ફેક ન્યૂઝ પાછળ માત્ર રાજકીય પક્ષો જ નહીં ધાર્મિક સંગઠનો પણ - દીપલ ત્રિવેદી

અમદાવાદનો પરિસંવાદ
ઇમેજ કૅપ્શન, ઉર્વિશ કોઠારી, ઇસુદાન ગઢવી, ભવેન કચ્છી, દીપલ ત્રિવેદી અને રમેશ ઓઝા (ડાબેથી)
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી અને અમદાવાદથી

વ્હૉટ્સઍપ પર દરરોજ આવતા કરોડો-અબજો મૅસેજોની વચ્ચે કેટલાક મૅસેજ, તસવીરો કે વીડિયો એવા સંદેશ લઈને આવે છે જે આપણે ડરાવે છે કે ગુસ્સો અપાવે છે. જરૂરી નથી કે તે સાચા હોય. જોકે, આપણે તેને સાચા માની લઈએ છીએ. આ મૅસેજ એટલા ખતરનાક હોય છે કે હવે મોતનાં કારણ બનવાં લાગ્યાં છે. આવા મૅસેજને નામ આપવામાં આવ્યું છે ફેક ન્યૂઝ.

આ વાતોને જ ધ્યાનમાં રાખીને વિશ્વની સૌથી વિશ્વસનીય સમાચાર સંસ્થા હોવાના નાતે બીબીસીએ ફેક ન્યૂઝની વિરુદ્ધ એક ખાસ અભિયાન શરૂ કર્યું છે.

જે હેઠળ દેશનાં છ શહેરોમાં ફેક ન્યૂઝ સામે જાગૃતિ લાવવા 'બિયૉન્ડ ફેક ન્યૂઝ'ના શીર્ષક હેઠળ કાર્યક્રમો યોજાઈ ગયા.

અમદાવાદ ખાતે બીબીસી ગુજરાતી દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતા ઉપ-મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે ફેક ન્યૂઝને ફેલાતા અટકાવવા માટે કાયદો લાવવા વિચારણા કરી રહી છે.

જ્યારે લખનૌ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના ઉપ-મુખ્ય મંત્રી દિનેશ શર્માએ કહ્યું હતું કે સરકાર પાસે કાયદો લાવવાનો વિકલ્પ છે, પરંતુ આમ કરશે તો 'મીડિયાની સ્વતંત્રતા પર તરાપ'નો આરોપ લાગશે, એટલે મીડિયા તરફથી જ પહેલ થાય તે ઇચ્છનીય છે.

બીબીસી દ્વારા ભારત, કેનિયા તથા નાઇજીરિયામાં ફેક ન્યૂઝના પ્રસાર અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેના તારણ પણ આ કાર્યક્રમ સાથે રજૂ કરવામાં આવ્યા. (સમગ્ર રિસર્ચ વાંચવા માટે અહીં ક્લિક કરો.)

line

ગુજરાતમાં ફેક ન્યૂઝ વિરુદ્ધ કાયદો બનશે

નીતિન પટેલનું કાર્ટુન

દેશભરમાં યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમોમાં અનેક લોકો ભાગ લઈ રહ્યા છે.

ગુજરાતના ઉપ-મુખ્ય મંત્રી નિતીન પટેલે કહ્યું કે ગુજરાત સરકાર ફેક ન્યૂઝ અંગે કાયદો લાવશે.

આવનારા સમયમાં કોઈ ઉશ્કેરણી ન થાય, કોઈ ગેરમાર્ગે ન દોરાય, કોઈની પ્રતિષ્ઠાને નુકસાન ન થાય, કોઈના વેપાર-ધંધાને નુકસાન ન થાય એવું કરવા માટે, કાયદાકીય રીતે ફેક ન્યૂઝ અટકાવવા માટે અથવા આવું કરનારા સામે કાયદેસર કડકમાં કડક કાર્યવાહી કેવી રીતે કરી શકાય તે માટેની વિચારણા સરકાર કરી રહી છે.

હું બીબીસીના આ માધ્યમથી આપને કહેવા માગુ છું કે સરકાર આ મામલે કાયદો બનાવશે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

  • રાષ્ટ્રવાદના નામ પર ફેલાવવામાં આવી રહ્યા છે ફેક ન્યૂઝ : બીબીસી રિસર્ચ
  • RBI-સરકાર વચ્ચે તણાવ પેદા થયો તે રિઝર્વ કૅપિટલ શું છે?
  • એ માઓવાદી નેતા જેની પોલીસ પાસે નવી તસવીર નથી
લાઇન
line

'ફેક ન્યૂઝ પાછળ માત્ર રાજકીય પક્ષો નહીં'

ઉર્વિશ કોઠારી અંગે તસવીર

અમદાવાદ ખાતેના કાર્યક્રમ વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝાએ કહ્યું 'મીડિયા હાઉસ પણ ફેક ન્યૂઝના ગુનામાં ભાગીદાર છે.'

