યો છે અને તેનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિનમુસ્લિમ સમુદાયના શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉક્ત નિવેદનનો ઉલ્લેખ કરીને વિરોધ પક્ષ તથા દેશને એવું કહી રહ્યા હતા કે મહાત્મા ગાંધી આઝાદીના સમયથી આવું ઇચ્છતા હતા.

વડા પ્રધાનના આ દાવાની સચ્ચાઈ ચકાસવા માટે બીબીસીએ મહાત્મા ગાંધીના લેખો, ભાષણો, પત્રો વગેરેને ફંફોસવાનું શરૂ કર્યું હતું.

વડાપ્રધાને જે નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો એ નિવેદન અમને 'કલેક્ટેડ વર્ક ઑફ મહાત્મા ગાંધી' પુસ્તક શ્રેણીના 89મા ભાગમાંથી મળી આવ્યું હતું.

line

મહાત્મા ગાંધીએ શું કહ્યું હતું?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

26 સપ્ટેમ્બર, 1947 એટલે કે આઝાદી મળ્યાના લગભગ એક મહિના પછી યોજાયેલી પ્રાર્થનાસભામાં મહાત્મા ગાંધીએ આ વાત કહી હતી, પણ ઇતિહાસના જાણકારો અને ગાંધી ફિલસૂફીને સમજતા વિદ્વાનો એ નિવેદનના સંદર્ભ તથા વર્તમાન સમયમાં તેની પ્રાસંગિકતા બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે.

વાસ્તવમાં લાહોરના રહેવાસી પંડિત ઠાકુર ગુરુદત્ત નામના એક ભાઈએ મહાત્મા ગાંધીને જણાવ્યું હતું કે તેમને લાહોર છોડવાની ધરાર ફરજ પાડવામાં આવી હતી.

દરેક વ્યક્તિએ તેના જીવનના અંત સુધી જન્મસ્થાન પર જ રહેવું જોઈએ એવી ગાંધીજીની વાતથી ઠાકુર ગુરુદત્ત બહુ પ્રભાવિત હતા, પણ એમ કરવા ઇચ્છતા હોવા છતાં એવું કરી શકતા ન હતા.

આ સંબંધે મહાત્મા ગાંધીએ તેમની 26 સપ્ટેમ્બર, 1947ની પ્રાર્થનાસભામાં કહ્યું હતું, "આજે ગુરુદત્ત મારી પાસે આવ્યા હતા. તેઓ એક મોટા વૈદ્ય છે. તેઓ તેમની વાત કહેતાં રડી પડ્યા હતા."

"તેઓ મારો આદર કરે છે અને મેં જે વાતો કહી છે તેનો પોતાના જીવનમાં અમલ કરવાના તમામ શક્ય પ્રયાસ કરે છે, પણ ક્યારેક મારી કહેલી વાતોનું હકીકતમાં પાલન કરવાનું બહુ મુશ્કેલ હોય છે."

"તમારી સાથે પાકિસ્તાનમાં ન્યાય નથી થઈ રહ્યો એવું તમને લાગતું હોય અને પાકિસ્તાન તેની ભૂલ સ્વીકારતું ન હોય તો અમારી પાસે અમારું પોતાનું પ્રધાનમંડળ છે, જેમાં જવાહરલાલ નહેરુ અને પટેલ જેવા સારા લોકો છે."

"બન્ને દેશોએ આપસમાં સમજૂતી કરવી પડશે. એવું શા માટે ન થઈ શકે? આપણે હિંદુ અને મુસલમાન હજુ ગઈકાલ સુધી દોસ્ત હતા."

"આપણે એવા દુશ્મન બની ગયા છીએ કે એકમેકનો ભરોસો ન કરી શકીએ?"

"તમે એમ કહેતા હો કે તમે તેમનો ભરોસો નથી કરતા તો બન્ને પક્ષે હંમેશા લડતાં રહેવું પડશે."

"બન્ને પક્ષ વચ્ચે કોઈ સમજૂતી નહીં થાય તો કોઈ વિકલ્પ બાકી નહીં રહે. આપણે ન્યાયનો માર્ગ પસંદ કરવો જોઈએ."

"ન્યાયના રસ્તે ચાલતાં તમામ હિંદુ અને મુસલમાનો મરી જાય તો પણ મને ચિંતા નહીં થાય."

"ભારતમાં રહેતા સાડા ચાર કરોડ મુસલમાનો ગુપ્ત રીતે દેશ વિરુદ્ધ કામ કરે છે એવું સાબિત થઈ જાય તો તેમને ગોળી મારી દેવી જોઈએ એવું કહેતાં મને જરા પણ સંકોચ થતો નથી."

"બરાબર આવી જ રીતે પાકિસ્તાનમાં રહેતા શીખ અને હિંદુઓ આવું કરતા હોય તો તેમની સાથે પણ આવું જ થવું જોઈએ. આપણે પક્ષપાત ન કરી શકીએ."

"આપણે આપણા મુસલમાનોને આપણા નહીં ગણીએ તો પાકિસ્તાન હિંદુ અને શીખોને પોતાના ગણશે? એવું નહીં થાય."

"પાકિસ્તાનમાં રહેતા હિંદુ-શીખ ત્યાં રહેવા ઇચ્છતા ન હોય તો પાછા આવી શકે છે."

"એ સ્થિતિમાં તેમને રોજગાર મળે અને તેમનું જીવન આરામદાયક હોય એ ભારત સરકારની પહેલી જવાબદારી રહેશે, પણ તેઓ પાકિસ્તાનમાં રહીને ભારત માટે જાસૂસી કરે અને આપણા માટે કામ કરે એવું ન થઈ શકે."

"આવું ક્યારેય થવું ન જોઈએ અને હું આવું કરવાનો સખત વિરોધી છું."

આ પહેલાં 8 ઑગસ્ટ, 1947ના દિવસે મહાત્મા ગાંધીએ 'ભારત અને ભારતીયતા' વિશે જે કહ્યું હતું એ સૌથી વધુ ઉલ્લેખનીય છેઃ "સ્વતંત્ર ભારત હિંદુરાજ નહીં, ભારતીય રાજ હશે, જે કોઈ ધર્મ, સંપ્રદાય કે વર્ગવિશેષની બહુલતા પર આધારિત નહીં હોય."

દિલ્હી પી.સી.સી.ના અધ્યક્ષ આસિફ અલીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંબંધે મહાત્મા ગાંધીને એક પત્ર લખ્યો હતો.

line

હિંદુસ્તાન એ દરેક માણસનું છે, જે અહીં જન્મ્યો અને મોટો થયો

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ઉર્દૂમાં લખાયેલા એ પત્રમાં તેમણે મહાત્મા ગાંધીને જણાવ્યું હતું કે આરએસએસ નામના સંગઠન સાથે જોડાયેલા લગભગ 3,000 લોકો લાકડી સાથે કવાયત કરતાં એવો સૂત્રોચ્ચાર કરે છે કે "હિંદુસ્તાન હિંદુ કા, નહીં કિસી ઔર કા..."

આ પત્રના જવાબમાં મહાત્મા ગાંધીએ કહ્યું હતું, "હિંદુસ્તાન એ દરેક માણસનું છે, જે અહીં જન્મ્યો અને મોટો થયો છે. જેનો કોઈ દેશ નથી, જે કોઈ દેશને પોતાનો કહી શકે તેમ નથી તેનું પણ."

"એટલે પારસી, બેની, ઇઝરાયલી, ભારતીય ખ્રિસ્તી બધાનું છે. સ્વતંત્ર ભારત હિંદુરાજ નહીં, ભારતીય રાજ હશે, જે કોઈ ધર્મ, સંપ્રદાય કે વર્ગવિશેષની બહુલતા પર આધારિત નહીં હોય, બલ્કે કોઈ પણ ધાર્મિક ભેદભાવ વિના તમામ લોકોના પ્રતિનિધિઓ પર આધારિત હશે."

આમ મહાત્મા ગાંધીનાં બન્ને નિવેદનોનો અલગઅલગ અર્થ કરવો યોગ્ય નથી.

'મુસલમાન અને શીખ' સંબંધે મહાત્મા ગાંધીના આ નિવેદનના ઉલ્લેખ વિશે ગાંધીદર્શનના જાણકાર ઉર્વીશ કોઠારી કહે છે, "મહાત્મા ગાંધીએ એ નિવેદન કર્યું ત્યારે દેશ આઝાદ થયાને માત્ર એક મહિનો થયો હતો. ઘણા લોકો ત્યારે પણ પલાયન કરી રહ્યા હતા, પરંતુ આ નિવેદનની મહેચ્છાને આઝાદીનાં 72 વર્ષ પછી નરેન્દ્ર મોદી શા માટે સંતોષવા ઇચ્છે છે એ હું જાણતો નથી."

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

"હવે બન્ને દેશોના લોકો વ્યવસ્થિત થઈ ચૂક્યા છે. તેમણે અગર ગાંધી ચીંધેલા માર્ગે જ ચાલવું હોય તો ગાંધીએ ક્યારેય મુસલમાનોને અલગ કર્યા જ ન હોત."

"મહાત્મા ગાંધીએ કહ્યું હતું, 'ભારત એમનું પણ છે, જેનો કોઈ દેશ નથી.' તેઓ બહારથી આવતા મુસલમાનોને શરણ આપવાની વાત પણ કહે છે."

"આ રીતે પોતાની અનુકૂળતા તથા રાજકારણ મુજબ ગાંધીજીના નિવેદનને તોડીમરોડીને રજૂ કરવું એ ગાંધીજીનું અપમાન છે."

બીજી તરફ દિલ્હી યુનિવર્સિટીમાં રાજનીતિશાસ્ત્રના પ્રોફેસર અને જમણેરી રાજનીતિ તરફી ઝોક ધરાવતા સંગીત રાગી કહે છે, "જે લોકો ગાંધીજીના આ નિવેદનને વર્તમાન સમયમાં અપ્રાસંગિક ગણે છે તેઓ રાજકીય રીતે મોટિવેટેડ લોકો છે."

"ગાંધીજીનું આ નિવેદન વર્તમાન સમય માટે એકદમ અનુરૂપ છે. પાકિસ્તાની મુસલમાન કે ત્રણેય દેશોના મુસલમાન ભારત માટે જોખમી સાબિત થશે."

line

ગાંધીજીના નિવેદનનો દુરુપયોગ

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

ઇતિહાસના જાણકાર કહે છે, "હિંદુ કે શીખ શરણાર્થીઓ સંબંધી ગાંધીજીના નિવેદનને તત્કાલીન સંદર્ભોને કાપીને રજૂ કરવામાં આવી રહ્યું છે."

"આપણે એ ધ્યાન રાખવું પડશે કે જે લોકો આવું કરી રહ્યા છે એ લોકો અપ્રત્યક્ષ રીતે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત પર ભારત તરફથી સત્તાવાર મહોર લગાવવાના પ્રયાસ કરી રહ્યા છે."

"આ હંમેશાં તેમના એજન્ડામાં રહ્યું છે અને તેમાં ગાંધીજીના નામના ખોટા ઉપયોગના નિરર્થક પ્રયાસ તેઓ કરી રહ્યા છે."

"તેઓ એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ગાંધીજી પાકિસ્તાનની હિંદુ તથા શીખ સમુદાયના લોકોને ભારતમાં વસાવવાની તરફેણ કરતા હતા."

"ગાંધીજીએ 26 સપ્ટેમ્બર, 1947ના દિવસે આપેલા વકતવ્યને આખું વાંચીએ તો સમજાય છે કે પાકિસ્તાનમાંના હિંદુ કે શીખ લઘુમતી પાકિસ્તાન પ્રત્યે વફાદાર રહીને ન વસી શકતા હોય તો તેમને ત્યાં રહેવાનો અધિકાર નથી, એવું ગાંધીજી કહી રહ્યા છે."

મહાત્મા ગાંધી અંત સુધી વિભાજનને એ સ્વરૂપમાં સ્વીકારતા નથી. તેથી 25 નવેમ્બર, 1947ની પ્રાર્થનાસભામાં આપેલા પ્રવચનમાં ગાંધીજી 'રૅફ્યૂજી' કે 'શરણાર્થી' શબ્દનો પણ અસ્વીકાર કરે છે અને તેના સ્થાને 'નિરાશ્રિત' અને 'પીડિત' જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. બન્ને તરફની લઘુમતી કોમો માટે કરે છે.

બીબીસીને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે "પાકિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ સાથીઓને જ્યારે એવું લાગે કે તેમણે ભારત આવવું જોઈએ ત્યારે તેમનું સ્વાગત છે," એવું નિવેદન મહાત્મા ગાંધીએ કર્યું હતું.

અલબત્ત, આ નિવેદનના સંદર્ભ અને વર્તમાન સમયમાં તેની પ્રાસંગિકતા સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો