કપિલ શર્માએ જેમની સાથે લગ્ન કર્યું એ ગિન્ની ચતરથ કોણ?

ઇમેજ સ્રોત, KAPIL SHARMA/INSTAGRAM
- લેેખક, સુપ્રિયા સોગલે
- પદ, મુંબઈથી, બીબીસી ગુજરાતી માટે
'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' અને 'ધ કપિલ શર્મા શૉ' દ્વારા દર્શકોના દિલ જીતી લેનારા કપિલ શર્મા લગ્નગ્રંથીમાં જોડાઈ ગયા છે.
તેમની દુલ્હન ગિન્ની ચતરથે લગ્ન સંબંધિત તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
લાંબા સમયથી ટેલિવિઝનના પડદા પર ગાયબ રહેલા કપિલ તેમનાં લગ્નને લઈને ફરીથી ચર્ચામાં આવ્યા છે.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ, 1
17 નવેમ્બરે ગિન્ની ચતરથના જન્મદિવસે કપિલે તેમની સાથે પોતાની તસવીર શૅર કરી હતી.
તેમાં તેમણે સાથે ઊભા રહેવા બદલ ગિન્નીનો આભાર માન્યો હતો.
નોંધનીય છે કે ઘણા વખત બાદ કપિલ શર્મા એક વાર ફરી કોમેડીશૉ સાથે ટીવીના પડદે પાછા ફરી રહ્યા છે.

પહેલી મુલાકાત

ઇમેજ સ્રોત, MINAL PATEL
ગિન્ની ચતરથનું સાચું નામ ભવનીત ચતરથ છે. તેમનું હુલામણુ નામ ગિન્ની છે.
જલંધરના શીખ પરિવારમાં જન્મેલા ગિન્ની અને કપિલ શર્માની પહેલી મુલાકાત વર્ષ 2005માં થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે કપિલની ઉંમર 24 વર્ષ અને ગિન્નીની ઉંમર 19 વર્ષ હતી.
એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કપિલે જણાવ્યું કે તેઓ એ સમયે પૉકેટમની માટે થિયેટરના શૉનું નિર્દેશન કરવાનું કામ કરતા હતા.
આ માટે તેઓ અલગ અલગ કૉલેજોમાં જઈને વિદ્યાર્થીઓનું ઑડિશન લેતા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?
કપિલ માટે ઘરેથી જમવાનું લાવતાં હતાં

ઇમેજ સ્રોત, KAPIL SHARMA/TWITTER
આ ઑડિશન દરમિયાન કપિલ શર્માની મુલાકાત ગિન્ની સાથે થઈ હતી.
ગિન્નીના કામથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા અને ગિન્ની તેમના એક નાટક(પ્લે)નો ભાગ પણ બન્યાં હતાં.
એ સમયે તેઓ કપિલ માટે ઘરેથી જમવાનું લાવતાં હતાં.

ઇમેજ સ્રોત, MINAL PATEL
અભિનેત્રી બનવાનું સ્વપ્ન જોનારાં ગિન્ની ચતરથે 2009માં સ્ટારવનના સ્ટેન્ડ-અપ કોમેડી કાર્યક્રમ 'હસ બલિયે'માં ભાગ લીધો હતો, જેમાં કપિલ શર્મા પણ હતા.
શૉ બાદ ગિન્નીએ પંજાબી ફિલ્મ અને પંજાબી ટેલિવિઝનમાંથી ઑફર આવી પરંતુ તેમણે અભિનય ક્ષેત્રથી દૂર રહેવાનો નિર્ણય કર્યો.

ઇમેજ સ્રોત, GINNI/INSTAGRAM
ફાઇનાન્સમાં એમબીએ કરી ચૂકેલાં ગિન્ની પિતાના વ્યવસાયમાં મદદ કરે છે. તેમની એક નાની બહેન પણ છે. ગિન્ની પોતે પરિવારમાં મોટી દીકરી છે.
જ્યારે પહેલી વખત કપિલ ગિન્ની સાથે લગ્નની વાત માટે તેમના પિતા પાસે ગયા હતા ત્યારે તેમણે કપિલને ઇન્કાર કરી દીધો હતો.
વર્ષ 2016 ડિસેમ્બરમાં કપિલે ગિન્નીને ફોન કરીને તેમની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આ વખતે કપિલ શર્માની ઇચ્છા પૂરી થઈ.


ઇમેજ સ્રોત, GINNI/FACEBOOK
17 માર્ચ 2017માં કપિલે તેમના ચાહકોને ગિન્નીનો પરિચય બેટરહાફ (અર્ધાંગના) તરીકે આપ્યો હતો. તેમણે આ વાત ટ્વિટર દ્વારા જાહેર કરી હતી.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ, 2
જલંધરમાં લગ્ન કરી રહેલા કપિલ અને ગિન્ની ચતરથ હનીમૂન પર નથી જવાના. કેમ કે કપિલ શર્મા તેમના નવા શૉની તૈયારીઓમાં વ્યસ્ત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