તેમણે ઉમેર્યું હતું, "ફેક ન્યૂઝ એ ગમ્મત નથી, પરંતુ બિઝનેસ છે અને તેમાં કૅરિયર બનાવવાની દોટ હોય છે."

અમદાવાદ મીરરના સંપાદક દીપલ ત્રિવેદીએ જણાવ્યું, 'રાજકીય પક્ષો જ નહીં ધાર્મિક સંગઠનો પણ ફેક ન્યૂઝ ફેલાવે છે.'

બદલો Facebook કન્ટેન્ટ, 1

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1

વરિષ્ઠ પત્રકાર ભવેન કચ્છીએ ઉમેર્યું હતું કે 'કોર્પોરેટ જગત' પણ ફેક ન્યૂઝ પાછળ હોય છે અને ફેક ન્યૂઝ પણ સાચા લાગે તે માટે બીબીસીનું નામ ઉમેરવામાં આવે છે.

કાર્યક્રમના મૉડરેટર ઉર્વીશ કોઠારીએ કહ્યું કે 'જો પત્રકારત્વ ધંધો બની જાય તો વાંચકે ગ્રાહક બની જવું જોઈએ.'

ફેક ન્યૂઝનો પ્રસાર અટકાવવા માટે વીટીવીના તંત્રી ઇસુદાન ગઢવીએ કહ્યું કે આ માટે નિયમિત રીતે કોઈ કાર્યક્રમ આપી શકાય.

line

અભિનેતા પ્રકાશ રાજે શું કહ્યું?

પ્રકાશ રાજ
ઇમેજ કૅપ્શન, ચેન્નઈમાં યોજાઈ રહેલા બીબીસીના કાર્યક્રમમાં અભિનેતા પ્રકાશ રાજ

ફેક ન્યૂઝ પર બોલતા અભિનેતા પ્રકાશ રાજે કહ્યું કે ફેક ન્યૂઝનો ટ્રૅન્ડ પહેલાંથી જ હતો પણ હવે આયોજનપૂર્વક તેને ફેલાવવામાં આવે છે. જેનાથી સમાજને નુકસાન થાય છે.

પ્રકાશ રાજે કહ્યું, "વર્તમાન સમયમાં ફેક ન્યૂઝ ઝડપભેર ફેલાય છે. તે એટલું સુવ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે કે કોઈને શંકા પણ ન જાય.

"એક પ્રતિમા પાછળ રૂ. ત્રણ હજાર કરોડનો ખર્ચ કર્યો છે. ટ્વિટર પર મને એવું જણાવવામાં આવે છે કે આ તસ્વીર આપણી સાંસ્કૃતિક ઓળખ અને સભ્યતાનું પ્રતીક છે.

"મેં આ પ્રતિમા ઉપર થયેલા ખર્ચની સામે અવાજ ઉઠાવ્યો એટલે તેઓ મને દેશદ્રોહી સ્વરૂપે રજૂ કરી રહ્યા છે."

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઑક્ટોબરે સરદાર સરોવર ડેમ ખાતે 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની તસવીરનું અનાવરણ કર્યું હતું.

તેમણે કહ્યું, "થોડાં વર્ષ પહેલાં મારાં પત્નીએ વૉટ્સઍપ પર અબ્દુલ કલામના મૃત્યુના મૅસેજ ફોરવર્ડ કર્યો હતો, પણ પછી ખબર પડી કે એ સમાચાર ખોટા છે.

જ્યારે મારાં પત્નીને મેં આ વિશે પૂછ્યું ત્યારે મારાં પત્નીએ કહ્યું, જ્યારે આપણે કોઈ માહિતી મળે ત્યારે આપણે એને શેર કરીએ છીએ, એમાં ખોટું શું છે? મેં મારાં પત્નીને કહ્યું કે જાણ્યા વગર મૅસેજ શેર કરવાથી સમાજને નુકસાન થાય છે.

line

'મીડિયા દેશને પાયમાલ કરી રહ્યું છે'

રવિશ કુમારની તસવીર

રવીશ કુમારે લખનઉ ખાતે આયોજિત કાર્યક્રમમાં કહ્યું, "કોઈ ન્યૂઝ ન હોય એ પણ ફેક ન્યૂઝ છે. જ્યારે તમે ખરા મુદ્દા ચૂકી જાઓ તો એ પણ ફેક ન્યૂઝ છે.

"કાબેલ પત્રકારોના હાથ બાંધી દીધા છે. જો કાબેલ પત્રકારોનો સાથ આપવામાં આવે તો તેઓ લોકતંત્રને બદલી શકે છે. આ વાત હું જવાબદારીપૂર્વક કહું છું. છાપાના તંત્રીઓ, માલિક આ લોકતંત્રને પાયમાલ કરવામાં લાગ્યા છે.

"મીડિયા આપણને સવાલ ન પૂછવાનું શીખવે છે. અગાઉ ક્યારેય ન જોયું હોય તેવું મીડિયાનું પતન મેં છેલ્લાં ચાર વર્ષ દરમિયાન થયું છે.

જો નાગરિક તરીકે તમે આ જૂઠાણાંને નહીં પડકારો તો દેશની નિયતીને બદલી નહીં શકાય. ન્યૂઝ ચેનલ્સની પ્રવૃત્તિઓને સમજવાની જરૂર છે."

line

'ચૂંટણી આવે એટલે ફેક ન્યૂઝ વધે'

ગુજરાત બીજેપી આઈટી સેલના પંકજ શુક્લ (ડાબે) તથા કોંગ્રેસ આઈટી સેલના હેમાંગ રાવલની તસવીર
ઇમેજ કૅપ્શન, ગુજરાત બીજેપી આઈટી સેલના પંકજ શુક્લ (ડાબે) તથા કોંગ્રેસ આઈટી સેલના હેમાંગ રાવલ

ઓલ્ટ ન્યૂઝના અર્જુન સિદ્ધાર્થે કહ્યું, "હમણાંથી જે ફેક ન્યૂઝ આવી રહ્યા છે, એમાં સાંપ્રદાયિક ભાવના ભડકાવવાની કોશિશ થઈ રહી છે. ગ્વાટેમાલાની મહિલાને ભારતની મહિલા બનાવીને લોકલાગણી ભડકાવવાની કોશિશ થાય છે. રાજકીય પક્ષની એ જવાબદારી છે કે તે ખોટા ન્યૂઝ ફેલાવનારા પોતાના કાર્યકર પર પગલાં લે."

સિદ્ધાર્થે કહ્યું હતું કે જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે ફેક ન્યૂઝ ફેલાવવાનું પ્રમાણ વધી જતું હોય છે.

ગુજરાત ભારતીય જનતા પક્ષના આઈ-ટી સેલના કન્વીનર પંકજ શુકલાએ કહ્યું, "સોશિયલ મીડિયામાં કોઈકોઈના સમર્થક નથી, જો વ્યકિતને તમારી વાત ગમશે તો આગળ વધારશે, જો નહીં ગમે તો ટ્રોલ કરશે. અમારી કોઈ ટ્રોલ આર્મી નથી."

'વડા પ્રધાન નરેન્દ્ર મોદી શા માટે કથિત ટ્રોલ્સને ફૉલો કરે છે?' એવા એક સવાલના જવાબમાં શુક્લાએ કહ્યું કે તેઓ ગુજરાત બીજેપી આઈટી સેલના વડા છે અને આ સવાલ નેશનલ બીજેપી આઈટી સેલને લગતો છે.

પૂર્વ પત્રકાર અને સ્ટેન્ડઅપ કૉમેડિયન પ્રીતિ દાસે કહ્યું, "ન્યૂઝ આપવાની જવાબદારી રાજકીય પક્ષોની નથી, મીડિયાની છે, પોલિટિકલ પાર્ટીએ એ કામ આંચકી લીધું છે એ બાબત ચિંતાજનક છે. "

line

'લવજેહાદએ ફેક ન્યૂઝનું પરિણામ'

સ્વરા ભાસ્કરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફાઇલ તસવીર

દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્વરા ભાસ્કરે કહ્યું, "ફેક ન્યૂઝનાં કારણે લોકોનાં મૃત્યુ પણ થયાં છે. આ ઘટનાઓ આપણને આપણા આત્મસંતોષમાંથી બહાર કાઢે છે. અખલાકનાં મૃત્યુ હોય કે એક શ્રમિકને જીવતો સળગાવી દેવાયો હોય તે ફેક ન્યૂઝનું જ પરિણામ છે. લવ-જેહાદ અંગે આયોજનપૂર્વક ફેલાવાતા ફેક ન્યૂઝનું જ આ પરિણામ છે."

સ્વરાએ કહ્યું કે આજે ફેક ન્યૂઝે અલગ જ સ્વરૂપ ધારણ કરી લીધું છે. તે 'સંગઠિત છે, પ્રાયોજિત છે અને તેમનો ઍજન્ડા છે.' અગાઉ ક્યારેય આવું નહોતું બન્યું.

આ ફેક ન્યૂઝ ફેલાવનારાઓની બેલગામ અને બેજવાબદાર છે.

line

'ફેક ન્યૂઝ ફેલાવે તે રાષ્ટ્ર વિરોધી છે'

બીબીસીનો કાર્યક્રમ
ઇમેજ કૅપ્શન, લખનઉમાં બીબીસીના કાર્યક્રમમાં ઉપમુખ્ય મંત્રી દિનેશ શર્મા

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે બીબીસીના લખનઉમાં યોજાયેલા કાર્યક્રમમાં કહ્યું કે જે લોકો ફેક ન્યૂઝ ફેલાવે તેઓ રાષ્ટ્ર વિરોધી છે.

યાદવે કહ્યું, "ફેક ન્યૂઝ વાઇરસ જેવા છે, એની અસર સમગ્ર દેશને થાય છે. તેના કારણે લોકો મરી શકે છે અને લોકો મરી રહ્યા છે. કેટલી સંખ્યામાં લોકો મર્યા એ પણ આપણને ખબર છે."

બહુજન સમાજ પાર્ટી સાથેના જોડાણ વિશે પૂછતા અખિલેશ યાદવે કહ્યું, " કેટલાક રાજકીય પક્ષો નથી ઇચ્છતા કે આ જોડાણ (બસપા-સપાનું) થાય. ડૉ. લોહિયાનો સમાજવાદ અને ડૉ.આંબેડકરની વિચારધારા એક થાય એવું એ લોકો ઇચ્છતા નથી."

ઉત્તર પ્રદેશના ઉપ-મુખ્ય મંત્રી દિનેશ શર્માએ કહ્યું કે સમાચાર પહેલાં બ્રેક કરવાની હોડમાં ચૅનલોની વિશ્વસનીયતા ખોવાઈ રહી છે. જોકે, જેનો એવો અર્થ નથી કે તમામ લોકો ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે.

તેમણે કહ્યું, "ફેક ન્યૂઝના પડકારોનો સામનો કરવા સરકાર પાસે કાયદો બનાવવાનો વિકલ્પ છે, પણ જો આવું કરશે તો મીડિયાની સ્વતંત્રતા સીમિત કરવા અંગેના પ્રશ્નો ઊભા થશે."

શર્માએ ઉમેર્યું કે આ યુગમાં સોશિયલ મીડિયાએ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રૉનિક મીડિયાની પાછળ રાખી દીધાં છે. ફેક ન્યૂઝનો સામનો કરવાના બે જ રસ્તા છે. પહેલો રસ્તો એ કે સરકાર જાગૃત થાય અને બીજો રસ્તો એ કે સરકાર કાયદો બનાવે.

line

શું હશે આ કાર્યક્રમમાં?

બદલો Facebook કન્ટેન્ટ, 2

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ, 2

આ વાતોને જ ધ્યાનમાં રાખીને વિશ્વની સૌથી વિશ્વસનીય સમાચાર સંસ્થા હોવાના નાતે બીબીસીએ ફેક ન્યૂઝની વિરુદ્ધ એક ખાસ અભિયાન શરૂ કર્યું છે.

તેને #BeyondFakeNews નામ આપવામાં આવ્યું છે અને આ જ મામલે 12 નવેમ્બર એટલે કે આજે અમદાવાદ અને દિલ્હી સહિત દેશના છ પ્રમુખ શહેરોમાં વિશેષ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.

આ કાર્યક્રમોમાં સરકારી અધિકારીઓ સહિત, પોલીસ, મીડિયા, સાયબર ઍક્સપર્ટ અને ફેક ન્યૂઝથી પીડિત લોકો સિવાય જાણીતા લોકો તેમાં ભાગ લઈ રહ્યા છે. જેમના પર ક્યાંયને ક્યાંય ફેક ન્યૂઝને રોકવાની જવાબદારી આવે છે.

ફેક ન્યૂઝ સામે બીબીસી ગુજરાતી દ્વારા અમદાવાદ મૅનેજમૅન્ટ ઍસોસિયેશન ખાતે આજે સોમવારે 'બિયૉન્ડ ફેક ન્યૂઝ' કાર્યક્રમનું આયોજન કરાયું છે.

દેશભરના વિવિધ શહેરોમાં બીબીસી દ્વારા કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે.

અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

જેમાં ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ હાજર રહ્યા, જેમણે શરૂઆતના સેશનમાં ભાગ લીધો.

11.10 વાગ્યાથી 'ધ ફ્રન્ટ લાઇન ઑફ ફેક ન્યૂઝ'માં જે. કે. ભટ્ટ (એડિશનલ ડીજીપી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ), અજય ઉમટ (તંત્રી, નવગુજરાત સમય), મિત્તલ પટેલ (સામાજિક કર્મશીલ), અંકુર જૈન (તંત્રી, બીબીસી ન્યૂઝ ગુજરાતી), કાનન ધ્રુવે (સોશિયલ આંત્રપ્રિન્યોરશીપ) વાત કરી.

ત્યારબાદ 12.35થી સોશિયલ મીડિયા પર ચર્ચા થશે. જેમાં અર્જુન સિદ્ધાર્થ (લેખક - ઓલ્ટ ન્યૂઝ), પંકજ શુક્લ (ભાજપ આઈટી સેલ) , હેમાંગ રાવલ (કોંગ્રેસ આઈટી સેલ), પ્રીતિ દાસે (પૂર્વ પત્રકાર, કૉમેડિયન) વાત કરી.

પટેલ
ઇમેજ કૅપ્શન, અમદાવાદ ખાતે આયોજિત #BeyondFakeNews કાર્યક્રમ

બપોરે અઢી વાગ્યે દીવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ફેક ન્યૂઝ પર તૈયાર કરવામાં આવેલી સ્કીટ રજૂ કરવામાં આવી.

બપોરે 3 વાગ્યે બીબીસી ન્યૂઝના ડાયરેક્ટર જનરલ ટોની હોલે વક્તવ્ય આપ્યું.

ત્યારબાદ મીડિયા ફેક ન્યૂઝને કેવી રીતે કવર કરે છે, એ વિશે વાત કરી. જેમાં ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ઉર્વીશ કોઠારી, વીટીવી ન્યૂઝના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા, ગુજરાત સમાચારના વરિષ્ઠ પત્રકાર ભવેન કચ્છી, ડેઇલી હન્ટના ઉપ-પ્રમુખ રાવનન એન. અને અમદાવાદ મિરરના તંત્રી દીપલ ત્રિવેદીએ ભાગ લીધો.

line

ફેક ન્યૂઝ અંગે બીબીસીનું રિસર્ચ

બિયૉન્ડ ફેક ન્યૂઝ

બીબીસીએ ભારત, કેનિયા અને નાઇજીરિયામાં એક ઊંડું અધ્યયન કર્યું છે. આ રિપોર્ટ ખૂબ ઊંડાણપૂર્વક સમજાવે છે કે એનક્રિપ્ટેડ ચૅટ ઍપ્સમાં ફેક ન્યૂઝ કેવી રીતે ફેલાય છે. સમાચારોને શેર કરવામાં ભાવનાત્મક બાબતોનું ભારે યોગદાન છે.

આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લોકો રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશોની સાથે રાષ્ટ્રવાદી સંદેશાવાળા ફેક ન્યૂઝ શેર કરી રહ્યા છે અને રાષ્ટ્રીય ઓળખાણનો પ્રભાવ સમાચારો સાથે જોડાયેલાં તથ્યોની તપાસની જરૂરિયાત પર ભારે પડી રહ્યો છે.

આ જાણકારી સામાન્ય લોકોના દૃષ્ટિકોણથી ફેક ન્યૂઝના ફેલાવાનું વિશ્લેષણ કરતા પ્રકાશિત કરવામાં આવેલા એક અધ્યયનમાં સામે આવી છે. (સમગ્ર રિસર્ચ વાંચવા માટે અહીં ક્લિક કરો.)

આ રિપોર્ટ ટ્વિટરના નેટવર્કની તપાસ કરીને પૃથ્થકરણ કરે છે કે લોકો એનક્રિપ્ટેડ મૅસેજિંગ ઍપ્સમાં કેવી રીતે મૅસેજનું આદાન-પ્રદાન કરે છે.

મોબાઇલ ધારકોએ બીબીસીને તેમના ફોનની તપાસ કરવા માટે અધિકાર આપ્યો ત્યારે બીબીસી માટે આ વિશ્લેષણ કરવું શક્ય બન્યું.

આ રિસર્ચ ખોટી માહિતી સામે એક આંતરરાષ્ટ્રીય પહેલ, બિયૉન્ડ ફેક ન્યૂઝ પ્રોજેક્ટના એક અંગના રૂપમાં સામે આવી રહ્યું છે, જે આજે લૉન્ચ થયો.

લાઇન
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો